Home /News /business /Petrol Prices Today: 7 વર્ષનાં રેકોર્ડ સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમત, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ

Petrol Prices Today: 7 વર્ષનાં રેકોર્ડ સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમત, જાણો આજનો પેટ્રોલ-ડીઝલનો ભાવ

પેટ્રોલ ડિઝલનોઆજનો ભાવ

Petrol Prices Today: ગુજરાતનાં અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 95.13 રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.12 રૂપિયા પ્રતિલીટર છે. આપને જણાવી દઇએ કે ક્રૂડ ઓઇલનાં ભાવમાં 4 નવેમ્બર 2021થી કોઇ બદલાવ થયો નથી. આસમયે કેન્દ્ર સરકારે પેટ્રોલની ઉત્પાદ શુલ્ક 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. કહેવાય છે કે, રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને મોંઘવારીને જોતા સરકારે ઇંધણનાં ભાવ વધારતાં અચકાઇ રહી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનાં ભાવ રેકોર્ડ સ્તર પર છે, બ્રેન્ટ ક્રૂડ 93 ડોલર પ્રતિ બેરલથી મોંઘુ થઇ ગયુ છે. પણ મોંધુ થતા ક્રૂડની વચ્ચે પેટ્રોલ અને ડીઝલનાં ભાગ ગત ત્રણ મહીનાથી સ્થિર છે. આજે મંગળવારે પણ IOCL દ્વારા પેટ્રોલ, ડીઝલનાં નવાં રેટ જારી કરી દેવામાં આવ્યાં છે. રાહતની વાત એ છે કે, આજનાં ભાવમાં પણ કોઇ વધારો કરવામાં આવ્યો નથી.

    ગુજરાતનાં અમદાવાદમાં આજે પેટ્રોલનો ભાવ 95.13 રૂપિયે પ્રતિ લીટર અને ડીઝલનો ભાવ 89.12 રૂપિયા પ્રતિલીટર છે. આપને જણાવી દઇએ કે ક્રૂડ ઓઇલનાં ભાવમાં 4 નવેમ્બર 2021થી કોઇ બદલાવ થયો નથી. આસમયે કેન્દ્ર સરકારે પેટ્રોલની ઉત્પાદ શુલ્ક 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડી હતી. કહેવાય છે કે, રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને મોંઘવારીને જોતા સરકારે ઇંધણનાં ભાવ વધારતાં અચકાઇ રહી છે.

    દેશનાં ચાર મહાનગર સહિત મુખ્ય શહેરોમાં આજનો ભાવ
    -દિલ્હી પેટ્રોલ - 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર
    -મુંબઇમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર
    -ચેન્નઇ પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 9143 રૂપિયા પ્રતિ લીટર
    -કોલકત્તા પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર
    -ગાંધીનર પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર
    -અમદાવાદ પેટ્રોલ 95.13 રૂપિયા અને ડીઝલ 89.12 રૂપિયા પ્રતિ લીટર
    -લખનઉ પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર
    -પોર્ટ બ્લેયર પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર

    આ પણ વાંચો-Cryptocurrency prices today: ક્રિપ્ટો માર્કેટમાં ઉછાળો, Shiba Inu 34.86% વધ્યો

    દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ-
    દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યે જ નવાં રેટ્સ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચાર્જ જોડાયા બાદ તેનો ભાવ બમણોથઇ જાય છે.

    આ પણ વાંચો-28 ફેબ્રુઆરી પહેલાં પતાવી લેજો આ કામ, નહીં તો દર મહિને મળતી સુવિધાઓ અટકી જશે

    આ રીતે જાણી શકો છો આજનો તાજા ભાવ-
    પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ SMS દ્વારા પણ જાણી શકો છે. (How to check diesel petrol price daily) ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો. તો, HPCLનાં ગ્રાહકો HPPrice લખી 9222201122 નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો.

    ક્રૂડ ઓઇલ- ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલ (Crude Oil)નાં આંતરરાષ્ટ્રીય ભાવમાં 93 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડ ઓઇલનો આ રેટ ગત સાત વર્ષમાં હાઇએસ્ટ છે. જેમાં તેજીની આશંકા જતાવવામાં આવી રહી છે. માંગની સરખામણીએ ઓછી ગ્લોબલ સપ્લાય રશીયા અને પશ્ચિમી દેશ વચ્ચે વધતો તણાવ અને અમેરિકામાં ખરાબ હવામાનને કારણે ક્રૂડનાં ભાવ સતત વધી રહ્યાં છે.

    એક્સપર્ટ્સનું કહેવું છે કે, મજબૂત ડિમાન્ડને જોતા જલદી જ ક્રૂડનાં ભાવ 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. ફક્ત આ વર્ષે તેનો ભાવ આશરે 20 ટકા વધ્યો છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Crude oil price, Diesel Price, Petrol price

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन