અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ થયું તો ભારતમાં આટલું મોંઘુ થશે પેટ્રોલ !

News18 Gujarati
Updated: June 20, 2019, 8:11 PM IST
અમેરિકા-ઇરાન વચ્ચે યુદ્ધ થયું તો ભારતમાં આટલું મોંઘુ થશે પેટ્રોલ !
ઇરાનની સીમામાં હવામાં વાર કરનારી એક મિસાઇલે સ્ટ્રેટ ઓફ હોર્મૂજની ઉપર ઇન્ટરનેશનલ એરસ્પેસમાં અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું જેનાથી બંને દેશ વચ્ચે તણાવ વધ્યો.

ઇરાનની સીમામાં હવામાં વાર કરનારી એક મિસાઇલે સ્ટ્રેટ ઓફ હોર્મૂજની ઉપર ઇન્ટરનેશનલ એરસ્પેસમાં અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું જેનાથી બંને દેશ વચ્ચે તણાવ વધ્યો.

  • Share this:
દુનિયાના શક્તિશાળી દેશમાં એક અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇરાને અમેરિકન સૈનિકનું એક ડ્રોન તોડી પાડ્યું છે. આ સમાચારથી ઇન્ટરનેશનલ ક્રૂડ એટલે કે કાચા તેલની કિંમતમાં ધરખમ વધારો થયો છે. થોડી જ મિનિટોમાં કૂડની કિંમત 3 ટકા વધી ગઇ. જો બંને દેશ વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ તો કાચા તેલની કિંમતમાં 10 ટકા સુધીનો વધારો થશે, જેની સીધી અસર ભારત જેવા અલ્પવિક્સિત દેશને થશે.

ક્રૂડની કિંમત 10 ટકા વધશે તો ભારતમાં પેટ્રોલ-ડિઝલની કિંમતમાં 8 ટકા સુધીનો વધારો આવશે, જેનાથી દેશમાં મોંઘવારી વધશે અને આર્થિક ગ્રોથ પર નેગેટિવ અસર થશે, અત્રે ઉલ્લેખનીય છે કે ઇરાનના સૌથી મોટા તેલના ગ્રાહક ભારત અને ચીન છે. ભારત-ચીન બાદ કાચા તેલની સૌથી વધુ ખરીદી કરે છે. ભારત ઇરાન પાસેથી રોજનું અંદાજે 4.5 લાખ બેરલ કાચા તેલની ખરીદી કરે છે.

અહીં ક્લિક કરી વાંચોઃ રૂ. 2 લાખ દર મહિને કમાણીનો Hit ફોર્મ્યૂલા , શરૂ કરો આ બિઝનેસ

અમેરિકન અધિકારીના જણાવ્યા પ્રમાણે ઇરાનની સીમામાં હવામાં વાર કરનારી એક મિસાઇલે સ્ટ્રેટ ઓફ હોર્મૂજની ઉપર ઇન્ટરનેશનલ એરસ્પેસમાં અમેરિકન ડ્રોનને તોડી પાડ્યું છે. તો ઇરાનના રિવોલ્યૂશનરી ગાર્ડ્સે કહ્યું કે ડ્રોન દક્ષિણ ઇરાન પર ઉડી રહ્યું હતું.

દુનિયાભરની અર્થવ્યવસ્થામાં ઘટાડાની ચિંતાને કારણે કાચા તેલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે, બ્રેંટ ક્રૂડ એપ્રિલમાં 2019ની શરૂઆતમાં 75 ડોલર પ્રતિ બેરલ પહોંચી ગયું હતું. પરંતુ ત્યારબાદ કિંમત ઘટી 60 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું.

જો કે એક્સપર્ટ્સનું કહેવું છે કે તણાવ વધવાથી ક્રૂડની કિંમતમાં 10 ડોલર સુધી ઉછાળો આવી શકે છે. જેનો અર્થ થાય છે કે કિંમત ફરીથી 70 ડોલર પ્રતિ બેરલની ઉપર પહોંચી જશે.
Published by: Sanjay Vaghela
First published: June 20, 2019, 8:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading