રાહતઃ ક્રુડ ઓઇલ ઉંચકાયુ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે!

Parthesh Nair | IBN7
Updated: September 16, 2015, 8:05 PM IST
રાહતઃ ક્રુડ ઓઇલ ઉંચકાયુ છતાં પેટ્રોલ-ડીઝલના ભાવ નહીં વધે!
નવી દિલ્હી#વૈશ્વિક બજારોમાં કાચા તેલની કિંમતોમાં તેજી દેખાતા પેટ્રોલની કિંમત એક રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 2.28 રૂપિયા પ્રતિ લીટરમાં વધારો આવશ્યક બની ગયું છે. પરંતુ જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ કથિત રીતે બિહારમાં વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં કિંમતમાં વધારો ટળ્યો છે.

  • IBN7
  • Last Updated: September 16, 2015, 8:05 PM IST
  • Share this:
નવી દિલ્હી#વૈશ્વિક બજારોમાં કાચા તેલની કિંમતોમાં તેજી દેખાતા પેટ્રોલની કિંમત એક રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 2.28 રૂપિયા પ્રતિ લીટરમાં વધારો આવશ્યક બની ગયું છે. પરંતુ જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓએ કથિત રીતે બિહારમાં વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખતાં કિંમતમાં વધારો ટળ્યો છે.

જાહેર ક્ષેત્ર કંપની આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલને આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સંશોધન કરવાનું હતુ. પરંતુ કંપનીઓએ આ વખત કિંમતમાં પુનરાવર્તનથી અવગણી કરી હતી. આ કંપનીઓ માંથી એક કંપનીના અધિકારીએ કહ્યું કે, આ અઠવાડિયે રિટેલ ભાવમાં કોઇ ફેરફાર નહીં કરવામાં આવે. જો કે, આ અંગે તેમણે કોઇ કારણ જણાવ્યું ન હતુ.

ઉદ્યોગ ક્ષેત્રના સૂત્રોએ જણાવ્યું કે, ગેસોલિનની સરેરાશ કિંમત, જેને ભારતમાં બેન્ચમાર્ક માનવામાં આવે છે, આ મહિને વધીને 61.42 ડોલર પ્રતિ બેરલ પહોંચી છે, જે ઓગષ્ટના બીજા અઠવાડિયામાં 60.15 ડોલર હતી. એક થી 15 સપ્ટેમ્બર દરમિયાન ડોલરના સામે રૂપિયાની સરેરાશ વિનિમય દર 66.37 રૂપિયા પ્રતિ ડોલર પર હતી, જે પાછલા અઠવાડિયામાં 65.70 પર હતી.

આ બન્ને પ્રભાવને ધ્યાનમાં રાખવાથી રિફાઇનરી ગેટમાં પેટ્રોલની કિંમત 79 પૈસા પ્રતિ લીટર વધુ વધે છે અને તેમાં ટેક્સને જોડી દેવામાં આવે તો દિલ્હીમાં પેટ્રોલ પંપમાં નેટ ભાવ વધારો 98 પૈસા પ્રતિ લીટર બેસે છે. આજ રીતે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ડીઝલના કિંમતોમાં 56.55 ડોલર પ્રતિ બેરલથી વધીને 60.78 ડોલર પર પહોંચી ગઇ છે અને વિદેશી ચલણ વિનિમય દરને સાથે લઇએ તો રિફાઇનરી ગેટ ભાવ 2 રૂપિયા પ્રતિ લીટર વધુ બેસે છે. ટેક્સને જોડવાથી દિલ્હીમાં પેટ્રોલ પંપમાં ભાવ 2.28 રૂપિયા પ્રતિ લીટર વધુ બેસે છે.

બિહાર વિધાનસભા ચૂંટણી 12 ઓક્ટોબરથી શરૂ થઇ રહી છે. જેને કેન્દ્રની બીજેપી ગઠબંધન સરકારની લોકપ્રિયતાની પ્રમુખ પરિક્ષા માનવામાં આવે છે.
First published: September 16, 2015, 8:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading