Home /News /business /Crypto Tax : ક્રિપ્ટોકરન્સીની લેનદેનમાં એક જુલાઈથી કોણે આપવો પડશે TDS? જાણો શું કહે છે CBDT
Crypto Tax : ક્રિપ્ટોકરન્સીની લેનદેનમાં એક જુલાઈથી કોણે આપવો પડશે TDS? જાણો શું કહે છે CBDT
ક્રિપ્ટો ટ્રાંઝેક્શન પર આપવો પડશે TDS
આવકવેરા વિભાગની નિયંત્રક સંસ્થા CBDTએ જણાવ્યું હતું કે, "ઑફ-એક્સચેન્જ કરવામાં આવતા ડિજિટલ એસેટ ટ્રાન્ઝેક્શનમાં ખરીદદારે આવકવેરા કાયદાની કલમ 194S હેઠળ કર કાપવો જરૂરી છે." આ માટે જે તે વ્યક્તિએ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કાપવામાં આવેલ ટેક્સ ચૂકતે કરવામાં આવ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ મંગળવારે ક્રિપ્ટોકરન્સીમાં ટ્રાન્ઝેક્શન પર સ્પષ્ટતા કરી હતી. આવકવેરા વિભાગે મંગળવારે જણાવ્યું હતું કે ખરીદનાર અને વેચનાર બંનેએ ડિજિટલ એસેટ (VDA) અથવા ક્રિપ્ટોકરન્સીના બદલામાં તેમના સ્તરેથી TDS (સ્રોત પર કર કપાત) કાપવો પડશે. સીબીડીટીએ કહ્યું કે, આવકવેરા નિયમની કલમ 194S મુજબ, ખરીદનારને VDAના ટ્રાન્જેક્શનમાં ટેક્સ કાપવો પડશે.
આવકવેરા વિભાગની નિયંત્રક સંસ્થા CBDTએ જણાવ્યું હતું કે, "ઑફ-એક્સચેન્જ કરવામાં આવતા ડિજિટલ એસેટ ટ્રાન્ઝેક્શનમાં ખરીદદારે આવકવેરા કાયદાની કલમ 194S હેઠળ કર કાપવો જરૂરી છે." આ માટે જે તે વ્યક્તિએ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે કાપવામાં આવેલ ટેક્સ ચૂકતે કરવામાં આવ્યો છે.
CBDTએ એક ઉદાહરણ દ્વારા આ સમજાવવાનો પ્રયાસ કરતા કહ્યું કે જો 'A' VDAને 'B' VDAના બદલે આપવામાં આવે છે, તો આ સ્થિતિમાં બંને પક્ષો ખરીદનાર અને વેચનાર છે. CBDTએ કહ્યું કે, આ સંદર્ભમાં બંને પક્ષોએ VDA ટ્રાન્ઝેક્શનમાં ટેક્સ ચૂકવવો પડશે. બીજા પક્ષે આનો પુરાવો આપવો પડશે, જેથી કરીને બે VDAની અદલાબદલી કરી શકાય. જે બાદ બંને પક્ષોએ TDS સ્ટેટમેન્ટમાં ચલણ નંબર સાથે તેનો ઉલ્લેખ કરવાનો રહેશે.
ખરીદદારો માટે રાહત
નાંગિયા એન્ડરસન એલએલપીના પાર્ટનર સંદીપ ઝુનઝુનવાલાએ જણાવ્યું હતું કે સીબીડીટીએ ખરીદદાર માટે એ સુનિશ્ચિત કરવાની વ્યવસ્થા કરી છે કે વેચાણકર્તાએ રિટર્ન જાહેર કરતા પહેલા યોગ્ય ટેક્સ ચૂકવ્યો છે. તેમણે કહ્યું કે આ વ્યવસ્થા ખરીદદારો માટે રાહત છે. આવું ન થવા પર ખરીદદારોએ ટીડીએસનો ખર્ચ જાતે જ ઉઠાવવો પડતો અને વેચનાર પાસેથી વસૂલાત માટે કોઈ અવકાશ ન રહેતો.
1 જુલાઈથી વસૂલવામાં આવશે TDS
સીબીડીટીએ ગત અઠવાડિયે કહ્યું હતું કે એક્સચેન્જો દ્વારા VDA ટ્રાન્ઝેક્શન્સમાં 1 ટકા ટીડીએસ કાપવાની જવાબદારી મુખ્યત્વે એક્સચેન્જો પર રહેશે. નાણાંકીય વર્ષ 2022-23ના બજેટમાં ક્રિપ્ટોકરન્સી અથવા VDA પર TDS લાદવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જોગવાઈ 1 જુલાઈથી લાગુ થવા જઈ રહી છે.
આ વર્ષના બજેટમાં ક્રિપ્ટો એસેટ્સ પર આવકવેરો લાદવા અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. 1 એપ્રિલથી આવા ટ્રાન્ઝેક્શન્સ પર સેસ અને સરચાર્જ ઉપરાંત 30 ટકા આવકવેરો લાગે છે. ડિજિટલ ચલણમાં 10,000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1 ટકા TDS વસૂલવાનો પણ પ્રસ્તાવ હતો. આ 1 જુલાઈથી અમલમાં આવશે. નિર્ધારિત વ્યક્તિઓ માટે ટીડીએસની મર્યાદા વાર્ષિક રૂ. 50,000 છે. જેમાં વ્યક્તિઓ/હિંદુ અવિભાજિત પરિવારોનો સમાવેશ થાય છે. તેમને આવકવેરા કાયદા હેઠળ તેમના ખાતાઓનું ઓડિટ કરાવવાની જરૂર પડશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર