Home /News /business /Crypto યુઝર્સ સાવધાન! અજાણી લિંક પર ક્લિક ન કરતા, યુટ્યુબ થકી ફેલાઈ રહ્યો છે ખતરનાક માલવેર
Crypto યુઝર્સ સાવધાન! અજાણી લિંક પર ક્લિક ન કરતા, યુટ્યુબ થકી ફેલાઈ રહ્યો છે ખતરનાક માલવેર
જોખમી ગણાતો પેનીવાઇઝ (PennyWise) નામનો માલવેર
પેનીવાઇઝના નામનો ક્રિપ્ટોકરન્સી માલવેર યુઝર્સને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેના દ્વારા 30 ક્રિપ્ટો વોલેટ્સ અને બ્રાઉઝર એક્સટેન્શનમાંથી ડેટા ચોરી શકે છે. આવી સ્થિતિમાં ક્રિપ્ટો યૂઝર્સે આ ચોરોથી સાવધાન રહેવાની જરૂર છે
Crypto-Stealing Malware PennyWise : ક્રિપ્ટોકરન્સીમાં મળેલા વળતર (Returns in cryptocurrency)ના કારણે અનેક લોકો તેમાં રોકાણ કરવા લાગ્યા છે. આ સાથે માઇનિંગ (Crypto mining)ની ચલણ પણ આસમાને પહોંચી ગયું છે. આવી સ્થિતિમાં છેતરપીંડી કરનારા તત્વોએ માઇનિંગ કરવા ઇચ્છતા લોકોને ખંખેરવા માટે નવો કીમિયો (Cheating in crypto mining) અખત્યાર કર્યો છે. જેથી યુટ્યુબ (YouTube)ના માધ્યમથી બીટકોઈન માઈનિંગ સોફ્ટવેરને શોધતા ક્રિપ્ટો યુઝર્સને સાવધાન રહેવું જોઈએ. હાલ જોખમી ગણાતો પેનીવાઇઝ (PennyWise) નામનો માલવેર ફરી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ આ માલવેરથી ક્રિપ્ટો વોલેટ્સ અને ડેટા ચોરાઈ જવાનો ખતરો છે.
પેનીવાઇઝના નામનો ક્રિપ્ટોકરન્સી માલવેર યુઝર્સને સોફ્ટવેર ડાઉનલોડ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને તેના દ્વારા 30 ક્રિપ્ટો વોલેટ્સ અને બ્રાઉઝર એક્સટેન્શનમાંથી ડેટા ચોરી શકે છે. આવી સ્થિતિમાં ક્રિપ્ટો યૂઝર્સે આ ચોરોથી સાવધાન રહેવાની જરૂર છે
પેનીવાઇઝ મલાવેર કેટલો જોખમી?
આ ક્રિપ્ટોકરન્સી માલવેર દ્વારા માત્ર હોટ વોલેટ જ નહીં પરંતુ કથિત રીતે Zcash, Armory, Bytecoin, Jaxx, Exodus, Ethereum, Electreum, Atomic Wallet, Guarda અને Coinomi જેવા કોલ્ડ વોલેટને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. સાયબર ઇન્ટેલિજન્સ કંપની સાયબલના જણાવ્યા અનુસાર, પેનીવાઇઝ માલવેર આગળ વધી રહેલો ખતરો છે.
ગત 30 જૂને બ્લોગ પોસ્ટમાં, સાયબલે પેનીવાઇઝને ચોરો દ્વારા મફત બિટકોઇન માઇનિંગ સોફ્ટવેર તરીકે ફેલાવવામાં આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું. યુટ્યુબ પર 80થી વધુ યુટ્યુબ વીડિઓઝ પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં માલવેર ડાઉનલોડ કરવાની લિંક્સ છે. યૂટ્યૂબ પર બિટકોઈન માઇનિંગ સોફ્ટવેરની શોધમાં રહેલા લોકો આ માલવેરનો શિકાર બની શકે છે. પેનીવાઇઝ 30થી વધુ ક્રોમ આધારિત બ્રાઉઝર્સ, 5 મોઝિલા આધારિત બ્રાઉઝર્સ, ઓપેરા અને માઇક્રોસોફ્ટ એજને ટાર્ગેટ કરે છે