Home /News /business /ક્રિપ્ટોકરન્સીને મળ્યો Infosysના ચેરમેનનો સાથ, કહ્યું- સોનાની જેમ કરો રોકાણ

ક્રિપ્ટોકરન્સીને મળ્યો Infosysના ચેરમેનનો સાથ, કહ્યું- સોનાની જેમ કરો રોકાણ

RBI દ્વારા પોતાના પરિપત્ર મામલે થયેલી સ્પષ્ટતા બાદ હવે ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં મોકળાશ મળશે તેવી શકયતા છે. આ દરમિયાન ભારતમાં ઈન્ફોસિસના સહ-સ્થાપક અને અધ્યક્ષ નંદન નીલેકણીએ ક્રિપ્ટોકરન્સીને ટેકો આપ્યો છે.

RBI દ્વારા પોતાના પરિપત્ર મામલે થયેલી સ્પષ્ટતા બાદ હવે ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં મોકળાશ મળશે તેવી શકયતા છે. આ દરમિયાન ભારતમાં ઈન્ફોસિસના સહ-સ્થાપક અને અધ્યક્ષ નંદન નીલેકણીએ ક્રિપ્ટોકરન્સીને ટેકો આપ્યો છે.

    નવી દિલ્હીઃ અત્યાર સુધી ક્રિપ્ટોકરન્સીની (Cryptocurrency) લેવડ દેવડ બાબતે ભારતમાં (India) અસ્પષ્ટ નિયમો હતા. બેંકો દ્વારા ક્રિપ્ટોના ટ્રેડિંગમાં (Crypto trading) અવરોધ ઉભા કરાયા હતા. જોકે, RBI દ્વારા પોતાના પરિપત્ર મામલે થયેલી સ્પષ્ટતા બાદ હવે ક્રિપ્ટોકરન્સીના ટ્રેડિંગમાં મોકળાશ મળશે તેવી શકયતા છે. આ દરમિયાન ભારતમાં ઈન્ફોસિસના સહ-સ્થાપક અને અધ્યક્ષ નંદન નીલેકણીએ ક્રિપ્ટોકરન્સીને ટેકો આપ્યો છે. જેથી ફરીથી ક્રિપ્ટોકરન્સીને લઈ ચર્ચાની બજાર ગરમ છે.

    ટેસ્લા સીઈઓ એલોન મસ્ક સહિત વિશ્વના ઘણા દિગ્ગજો અને અબજોપતિઓ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણની સલાહ આપી રહ્યા છે. આ દરમિયાન હવે ઈન્ફોસિસના સહ-સ્થાપક અને અધ્યક્ષ નંદન નીલેકણીએ ભારતમાં ક્રિપ્ટોકરન્સીને ટેકો આપ્યો છે. ભારતીયોને ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ સંપત્તિ તરીકે કરવાની સલાહ તેમણે આપી છે.

    સોના અને સ્થાવર મિલકતની જેમ રોકાણ કરો
    નીલેકણીએ ફાઇનાન્સિયલ ટાઇમ્સને ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે, જેમ તમારી પાસે સોના અથવા સ્થાવર મિલકતની સંપત્તિ છે, તેમ તમે કેટલીક સંપત્તિ ક્રિપ્ટોમાં રાખી શકો છો. મને લાગે છે કે, ક્રિપ્ટો માટે વેલ્યુ સ્ટોર તરીકે કાર્ય કરે છે. પરંતુ લેવડદેવડના અર્થમાં નહીં. નિલેકણીએ કહ્યું કે, લોકો અને ઉદ્યોગોને 1.5 ટ્રિલિયન ડોલરના બજારમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવાથી ક્રિપ્ટોકરન્સી ધરાવતા લોકો ભારતના અર્થતંત્રમાં તેમના નાણાં રોકી શકશે.

    આ પણ વાંચોઃ-હૃદયદ્રાવક ઘટના! આખા પરિવારે સાથે બેશીને ચા પીધી, પછી એક સાથે મોતને વ્હાલું કર્યું, સુસાઈડ નોટમાં વ્યક્ત કર્યું દર્દ

    આ પણ વાંચોઃ-રાજકોટઃ મેસેન્જર અને 'ગંદી' સાઇટ ઉપર યુવતીઓને નિર્વસ્ત્ર નિહાળતા ચેતજો, ગોંડલના યુવકને થયો કડવો અનુભવ

    આ પણ વાંચોઃ-જામનગરઃ પતિએ જાહેરમાં ખેલ્યો ખૂની ખેલ! સ્કૂલે જવા નીકળેલી શિક્ષિકા પત્નીને છરીના ઘા ઝીંકી પતાવી દીધી, ભાઈએ જણાવ્યું કારણ

    આ પણ વાંચોઃ-વલસાડઃ અડધી રાત્રે પ્રેમિકાને મોબાઈલ ચાર્જર આપવા જવું પ્રેમીને ભારે પડ્યું, પકડાઈ જતા પરિવારે હાડકાં ખોખરા કરી નાંખ્યા

    આજે ક્રિપ્ટોની વેલ્યુમાં ઘટાડો

    બિટકોઇન સહિતની મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં બુધવારે ફરીથી કડાકો બોલ્યો હતો. 9 જૂને 07.30 વાગ્યે બિટકોઇન 3.22 ટકા ઘટીને 32,592.33 ડોલર પર બે સપ્તાહના તળિયે આવી ગયો હતો. બિટકોઇનની કિંમત વ્યાવસાયિક રોકાણકારોના રસના કારણે વધી હોવાનું જાણવા મળે છે.
    " isDesktop="true" id="1103529" >



    Coinmarketcap.comના મત મુજબ બુધવારે બીજી સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી ઇથર 5.82 ટકા ઘટીને 2,446.88 ડોલર થઈ ગઈ હતી. જ્યારે ડોગકોઈનની કિંમતમાં જાન્યુઆરીમાં એક પૈસાથી પણ ઓછી હતી. જે મેમાં લગભગ 70 સેન્ટ થઈ ગઈ હતી. અત્યારે તે 31 સેન્ટ પર કરોબર કરી રહી છે.
    First published: