આ Cryptocurrenciesમાં રૂ. 10,000ના રોકાણથી એક જ વર્ષમાં 16 લાખનું વળતર મળ્યું, જાણો આખી ડિટેલ

પ્રતિકાત્મક તસવીર

આવી ડિજિટલ કરન્સી પર સત્તાવાર નિયંત્રણ ન હોવાના કારણે મોટાભાગના રોકાણકારો તેમાં પૈસા રોકતા ખચકાય છે

  • Share this:
નવી દિલ્હી : ક્રિપ્ટોકરન્સી વિશ્વભરના રોકાણકારોને પોતાના તરફ આકર્ષી રહી છે. જોકે, આવી ડિજિટલ કરન્સી પર સત્તાવાર નિયંત્રણ ન હોવાના કારણે મોટાભાગના રોકાણકારો તેમાં પૈસા રોકતા ખચકાય છે. ભારતમાં ક્રિપ્ટોકરન્સી રોકાણ કરવાની મંજૂરી નથી. અલબત્ત અનેક લોકો ક્રિપ્ટોકરન્સીમાં પૈસા લગાવીને માલામાલ થઈ રહ્યા છે. ઘણા સમયથી બીટકોઈન રેકોર્ડબ્રેક વળતર આપ્યું છે. તેમાં રોકાણ કરાવના પણ જોખમ છે. જેથી આજે અહીં કઈ ક્રિપ્ટોમાં 10000 રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે કેટલું વળતર મળે તે અંગે જાણીશું

Telcoin

આ ક્રિપ્ટોકરન્સીનો પ્રારંભ ટેલિકોમ મની, પ્રિપેડ ક્રેડિટ અને પોસ્ટપેડ બીલિંગ પ્લેટફોર્મમાં અનુકૂળતા માટે કરવામાં આવ્યો હતો. તેની વેલ્યુ 0.02 ડોલર અને માર્કેટકેપ 1.3 અરબ ડોલર છે. આ વર્ષે આ ક્રિપ્ટોકરન્સીએ 16,104 ટકા વળતર આપ્યું છે. જો એક વર્ષ પહેલાં તમે તેમાં રૂ. 10 હજારનું રોકાણ કર્યું હોત, તો આજે તેની વેલ્યુ રૂ. 16,20,400 થઈ હોત.

Dogecoin

આ સૌપ્રથમ મિમ કરન્સી છે. તેના લોગોમાં શિબા ઈનુ ડોગનો ફોટો છે. રેડ્ડિટ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર આ ડોગ લોકપ્રિય મિમ છે. તેની વેલ્યુ 0.25 ડોલર અને માર્કેટ કેપ 32.7 અરબ ડોલર છે. આ કરન્સીમાં છેલ્લા એક વર્ષમાં 9129 ટકા રિટર્ન મળ્યું છે. જો તમે 1 વર્ષ પહેલાં રૂ. 10 હજાર રોક્યા હોત તો આજે તેની વેલ્યુ રૂ. 9,22,900 થઈ ગઈ હોત.

Matic Network અથવા MATIC

તેને Polygon પણ કહેવામાં આવે છે. તેની શરૂઆત મુંબઈના સ્ટાર્ટઅપ દ્વારા કરવામાં આવી હતી. તેનું મૂલ્ય 1.12 ડોલર અને માર્કેટ કેપ 7.1 અરબ ડોલર છે. છેલ્લા 1 વર્ષમાં તેણે 6324 ટકા વળતર આપ્યું છે. જો તમે એક વર્ષ પહેલા તેમાં રૂ. 10 હજાર રોક્યા હોત તો તેની વેલ્યુ આજે રૂ. 6,42,400 જેટલી ગણી શકાય.

Theta Fuel

આ Theta Network બ્લોકચેનનું બીજું ટોકન છે. Theta Fuel અથવા Fuelનો ઉપયોગ વિડીયો સ્ટ્રીમ શેરિંગના પેમેન્ટ માટે કરવામાં આવતો હતો. તેની વેલ્યુ 0.04 ડોલર અને માર્કેટ કેપ 2.1 અરબ ડોલર છે. છેલ્લા 1 વર્ષમાં તેમાંથી 3809 ટકા રિટર્ન મળ્યું છે. જો તમે 1 વર્ષ પહેલાં રૂ. 10 હજારનું રોકાણ કર્યું હોત તો આજે તેની વેલ્યુ રૂ. 3,90,900 ગણાય.

Chiliz

આ ઇથેરિયમ બ્લોકચેનનું યુટીલીટી ટોકન છે. ChiliZ અને Socios.com જેવા પ્લેટફોર્મ પર આ ડિજિટલ કરન્સીનો ઉપયોગ થાય છે. કેટલાક ફૂટબોલ ક્લબ Socios.com પ્લેટફોર્મ દ્વારા પોતાના ફેન્સને જોડીને રાખે છે. તેની વેલ્યુ 0.24 ડોલર અને માર્કેટ વેલ્યુ 1.4 અરબ ડોલર છે. જો તમે 1 વર્ષ પહેલા તેમાં રૂ.10 હજારનું રોકાણ કર્યું હોત તો અત્યારે તેની વેલ્યુ રૂ. 2,27,200 થઈ ગઈ હોત.
First published: