Home /News /business /

રશિયા- યુક્રેન યુદ્ધ વચ્ચે સારા સમાચાર, આ કારણે ઘટ્યા ક્રૂડ ઓઇલનાં ભાવ

રશિયા- યુક્રેન યુદ્ધ વચ્ચે સારા સમાચાર, આ કારણે ઘટ્યા ક્રૂડ ઓઇલનાં ભાવ

ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો

Crude oil prices: અમેરિકા અને ઇરાન વચ્ચે પરમાણુ સમજૂતી (Nuclear deal between the US and Iran)ની આશાને કારણે ક્રૂડ ઓઇલ (Crude Oil)નાં ભાવ ગુરુવારનાં દિવસે ઘટ્યાં હતાં. શુક્રવારે આજે ફરી તેમાં સામાન્ય ઉછાળો જોવા મળ્યો હતો.

  નવી દિલ્હી: Crude oil prices : અમેરિકા અને ઇરાનની વચ્ચે પરમાણુ સમજૂતી (Nuclear deal between the US and Iran)ની આશા વચ્ચે ગુરુવારે ક્રૂડ ઓઇલનાં ભાવમાં ઘટાડો થઇ ગયો છે. ગુરુવારે બ્રેન્ટ ક્રૂડ 112 ડોલર પ્રતિ બેલરની આસપાસ થઇ ગયો છે. જે 2013 બાદ સૌથી વધુ 119.84 છે. જોકે, શુક્રવારનાં શરૂઆતનાં સમયમાં ગુરુવારે જે ભાવ પર બંધ થયા હતાં તેનાં કરતાં સમાન્ય વધી હતી.

  શુક્રવારે 11.05 વાગ્યે ઇન્ટરકોંટિનેન્ટલ એક્સચેન્જ (ICI) પર બ્રેન્ટ ફઅયૂચરનું મે મહિનાનું કોન્ટ્રેક્ટ 112.16 ડોલર પર બિઝનેસ કરતું હતું. જે ગત ક્લોઝિંગથી 1.54% વધુ છે. NYMEX પર વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિએટ (WTI)ને એપ્રિલ કોન્ટ્રેક્ટ 2% વધી 109.82 ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે.

  જો યુદ્ધ રોકાયું તો શું? મેહતા ઇક્વિટીઝ લિમિટેડ (Mehta Equities Ltd)નાં વીપી ક્મોડિટીઝ રાહુલ કલંત્રીનું કહેવું છે કે, 'ક્રૂડ ઓઇલમાં ઉચ્ચ સ્તર પર સંકેત બાદ પ્રોફિટ બુકિંગ દેખાઇ. ઇરાનની સાથે સંયુક્ત રાજ્ય અમેરિકાની પરમાણું સમજૂતિ થઇ શકે છે. જો સોદો થાય છે તો, ઇરાની તેલ અંતરરાષ્ટ્રીય બજારોમાં પરત કરી શકે છે. અને નફાને સીમિત કરી શકે છે.'

  આ પણ વાંચો-BharatPe જ નહીં, આ વેબસાઇટ્સ પરથી પણ દૂર થઇ ગયું Ashneer Groverનું નામ

  ઇરાન દુનિયાને નવમું સૌથી મોટું તેલ ઉત્પાદક દેશ છે. પણ દેશનાં આર્થિક પ્રતિબંદને કારણે તેની ક્ષમતાની સરખામણીમાં ઓછું ઉત્પાદન થયું છે. જોકે, હાલમાં ચાલી રહેલાં જિઓ-પોલિટિકલ તાણ અને યુદ્ધને કારણે આવનારાં દિવસોમાં તેલનાં ભાવમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે.

  તેમણે કહ્યું કે, 'અમને આશા છે કે, આજનાં સત્રમાં ક્રૂડ ઓઇલનાં ભાવમાં ચઢાવ-ઉતાર રહેશે. અને જો રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ થશે તો તેલનાં ભાવમાં વધારો ચાલુ રહેશે.'

  આ પણ વાંચો-Gold Bond: અહીં સોનાની ખરીદી પર મળે છે 2,400 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ, આજે છે અંતિમ તક

  એક એક્સપર્ટનું ઓપિનિયન અલગ છે- કોટક સિક્યોરિટીઝ (Kotak Securities)માં કોમોડિટી રિસર્ચમાં હેડ રવીન્દ્ર રાવનું માનવું છે કે, રશિયા અને યુક્રેન (Russia-Ukraine)ની વચ્ચે અન્ય વાતચીત ગુરુવારનાં અત્યાધિક અસ્થિર તેલ બાજારનાં કંઇક શાંત કરી દીધુ છે. તેમણે કહ્યું કે, યુક્રેનનાં પરમાણું સંયંત્ર પર રશિયાનાં હુમલા બાદ રશિયા-યુક્રેન વચ્ચે સંઘર્ષ વધી ગયો છે. જેને કારણે શુક્રવારે ભાવમાં ફરી વધારો થયો છે.

  રાવે કહ્યું કે, 'એક અઠવાડિયામાં ક્રૂડ ઓઇલમાં 25%થી વધુ તેજી આવી છે અને બજારનાં ખેલાડીઓ હવે ચૂંટણી બાદ ભાવ વધશે તેવું આકલન કરી રહ્યાં છે. જ્યાં સુધી રશિયા-યુક્રેન વચ્ચે તણાવને ઓછી કરવાની વાત છે જ્યાં સુધી તેને ઓછા કરવાનાં પ્રયાસ કરવામાં આવતાં નથી. ત્યાં સુધી ભાવ વધતા રહે તેવી સંભાવના વધુ છે.'
  Published by:Margi Pandya
  First published:

  Tags: Crude price, Russia ukraine crisis, Russia ukraine war

  આગામી સમાચાર