Home /News /business /વૈશ્વિક આર્થિક મંદીનાં કારણે વધુ એક કંપનીને પડ્યો ફટકો, 40% સ્ટાફની છટણી

વૈશ્વિક આર્થિક મંદીનાં કારણે વધુ એક કંપનીને પડ્યો ફટકો, 40% સ્ટાફની છટણી

કંપનીઓમાં છટણીઓનો દૌર

દેશની જાયન્ટ કંપનીઓને મંદીનો માર વાગી રહ્યો છે. હવે વધુ એક કંપનીએ પોતાનાં સ્ટાફને છૂટા કરવાનો નિર્ણય લીધો છે. એકસાથે 40 ટકા સ્ટાફને રજા આપી દેવામાં આવશે.

નવી દિલ્હી: આજકાલ સ્ટાર્ટઅપ્સ કંપનીઓમાં છટણીઓની મોસમ ચાલી રહી છે. એક પછી એક કંપનીઓ પોતાનાં કર્મચારીઓને રજા આપી રહી છે. એવામાં વધુ એક જાયન્ટ કંપનીનું નામ જોડાઈ ગયું છે. આ કંપની છે ક્રીપ્ટો એક્સચેન્જ કંપની વઝિરેક્સનું નામ પણ જોડાઈ ગયું છે. ક્રીપ્ટો એક્સચેન્જ પોતાના 40% સ્ટાફને રજા આપી દેશે તેવી માહિતી મળી છે.

40% સ્ટાફને છૂટા કરી દેશે 

કોરોનાકાળ બાદ ધીમા પડેલા અર્થતંત્રને રશિયા-યુક્રેન યુદ્ધ પછી વધુ એક મોટો ફટકો પડ્યો હતો અને હવે માત્ર ભારત જ નહીં દુનિયાભરમાં તેની અસર દેખાવાની શરૂ થઈ ગઈ છે. ઇકોનોમિક સ્લો ડાઉનની અસરના કારણે હવે ક્રીપ્ટો એક્સચેન્જ કંપની વઝિરેક્સ 40% સ્ટાફને છૂટા કરી દે તેવી માહિતી ભાર આવી છે.

45 દિવસ માટે થશે પગાર ચૂકવણી

જે કર્મચારીઓને ઓફર કરવામાં આવી હતી તેઓએ શુક્રવારે જાણ કરી હતી કે તેમને 45 દિવસ માટે ચૂકવણી કરવામાં આવશે, અને તેમને કામ પર જાણ કરવાની જરૂર રહેશે નહીં અને તેમની ઍક્સેસ પાછી ખેંચી લેવામાં આવી છે.

બિયર માર્કેટની પકડમાં ક્રિપ્ટો બજાર 

WazirX એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "વર્તમાન વૈશ્વિક આર્થિક મંદીને કારણે ક્રિપ્ટો માર્કેટ બિયર માર્કેટની પકડમાં છે. ભારતીય ક્રિપ્ટો ઉદ્યોગને કર, નિયમો અને બેંકિંગ ઍક્સેસના સંદર્ભમાં તેની આગવી સમસ્યાઓ છે. આના કારણે તમામ ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જોના વોલ્યુમમાં નેગેટિવ ઘટાડો થયો છે. "

ભારતના નંબર 1 એક્સચેન્જ તરીકે અમારી પ્રાથમિકતા છે કે આર્થિક સધ્ધર થઈએ અને ગ્રાહકોને સતત સારી સર્વિસ આપીએ. આ લક્ષ્ય હાંસલ કરવા માટે અમે સ્ટાફ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. કસ્ટમર સપોર્ટ, hr,મેનેજર અને ટીમ લીડર સહિત બીજા તમામ ડિપાર્ટમેન્ટમાથી સ્ટાફ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
First published:

Tags: Business, Crypto News, Cryptocurrency market

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો