પાણીથી પણ સસ્તુ થયું કાચું ક્રૂડ ઓઇલ, ભારતને આ ફાયદા થશે

News18 Gujarati
Updated: March 31, 2020, 6:22 PM IST
પાણીથી પણ સસ્તુ થયું કાચું ક્રૂડ ઓઇલ, ભારતને આ ફાયદા થશે
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 18 વર્ષના તળિયે પહોંચી (Crude Oil Price down)ગઈ છે. કિંમત આશરે સાત ટકા ઘટીને 20.09 ડૉલર પ્રતિ બેરલ થઈ છે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસને કારણે (Coronavirus Impact) દુનિયામાં આર્થિક ગતિવિધિ ઠપ થઈ ગઈ છે. આ જ કારણે ક્રૂડ કાચા ઓઇલની માંગ ઓછી થઈ ગઈ છે. માંગ ઘટવાની સીધી અસર કિંમત પર પડી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 18 વર્ષના તળિયે પહોંચી (Crude Oil Price down)ગઈ છે. કિંમત આશરે સાત ટકા ઘટીને 20.09 ડૉલર પ્રતિ બેરલ થઈ છે. આ ઘટાડા બાદ કાચા તેલની કિંમત પાણી જેટલી થઈ ગઈ છે. નોંધનીય છે કે ભારત પોતાની જરૂરિયાતનું 83 ટકા કાચું તે આયાત (Import) કરે છે. આ માટે દર વર્ષે 100 અબજ ડૉલર ચૂકવવા પડે છે. રૂપિયો તૂટે છે ત્યારે ભારતનું આયાત બિલ વધી જાય છે. જે બાદમાં સરકાર તેને સરભર કરવા માટે ટેક્સમાં વધારો કરે છે.

પાણીથી પણ સસ્તુ થયું કાચું તેલ

એક લીટર કાચા તેલની કિંમત એક બોટલ પાણીની કિંમત કરતા પણ ઓછી થઈ ગઈ છે. હાલની કિંમત પ્રમાણે એક બેરલ કાચું તેલ ભારતને 1500 રૂપિયામાં પડી રહ્યું છે. એક બેરલમાં 159 લીટર કાચું તેલ હોય છે. આ રીતે એક લીટરની કિંમત 9.43 રૂપિયા થાય છે. જ્યારે દેશમાં એક લીટર પાણીની બોટલની કિંમત લગભગ 20 રૂપિયાની અસપાસ છે.

આ પણ વાંચો :  ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવા RBIની 3 મહિનાની છૂટ લેવાનો વિચાર બિલકુલ ફાયદાનો સોદો નથી!

દુનિયાભરમાં કાચા તેલના ભાવમાં ઘટાડો

બ્રેન્ટ ક્રૂડ કે જે દુનિયામાં કાચ તેલનો બેન્ચમાર્ક છે તેમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જે 13 ટકા તૂટીને 21.65 ડૉલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયો છે. જે તેના 18 વર્ષની સૌથી નીચી સપાટી છે. સોમવારે બજાર બંધ થતી વખતે બ્રેન્ટ ક્રૂડ 22.76 ડૉલર પર અટક્યો હતો. જે 2002 બાદ સૌથી નીચલું સ્તર છે.આ પણ વાંચો : કોરોનાના કહેર અને લૉકડાઉન વચ્ચે સિંગતેલના ભાવમાં ડબ્બે 180થી 200 રૂપિયાનો વધારો

ભારતને શું ફાયદા થશે?

કોટક ઇન્સ્ટીટ્યૂશનલ ઇક્વિટિઝ રિસર્ચના કહેવા પ્રમાણે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટના તેના અનેક ફાયદા થાય છે જેમ કે...

કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ : કાચા તેલના ભાવમાં ઘટાડાને કારણે કરન્ટ એકાઉન્ટ ડિફિસિટમાં અડધા ટકાનો ઘટાડો થઈ શકે છે. ક્રૂડ પ્રાઇસમાં દર 10 ડૉલર પ્રતિ બેરલના ઘટાડા પર કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ 15 અબજ ડૉલર ઘટશે.

આ પણ વાંચો : શું તમને મળશે લોનની EMI પર છૂટ! જાણો બેંકો તરફથી જાહેર કરાયેલા નિયમો વિશે

મોંઘવારી : ક્રૂડ ઓઇલમાં 10 ડૉલર પ્રતિ બેરલના ઘટાડાથી મોંઘવારીમાં 0.3 ટકાનો ઘટાડો થાય છે. વાહન, વિમાન, સિમેન્ટ, ઉપભોક્તા કંપનીઓ, સિટી ગેસ કંપની, તેલ માર્કેટિંગ કંપની, પેઇન્ટ્સ કંપનીને ફાયદો થાય છે. આ ઉપરાંત વાહન રાખવાનો ખર્ચ ઘટશે. વિમાની કંપનીઓને ફાયદો થશે. કારણ કે આ કંપનીના સંચાલનમાં સૌથી મોટો ખર્ચ ઇંધણ હોય છે.

પેટ-કોકની કિંમત ઘટવાને કારણે સિમેન્ટ ઉદ્યોગને ફાયદો થશે. પેકિજિંગનો ખર્ચ ઓછો આવવાને કારણે ઉપભોક્તા કંપનીઓને પણ ફાયદો થશે. ગેસની કિંમત ઘટવાને કારણે ગેસ કંપનીઓને ફાયદો થશે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓને માર્કેટિંગમાં વધારે કમિશન મળશે. પેઇન્ટ્સ કંપનીઓને પણ ફાયદો થશે.

નોંધનીય છે કે કાચા તેલની કિંમત ઘટવાને કારણે ફાયદાની સાથે સાથે નુકસાન પણ થાય છે. રિસર્સ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ક્રૂડની કિંમત ઘટવાને કારણે રાજ્ય સરકારોને નુકસાન થશે. રાજ્યોને પેટ્રોલિયમ વેટથી થતી આવકમાં ઘટાડો થશે. આ કારણે રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારી શકે છે.
First published: March 31, 2020, 6:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading