CEOના મોત સાથે લોક થઈ અબજોની ક્રિપ્ટોકરન્સી, લાખો ગ્રાહક મુશ્કેલીમાં
News18 Gujarati Updated: February 6, 2019, 2:32 PM IST

ક્વાડ્રિયા સીએક્સના સીઈઓ જેરાલ્ડ કોટન (ફાઇલ ફોટો)
ક્વાડ્રિયા સીએક્સના સીઈઓ જેરાલ્ડ કોટનનું મોત થતાં તેમના કસ્ટમર પોતાના એકાઉન્ટને એક્સેસ નથી કરી શકતા
- News18 Gujarati
- Last Updated: February 6, 2019, 2:32 PM IST
એક ક્રિપ્ટોકરન્સી કંપની ક્વાડ્રિયા સીએક્સના સીઈઓ જેરાલ્ડ કોટનનું ભારતમાં બીમારીના કારણે મોત થયું છે. મળતી માહિતી મુજબ તેમની પાસે 190 મિલિયન ડોલર એટલે કે 1350 કરોડ રૂપિયાની ક્રિપ્ટોકરન્સીને એક્સેસ કરવાનો પાસવર્ડ હતો. હવે તેમના મોત બાદ તેમના કસ્ટમર પોતાના એકાઉન્ટને એક્સેસ નથી કરી શકતા.
મૂળે, જેરાલ્ડનું લેપટોપ, ઈમેલ એડ્રેસ એન મેસેજિંગ સિસ્ટમ આ બધું એનક્રિપ્ટેડ છે. આ ઉપરાંત પાસવર્ડ વિશે બીજા કોઈને જાણકારી નથી, કારણ કે તમામ ફંડ્સ તેઓ એકલા જ હેન્ડલ કરતા હતા. તેમની આ ચિંતા પણ વ્યાજબી હતી, કારણ કે ગયા વર્ષે જ દુનિયાની સૌથી વધુ એક્ટિવ ડિજિટલ એક્સચેન્જને હેક કરવાના ઓછામાં ઓછા પાંચ મોટા હુમલા થઈ ચૂક્યા છે.
કંપનીના સોશિયલ મીડિયા પેજના માધ્યમથી જણાવવામાં આવ્યું છે કે જેરાલ્ડ ભારતના પ્રવાસે હતા અને આ દરમિયાન તેમનું મોત થયું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ભારતમાં અનાથ બાળકો માટે એક અનાથાશ્રમ શરૂ કરવાના હતા. જેરાલ્ડની પત્ની જેનિફર રાબર્ટસને કેનેડાની એક કોર્ટમાં ક્રેડિટ પ્રોટેક્શનની અપીલ દાખલ કરી છે. 31 જાન્યુઆરી 2018ના રોજ ક્વાડ્રિગા સીએક્સે પોતાની વેબસાઇટના માધ્યમથી નોવા સ્કોટિયા સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તેમને મંજૂર આપવામાં આવે જેનાથી તેઓ પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકે.
આ પણ વાંચો, અબૂ ધાબીમાં રાતો રાત આ NRI બની ગયો કરોડપતિ, જીતી રૂ. 19 કરોડની લોટરી
કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, છેલ્લા કેટલાક સપ્તાહથી અમે પોતાની આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ક્રિપ્ટોકરન્સી એકાઉન્ટ વિશે માહિતી મેળવવા અને તેને સુરક્ષિત કરવાના પ્રયાસમાં છીએ. અમારે અમારા કસ્ટમર્સને તેમના ડિપોઝિટના હિસાબથી પૈસા આપવાના છે પરંતુ એવું કરવામાં અમે અસમર્થ છીએ કારણ કે તે એકાઉન્ટે જ એક્સેસ નથી કરી શકતા.

Loading...