Budget 2018: બિટકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી હવે ગેરકાયદેસર

  • Share this:
નાણામંત્રી અરૂણ જેટલી સંસદમાં બજેટ રજૂ કરી રહ્યાં છે. જેમાં નાણામંત્રીએ  બિટકોઈન જેવી ક્રિપ્ટોકરંસીઝને ગેરકાયદેસર જાહેર કરી છે. જેટલીએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર ક્રિપ્ટોકરંસીઝને ભારતમાં માન્યતા નહીં આપે.

મહત્વનું છે કે સરકાર અને આરબીઆઈ કેટલીય વાર બિટકોઈન અંગે ઘણી ચેતવણીઓ આપતી રહી છે. સરકારે બિટકોઈનની તુલના પોંજી સ્કીમ્સ સાથે પણ કરી હતી. બજેટમાં બિટકોઈન જેવી ક્રિપ્ટોકન્સીઝ પર જેટલીએ કહ્યું કે આ ગેરકાયદેસર છે અને આ નહીં ચાલે.

વર્ચ્યુઅલ કરન્સી બિટકોઈન અંગે લોકોમાં ઘણી ઉત્સુકતા દેખાઈ રહી છે. આવી પરિસ્થિતિમાં કેન્દ્ર સરકારે પહેલા પણ ચેતવણી આપી હતી. નિવેશકોને એલર્ટ કરતાં કહ્યું હતું કે આ સ્કીમમાં ન આકર્સિત ન થશો તે તમને કામ નહીં લાગે. આમાં નિવેશ કરવાના કારણે તમને અચાનક જ ભારે નુકશાન થઈ શકે છે અને તમારા પરસેવાની કમાણી એકદમ ડુબી જશે.
Published by:Kaushal Pancholi
First published: