Home /News /business /

Explained: પ્રાઇવેટ અને પબ્લિક ક્રિપ્ટોકરન્સી વચ્ચે તફાવત શું છે? બંને એકબીજાથી કઈ રીતે છે અલગ?

Explained: પ્રાઇવેટ અને પબ્લિક ક્રિપ્ટોકરન્સી વચ્ચે તફાવત શું છે? બંને એકબીજાથી કઈ રીતે છે અલગ?

ડિજિટલ કરન્સી (પ્રતીકાત્મક તસવીર)

Explained Cryptocurrency: ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સી પર કોઈ પ્રતિબંધ નથી. જેથી ભારતીય રોકાણકારોએ તેમાં ઘણા પૈસા લગાવ્યા છે.

મુંબઈ: કેન્દ્ર સરકાર ક્રિપ્ટોકરન્સી (cryptocurrencies)ને નિયંત્રિત કરવા માટે ખાસ બિલ (Goverment bill on cryptocurrencies) તૈયાર કરી રહી છે. આ બિલ 29 નવેમ્બરથી શરૂ થતા સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલને ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021 (The Cryptocurrency and Regulation of Official Digital Currency Bill, 2021) નામ આપવામા આવ્યું છે. જેમાં ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સીને પ્રતિબંધિત કરવાનો અને રિઝર્વ બેંક (RBI) દ્વારા સત્તાવાર ડિજિટલ ચલણ જાહેર કરવાનો માર્ગ બનાવવાનો પ્રયાસ થશે.

હાલ કોઈ પ્રતિબંધ નથી

ભારતમાં અત્યારે ક્રિપ્ટોકરન્સી પર કોઈ પ્રતિબંધ નથી. જેથી ભારતીય રોકાણકારોએ તેમાં ઘણા પૈસા લગાવ્યા છે. લોકસભાની વેબસાઈટ અનુસાર, આ બિલ લાવીને સરકાર રિઝર્વ બેંકને પોતાની ડિજિટલ કરન્સી લાવવા અને તેની રૂપરેખા તૈયાર કરવાની સત્તા આપશે. આ સાથે પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી (private cryptocurrencies in India) પર પ્રતિબંધ મૂકવામાં આવશે. એટલે કે, Bitcoin, Ether, Binance Coin, Solana અને Dog Coin, Monero, Des જેવી વર્ચ્યુઅલ કરન્સીમાં ટ્રેડિંગ પર તલવાર લટકી રહી છે. જોકે, આ બિલ ક્રિપ્ટોકરન્સીની અંતર્ગત ટેક્નોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપશે.

સરકારે વ્યાખ્યા સ્પષ્ટ નથી કરી

સરકારે હજુ સુધી પ્રાઇવેટ ક્રિપ્ટોકરન્સીની વ્યાખ્યા સ્પષ્ટ કરી નથી. જેથી બિટકોઈન, ઈથર અને જાહેર બ્લોકચેન નેટવર્ક પર આધારિત અન્ય કેટલાક ક્રિપ્ટો ટોકન્સનો ઉપયોગ ચાલુ રહે તેવી પણ શક્યતા છે. બીજી તરફ યૂઝર્સને પ્રાઇવસી આપવા માટે ટ્રાન્ઝેક્શન માહિતીને ક્લાઉડ કરતી મોનેરો, ડૅશ જેવી અન્ય ક્રિપ્ટોકરન્સીને પ્રાઇવેટ ટોકન્સ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી શકે છે અને તેથી તેના પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી શક્યતા છે.

પ્રાઇવેટ અને પબ્લિક ક્રિપ્ટોકરન્સી વચ્ચે શું તફાવત છે?

• પબ્લિક ક્રિપ્ટોકરન્સી

જે ક્રિપ્ટોકરન્સીનું ટ્રાન્ઝેક્શન એકદમ પારદર્શક હોય તેને પબ્લિક ક્રિપ્ટોકરન્સી કહેવામાં આવે છે. જેમાં Bitcoin, Ether, Dogecoin, Shiba Inu અને અન્ય જાણીતી ક્રિપ્ટોકરન્સીનો સમાવેશ થાય છે. અલબત્ત આ ક્રિપ્ટોકરન્સીના યૂઝર્સ અમુક અંશે પડદા પાછળ રહી શકે છે. યૂઝર્સ આવી ક્રિપ્ટોકરન્સીને ઉપનામ હેઠળ ઓપરેટ કરી શકે છે. બીજી તરફ બ્લોકચેનની ઍક્સેસ હોય તેના દ્વારા બ્લોકચેન પરના તમામ વ્યવહારો જોઈ શકાય છે. આ ક્રિપ્ટોકરન્સીના વ્યવહારો લિંક કરી શકાય તેવા અને શોધી શકાય તેવા છે.

આ પણ વાંચો: Crypto Explained: જો સરકાર પ્રતિબંધ મૂકશે તો તમે ખરીદેલા બિટકોઈનનું શું થશે?

• પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી

કોમર્શિયલ કોન્ટ્રાકટ અથવા લોકોની વ્યક્તિગત માહિતી જેવી સંવેદનશીલ જાણકારી સાથે કામ કરતી સંસ્થાઓ ખાનગી બ્લોકચેનમાં જોડાવાનું પસંદ કરે છે. ખાનગી બ્લોકચેનમાં મોનેરો, પાર્ટિકલ, ડૅશ અને ઝેડકૅશનો સમાવેશ થાય છે. આ પ્લેટફોર્મમાં યૂઝર્સના ડેટા જાહેર કર્યા વિના વ્યવહાર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, આવી પ્રાઇવેટ બ્લોકચેન્સમાં જાહેર ઓપન લેજર્સ પણ હોય છે, તેઓ યૂઝર્સઓ માટે વિવિધ લેવલની પરવાનગી આપે છે. પરિણામે ઍક્સેસને પ્રતિબંધિત કરી શકાય છે અને પ્રાઇવેસીને સુરક્ષિત રાખવા માટે ટ્રાન્જેક્શનની માહિતીને એન્ક્રિપ્ટ કરી શકાય છે.

સરકાર દ્વારા નિયંત્રિત અને અન્ય ડિજિટલ કોઈન્સ વચ્ચે શું ફેર છે?

અહીં ચીનનો દાખલો સમજવો પડે. ચીને પહેલા Bitcoin અને Ethereumની લેવડદેવડ પર પ્રતિબંધ મૂક્યો હતો અને ત્યારબાદ સેન્ટ્રલ બેંકે ડિજિટલ યૂઆનને ચલણમાં મુક્યા હતા. આવી જ રીતે બેન્ક ઓફ ઈંગ્લેન્ડ, સ્વીડનની રિક્સબેંક અને ઉરુગ્વેની સેન્ટ્રલ બેન્ક પણ ટૂંક સમયમાં પબ્લિક ક્રિપ્ટોકરન્સી લાવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: Cryptocurrency Bill 2021: મોદી સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી સહિત 26 બિલ રજૂ કરશે

ડિજિટલ યુઆન અને અન્ય જાહેર ક્રિપ્ટોકરન્સીથી વિપરીત, બિટકોઈન અને મોટા ભાગના ક્રિપ્ટો ટોકન્સ વિકેન્દ્રિત છે. જેને બહારના પ્રભાવ કે કંટ્રોલની અસર થતી નથી. આવી સ્થિતિમાં બિટકોઇન અને અન્ય લોકપ્રિય ડિજિટલ કરન્સીને સામાન્ય કરન્સીના સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવે છે, જ્યારે પબ્લિક ક્રિપ્ટોકરન્સી રોકડ માટે અનુકૂળ છે.

ઉલ્લેખનીય છે કે, સરકારની ક્રિપ્ટોકરન્સીને અન્ય ક્રિપ્ટોકરન્સી કરતા અલગ પડતો સૌથી મોટો તફાવત કાનૂની દરજ્જાનો છે. દાખલા તરીકે, ડિજિટલ યુઆનનો ઉપયોગ પેમેન્ટ મિકેનિઝમ તરીકે અને કાયદેસર ચલણ તરીકે કરી શકાય છે, પણ અન્ય કરન્સી પર પ્રતિબંધ છે.

સરકારના નિર્ણયની શું અસર થશે?

ઝીરોધાના સહ-સ્થાપક નિખિલ કામતે ટ્વિટર પર ટ્વીટમાં કહ્યું હતું કે, ક્રિપ્ટોકરન્સી પર સરકારના પ્રતિબંધથી થનારી અસર અંગે જણાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, આ બિલ બિટકોઈન સહિત અન્ય ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓ માટે નવી મુશ્કેલી ઊભી કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે જો સરકાર ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેશે, તો બેંક અને તમારા ક્રિપ્ટો એક્સચેન્જો વચ્ચેના વ્યવહારો બંધ થઈ જશે. તમે કોઈપણ ક્રિપ્ટો ખરીદવા માટે તમારી સ્થાનિક ચલણને કન્વર્ટ કરી શકશો નહીં. આ સાથે, તમે તેમને રિડીમ પણ કરી શકશો નહીં.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bitcoin, Business, Cryptocurrency, Digital currency, આરબીઆઇ, ભારત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन