Home /News /business /Crude oil price: ક્રૂડનો ભાવ સાત વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, શું ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે?

Crude oil price: ક્રૂડનો ભાવ સાત વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, શું ફરીથી પેટ્રોલ-ડીઝલની કિંમત વધશે?

ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે?

Crude Price Hike : દુનિયાભરના અર્થતંત્રોમાં ગતિ આવી રહી છે તેમ તેમ કાચા તેલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે. જે બાદમાં પેટ્રોલ-ડીઝલના ભાવ (Petrol-Diesel price)ને સ્થિર રાખવાનું કામ મુશ્કેલ બનશે.

    નવી દિલ્હી: વૈશ્વિક રાજનીતિમાં હલચલ અને કોરોના વેરિઅન્ટ ઓમિક્રોન (Omicron)ને લઈને ચિંતા ઊભી થઈ હોવાની સાથે સાથે કાચા તેલ (Crude Oil price)ની કિંમતો સતત વધી રહી છે. હાલ ક્રૂડ ઓઇલનો ભાવ વધીને 87 ડૉલર પ્રતિ બેરલ થયો છે. આ સાથે ક્રૂડ ઓઇલનો ભાવ સાત વર્ષની સર્વોચ્ચ સપાટી પર (Crude oil price at 7 year high) પહોંચી ગયો છે. અઠવાડિયાના આધારે સતત પાંચમા અઠવાડિયે કાચા તેલના ભાવમાં વધારો થયો છે. ઓક્ટોબર 2014 પછી કાચા તેલની કિંમત પ્રથમ વખત રેકોર્ડ સ્તર પર પહોંચી છે.

    આ મામલે નિષ્ણાતોનું કહેવું છે કે હાલ કાચા તેલની માંગ ખૂબ વધારે છે, તેની સામે પુરવઠો પુરતો નથી. આ કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં વેપારની પ્રવૃત્તિઓ વધતા ભવિષ્યમાં પણ કાચા તેલની કિંમત વધી શકે છે. જે બાદમાં ભારત સરકાર માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ (Petrol-Diesel price) સ્થિર રાખવાનું કામ મુશ્કેલ બની શકે છે. આ કારણે ગ્રાહકોને પણ ફરીથી ઝટકો લાગી શકે છે.

    ભાવ વધારા પાછળ કારણ

    યમનના હૂતી વિરોધીઓેએ 17 જાન્યુઆરી 2022ના રોજ અબૂધાબીમાં તેલ ટેન્ક બ્લાસ્ટ કર્યો હતો. જેમાં ત્રણ નાગરિકનાં મોત થયા છે. આ હુમલો ડ્રોનની મદદથી કરવામાં આવ્યો હતો. આ મહિને હૂતી વિદ્રોહીઓને આ બીજો હુમલો છે. હૂતી વિદ્રોહીઓ કાચા તેલનું ઉત્પાદન અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ઘટના બાદ કાચા તેલની કિંમત વધી રહી છે.

    ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો

    ક્રૂડ ઓઇલની કિંમત 1 ડિસેમ્બર, 2021ના રોજ 69 ડૉલર પ્રતિ બેરલ હતી. ફક્ત છ અઠવાડિયામાં ભાવમાં 25 ટકાનો વધારો થયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલના ઉત્પાદનની ક્ષમતામાં ઝડપથી વધારો થાય તેવી કોઈ શક્યતા નથી. ઉત્પાદન વધારવા માટે કોઈ રોકાણ પણ નથી થઈ રહ્યું. ઓમિક્રોનને પગલે સંકટના વાદળો ઘેરાયા છે. આથી ભવિષ્યમાં માંગ ઝડપથી વધી શકે છે.

    ક્રૂડ ઓઇલની કિંમત કેટલી થઈ શકે?

    મોર્ગન સ્ટેનલી (Morgan Stanley)નું અનુમાન છે કે આ વર્ષના ત્રીજા ત્રિમાસિક દરમિયાન ભાવ 90 ડૉલર પ્રતિ બેરલ થઈ શકે છે.

    આ પણ વાંચો: રેકોર્ડ હાઈ સપાટીથી ખૂબ સસ્તું મળી રહ્યું છે સોનું, જાણો આજનો ભાવ

    આવી રીતે બગડી શકે છે સરકારનું બજેટ

    અંદાજ પ્રમાણે જો કાચા તેલની કિંમતમાં 10 ડૉલર પ્રતિ બેરલનો વધારો થાય છે તો તેનાથી રાજકોષીય ખાધમાં 10 આધાર આંકડાનો વધારો થઈ શકે છે. ભારત મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલની આયાત કરે છે. ક્રૂડ ઓઇલની આયાત વધવાની સાથે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) પણ વધે છે. આ સાથે જ મોંઘવારી પણ વધે છે. જેના પગલે આરબીઆઈના નીતિગત વ્યાજદરોને વધારે ઉદાર બનાવવાનું મુશ્કેલ બનશે. આયાત બિલ વધતા ડૉલર રિઝર્વ ઘટશે, જેનાથી રૂપિયો નબળો પડશે. આ રીતે કાચા તેલની કિંમતમાં વધારો સરકારની બેલેન્સશીટને બગાડી શકે છે.

    દેશના વિવિધ શહેરમાં પેટ્રોલની કિંમત (Petrol-Diesel price, 18-01-2022)

    >> Delhi પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Mumbai પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Chennai પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા અને ડીઝલ 91.43 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Kolkata પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Lucknow પેટ્રોલની કિંમત 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર છે.

    >> Gandhinagar પેટ્રોલની કિંમત 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે.

    > Port Blair પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર છે.

    આ પણ વાંચો: હ્યુન્ડાઈએ પેટ્રોલ-ડીઝલ એન્જિન વિકસાવવાનું બંધ કર્યું, ફક્ત ઇલેક્ટ્રિક વાહનો પર કેન્દ્રિત કરશે ધ્યાન

    ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલની કિંમત (Petrol-Diesel price in Gujarat)

    Ahmedabad: પેટ્રોલની કિંમત 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર છે.

    Surat: પેટ્રોલની કિંમત 94.97 રૂપિયા અને ડીઝલ 89.00 રૂપિયા પ્રતિ લીટર છે.

    Vadodara: પેટ્રોલની કિંમત 94.67 રૂપિયા અને ડીઝલ 88.69 રૂપિયા પ્રતિ લીટર છે.

    Rajkot: પેટ્રોલની કિંમત 94.83 રૂપિયા અને ડીઝલ 88.87 રૂપિયા પ્રતિ લીટર છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Diesel, Oil, Petrol

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन