Home /News /business /Crypto Marketના રોકાણકારો થયા રડતાં, એક મોટો કોઇન 99% તૂટ્યો, 1 લાખના થયા 4 હજાર
Crypto Marketના રોકાણકારો થયા રડતાં, એક મોટો કોઇન 99% તૂટ્યો, 1 લાખના થયા 4 હજાર
ક્રિપ્ટોકરન્સીના ભાવની આગાહી કરશે ભારત
છેલ્લા 24 કલાક દરમિયાન ક્રિપ્ટો માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી છે. આજે સવારે 9:36 વાગ્યા સુધીમાં, બજાર 13.69 ટકા તૂટ્યુ હતું અને વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ (Global Crypto Market Cap) ઘટીને $1.23 ટ્રિલિયન થઈ ગયું છે.
Crypto Market Down :વિશ્વભરના બજારોમાં જબરદસ્ત ઘટાડાનો સમયગાળો ચાલી રહ્યો છે. નવેમ્બર 2021 થી અમેરિકન ઇન્ડેક્સ નાસ્ડેક 40 ટકાથી વધુ ઘટ્યો છે, જ્યારે ભારતીય ઇન્ડેક્સ નિફ્ટી અને સેન્સેક્સ બંને 14-14 ટકાથી વધુ ઘટ્યા છે. પરંતુ જો ક્રિપ્ટોકરન્સી માર્કેટની વાત કરીએ તો તેનો ઘટાડો ઘણો વધારે છે. કેટલીક કરન્સી એવી છે જે 80 થી 90 અથવા તેનાથી પણ વધુ ટકા સુધી ઘટી છે.
છેલ્લા 24 કલાક દરમિયાન ક્રિપ્ટો માર્કેટમાં ભારે વેચવાલી જોવા મળી છે. આજે સવારે 9:36 વાગ્યા સુધીમાં, બજાર 13.69 ટકા ઘટ્યું હતું અને વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટ કેપ ઘટીને $1.23 ટ્રિલિયન થઈ ગયું છે. 21 જુલાઈ 2021ના રોજ ક્રિપ્ટોકરન્સી $1.19 ટ્રિલિયનના માર્કેટ કેપને સ્પર્શી ગઈ હતી. જો આપણે વૈશ્વિક માર્કેટ કેપના ઉચ્ચતમ સ્તર વિશે વાત કરીએ, તો તેણે 9 નવેમ્બર 2021 ના રોજ $ 2.93 ટ્રિલિયનનો રેકોર્ડ બનાવ્યો હતો. ત્યારથી, આ આંકડો લગભગ 60 ટકા નીચે આવ્યો છે.
Coinmarketcap ના ડેટા અનુસાર, Bitcoin (Bitcoin Price Today)ની કિંમતમાં આજે 8.66 ટકાનો ઘટાડો થયો છે. ગઈકાલે પણ તે લગભગ 8 ટકા નીચે હતો. આ ચલણ આજે $28,526.00 પર ટ્રેડ થઈ રહ્યું છે. અત્યાર સુધી તે 40 હજાર ડોલરથી નીચે જવાના અહેવાલ હતા, પરંતુ હવે તે ઘટીને 30 હજાર ડોલર થઈ ગયા છે. બીજા નંબરની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી Ethereum (Ethereum Price Today) ની કિંમત છેલ્લા 24 કલાકમાં 16.33% ઘટીને $1,976.09 થઈ ગઈ છે. બિટકોઈન એક સપ્તાહમાં 28.18% ઘટ્યો છે, જ્યારે Ethereum 32.82% ઘટ્યો છે.
સૌથી મોટો ઘટાડો ટેરા લુનામાં જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન આ ચલણમાં 96.86% ટકાનો ઘટાડો થયો છે. અને જો એક સપ્તાહની વાત કરીએ તો તેમાં 99.51%નો ઘટાડો થયો છે. મતલબ કે જો કોઈએ આ ચલણમાં 1 લાખનું રોકાણ કર્યું હોય તો તેની પાસે એક દિવસમાં 4 હજાર રૂપિયા પણ બચ્યા ન હશે. ગઈકાલે ટેરા લુનામાં 48.61 ટકાનો ઘટાડો થયો હતો અને તેના એક દિવસ પહેલા તે 55 ટકા ઘટ્યો હતો. હાલમાં તેની કિંમત એક ડોલરથી નીચે ઘટીને 0.4224 ડોલર થઈ ગઈ છે. માર્કેટ કેપિટલાઇઝેશનના સંદર્ભમાં, આ ચલણ ગઈકાલે જ ટોચના 20 ની યાદીમાંથી બહાર હતું, પરંતુ આજે તે 63માં સ્થાને સરકી ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર