Home /News /business /Aramco પર ડ્રોન હુમલા બાદ ક્રૂડ 10%થી વધુ મોંઘું થયું, ભારતમાં પણ પૅટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા

Aramco પર ડ્રોન હુમલા બાદ ક્રૂડ 10%થી વધુ મોંઘું થયું, ભારતમાં પણ પૅટ્રોલ-ડીઝલના ભાવ વધવાની શક્યતા

અરામકોના યૂનિટ બંધ થવાથી ક્રૂડની કિંમતોમાં લગભગ 10 ડૉલર (710 રૂપિયા) સુધીનો વધારો થઈ શકે છે

અરામકોના યૂનિટ બંધ થવાથી ક્રૂડની કિંમતોમાં લગભગ 10 ડૉલર (710 રૂપિયા) સુધીનો વધારો થઈ શકે છે

નવી દિલ્હી : સાઉદી અરબની સરકારી તેલ કંપની અરામકો (Aramco)ના બે મોટા ઠેકાણાઓ અબકીક અને ખુરૈસ ઓઇલ પ્લાન્ટ પર ડ્રોન હુમલા (Drone Attacks)થી ઓઇલ ઈન્ડસ્ટ્રી (Oil Industry)ને મોટો આંચકો લાગ્યો છે, જેની અરસ સમગ્ર દુનિયા પર પડી શકે છે. આ હુમલા બાદ કાચા તેલની કિંમત (Oil Prices Soar) છેલ્લા ચાર મહિનાના ઉચ્ચતર સ્તરે પહોંચી ગઈ. આંતરરાષ્ટ્રીય બજાર (International Market)માં સોમવારે કારોબારની શરૂઆતમાં બ્રેંટ ક્રૂડ 19 ટકા વધીને 71.95 ડૉલર પ્રતિ બૅરલ થઈ ગયું છે, જ્યારે અન્ય મુખ્ય બેન્ચમાર્ક, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ 15 ટકા વધીને 63.34 ડૉલર થઈ ગયો છે.

કાચા તેલ (Crude Oil)ના ભાવ વધ્યા બાદ ભારતમાં પણ પૅટ્રોલ અને ડીઝલ મોંઘા થવા નક્કી માનવામાં આવી રહ્યા છે. સીએનબીસી મુજબ, અરામકોના યૂનિટ બંધ થવાથી ક્રૂડની કિંમતોમાં લગભગ 10 ડૉલર (710 રૂપિયા) સુધીનો વધારો થઈ શકે છે.

આ પણ વાંચો, 3 ગણું મોંઘુ થઈ જશે Ola-Uberનું ભાડુ! સરકાર લાવી શકે છે નવો નિયમ

સાઉદી અરબના તેલ ઠેકાણાઓમાં ડ્રોન હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક ટ્વિટમાં કહ્યું કે, અમેરિકા જાણે છે કે અપરાધી કોણ છે અને તેનો જવાબ આપવા માટે પૂરી રીતે તૈયાર લોક એન્ડ લોડેડ છે. પરંતુ સાઉદી પાસેથી જવાબની રાહ જોઈ રહ્યા છીએ કે તેઓ કેવી રીતે આગળ વધવા માંગે છે.

તેલ ઉત્પાદન ફરી શરૂ કરવામાં લાગશે આટલો સમય

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મુસીબતને થોડી ઓછી કરવા માટે પોતાના ઇમરજન્સી ભંડારથી કાચા તેલને કાઢ્યું છે, ત્યારબાદ બજારને રાહત મળી છે અને કિંમતોમાં થોડો ઘટાડો આવ્યો છે. પરંતુ હજુ સાઉદી તેલ ઠેકાણાઓને પહેલાની જેમ તેલ ઉત્પાદન ફરી શરૂ કરવામાં થોડાક સપ્તાહ લાગી શકે છે. જોકે, સાઉદી અરામકોના અધ્યક્ષ અને સીઈઓ આમીર નાસિરે કહ્યું કે, ઉત્પાદન શરૂ કરવાનું કામ ચાલુ છે અને 48 કલાકમાં તેની પ્રગતિથી જોડાયેલી જાણકારી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પણ વાંચો, દર એક સેકન્ડમાં બે લાખની કમાણી કરે છે દુનિયાનો સૌથી પૈસાદાર વ્યક્તિ
First published:

Tags: Crude oil, Crude oil prices, Petrol and diesel, Saudi Aramco, ભારત