પાણીથી સસ્તુ થયું ક્રૂડ ઓઈલ, 29 વર્ષનો સૌથી મોટો ઘટાડો

News18 Gujarati
Updated: March 21, 2020, 5:17 PM IST
પાણીથી સસ્તુ થયું ક્રૂડ ઓઈલ, 29 વર્ષનો સૌથી મોટો ઘટાડો
પ્રતિકાત્મક તસવીર

કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ વર્ષ 1991 બાદનો સૌથી મોટો ઘટાડો છે.

  • Share this:
કોરોનાના કારણે દુનિયાભરમાં મંદ પડેલી બિઝનેસ એક્ટિવિટીના કારણે ઘટેલી ડિમાન્ડ અને સાઉદી અરબ, ઈરાન અને રશિયા વચ્ચે પ્રાઈઝ વોરના ચાલતા કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ વર્ષ 1991 બાદનો સૌથી મોટો ઘટાડો છે. સીએનબીસી અનુસાર, ગત વર્ષે ક્રૂડની કિંમતોમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટી 27 ડોલર પ્રતિ બેરલ નીચે આવી ગયો છે. આ ભારે ઘટાડા બાદ ક્રૂડ ઑઈલ પાણીથી પણ સસ્તું થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનું 83 ટકાથી વધુનું ક્રૂ઼ડ ઑઈલની આયાત કરે છે અને તેના માટે દર વર્ષે 100 અરબ ડૉલર ખર્ચ કરવા પડે છે. નબળો રૂપિયો ભારતના આયાતનું બિલ વધારે છે અને સરકાર તેની વસૂલાત માટે ઉંચા ટેક્સ રાખે છે.

હાલના ભાવ પ્રમાણે એક બેરલ ક્રૂડ ઑઈલ ભારતીય રૂપિયા પ્રમાણે 2000 રૂપિયામાં પડે છે. એક બેરલમાં 159 લીટર હોય છે. જેના પ્રમાણે એક લીટર ક્રૂ઼ડ ઑઈલનો ભાવ 13 રૂપિયા પ્રતિ લીટરથી પણ ઓછો પડી રહ્યો છે. તો આપણા દેશમાં પેક પાણીની બોટલનો ભાવ જોઈએ તો, 20 રૂપિયા છે.

પહેલું કારણ - ભારતમાં પેટ્રોલ-ડિઝલ પર લાગતો ભારે ટેક્સ છે. હાલમાં પેટ્રોલપર 19.98 રૂપિયા એક્સાઈઝ ડ્યુટી લાગે છે. વેટ તરીકે 15.25 રૂપિયા વસુલવામાં આવે છે.

પેટ્રોલના ડીલરને 3.55 રૂપિયા કમિશન આપવામાં આવે છે. રાજ્યોમાં વેટના ભાવ અલગ હોય છે. આ રેન્જ 15 રૂપિયાથી લઈ 33-34 રૂપિયા સુધી છે. તેના કારણે દરેક રાજ્યોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ અલગ-અલગ હોય છે.

બીજુ કારણ નબળો રૂપિયો. ઈકોનોમીમાં વારંવાર ઘટાડા સાથે આપણો રૂપિયો પણ નબળો થઈ રહ્યો છે. ડિસેમ્બર 2015માં આપણે એક ડોલરના બદલે 64.8 રૂપિયા આપીએ છીએ. પરંતુ હવે તે 74 રૂપિયાથી વધારે થઈ ગયો છે.
First published: March 21, 2020
વધુ વાંચો
अगली ख़बर