Home /News /business /Petrol Price Today : ક્રૂડ ઓઇલની કિંમત $114 પર પહોંચી, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે, જુઓ લેટેસ્ટ રેટ
Petrol Price Today : ક્રૂડ ઓઇલની કિંમત $114 પર પહોંચી, પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી વધશે, જુઓ લેટેસ્ટ રેટ
Petrol Price will increase
અગાઉ માર્ચ-એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં (Petrol-Diesel Rate) પ્રતિ લીટર 10.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
Today Petrol-Diesel Price : વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 114 ડોલર પર પહોંચી ગઈ છે, આ દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ પણ મંગળવારે પેટ્રોલ અને ડીઝલના નવીનતમ (Petrol-Diesel New Price) ભાવ જાહેર કર્યા છે. બજાર વિશ્લેષકોનું માનવું છે કે જો ક્રૂડના ભાવમાં વધારો ચાલુ રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. ઓઈલ કંપનીઓએ રવિવારે જ CNGના ભાવમાં વધારો કર્યો હતો, પરંતુ લગભગ 41 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખ્યા હતા.
અગાઉ માર્ચ-એપ્રિલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 10.20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. છેલ્લી વખત 6 એપ્રિલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. બ્રેન્ટ ક્રૂડની કિંમત હાલમાં પ્રતિ બેરલ 114 ડોલર છે અને જો તે આ ઊંચા સ્તરે રહેશે તો કંપનીઓ પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાનું દબાણ પણ વધશે.
- નોઈડામાં પેટ્રોલ 105.47 રૂપિયા અને ડીઝલ 97.03 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. - લખનૌમાં પેટ્રોલ 105.25 રૂપિયા અને ડીઝલ 96.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. - પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 91.45 રૂપિયા અને ડીઝલ 85.83 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે. - પટનામાં પેટ્રોલ 116.23 રૂપિયા અને ડીઝલ 101.06 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે. નવા દરો સવારે 6 વાગ્યાથી લાગુ થશે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આટલા ઉંચા જોવા મળી રહ્યા છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર