Petrol Diesel Prices Today: રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધની (Russia Ukraine War)આશંકાઓને જોતા ક્રૂડનાં ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 95 ડોલર પ્રતિ બેરલની આસ-પાસ ટ્રેન્ડ કરી રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે, દેશમાં પેટ્રોલ- ડીઝલનાં ભાવ સ્થિર છે. IOCLએ આજે મંગળવારનાં ફ્યૂલ પ્રાઇઝ જાહેર કર્યાં છે આજે પણ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.
ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઇલનો ભાવ સાત વર્ષમાં સૌથી વધારે નોંધાયો છે. રશિયા-યૂક્રેન વચ્ચે યુદ્ધની (Russia Ukrain War)આશંકાઓને જોતા ક્રૂડનાં ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. બ્રેન્ટ ક્રૂડ 95 ડોલર પ્રતિ બેરલની આસ-પાસ ટ્રેન્ડ કરી રહ્યો છે. જોકે, રાહતની વાત એ છે કે, દેશમાં પેટ્રોલ-ડીઝલાં ભાવ (Petrol Diesel Prices Today) સ્થિર છે. IOCLએ આજે મંગળવારનાં ફ્યૂલ પ્રાઇઝ જાહેર કરી છે. આજે પણ ભાવમાં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી.
સરકારી ઓઇલ કંપનીઓ તરફથી પેટ્રોલ-ડીઝલનાં ભાવ દેશનાં ચાર મહાનગરો દિલ્હી, મુંબઇ સહિત તમામ ક્ષેત્રમાં પણ સ્થિર છે. ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર, વડોદરા અને સુરતમાં પણ પેટ્રોલ ડીઝલનાં ભાવ સ્થિર છે. ગુજરાતનાં પાટનગર ગાંધીનર પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે અમદાવાદમાં પેટ્રોલ 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટરનાં ભાવે વેચાઇ રહ્યું છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 95.41 રૂપિયે અને ડીઝલ 86.67 રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે. મુંબઇમાં પેટ્રોલનાં ભાવ સૌથી વધુ 110 રૂપિયાની આસપાસ છે.
દેશનાં ચાર મહાનગર સહિત મુખ્ય શહેરોમાં આજનો ભાવ -દિલ્હી પેટ્રોલ - 95.41 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર -મુંબઇમાં પેટ્રોલ 109.98 રૂપિયા અને ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટર -ચેન્નઇ પેટ્રોલ 101.40 રૂપિયા અને ડીઝલ 9143 રૂપિયા પ્રતિ લીટર -કોલકત્તા પેટ્રોલ 104.67 રૂપિયા અને ડીઝલ 89.79 રૂપિયા પ્રતિ લીટર -ગાંધીનર પેટ્રોલ 95.35 રૂપિયા અને ડીઝલ 89.33 રૂપિયા પ્રતિ લીટર -અમદાવાદ પેટ્રોલ 95.11 રૂપિયા અને ડીઝલ 89.11 રૂપિયા પ્રતિ લીટર -બેંગલુરુ પેટ્રોલ 100.58 રૂપિયા અને ડીઝલ 85.01 રૂપિયા પ્રતિ લીટર -લખનઉ પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 86.80 રૂપિયા પ્રતિ લીટર -પટના પેટ્રોલ 82.96 રૂપિયા અને ડીઝલ 77.13 રૂપિયા પ્રતિ લીટર
મોંધા ક્રૂડ ઓઇલને કારણે વધી સમસ્યા ક્રૂડ ઓઇલ ગત વર્ષ કરતાં અત્યાર સુધીમાં 30 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. 2021ની શરૂઆતમાં વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલની આસપાસ હતો. જે આ મહિનાનાં અંત સુધીમાં 100 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી જશે. સામાન્ય રીતે ક્રૂડ ઓઇલમાં 10 ડોલરની તેજીથી અર્થવ્યવસ્થાનાં વિકાસ દરમાં 0.33 ટકાનો ઘટાડો આવે છે. આ મહિનાનાં અંત સુધીમાં ક્રૂડ ઓઇલમાં 30 ડોલર પ્રતિ બેરલ સુધીનો વધારાનાં દરે આશરે એક ટકાનો ઘટાડો આવ્યો છે. જેની અસર ચારેય તરફ જોવા મળી રહી છે.
" isDesktop="true" id="1179510" >
દરરોજ સવારે 6 વાગ્યે બદલાય છે ભાવ-
દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યે જ નવાં રેટ્સ લાગૂ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચાર્જ જોડાયા બાદ તેનો ભાવ બમણોથઇ જાય છે.
આ રીતે જાણી શકો છો આજનો તાજા ભાવ-
પેટ્રોલ ડીઝલનાં રોજનાં ભાવ આપ SMS દ્વારા પણ જાણી શકો છે. (How to check diesel petrol price daily) ઇન્ડિયન ઓઇલનાં કસ્ટમર RSP લખી 9224992249 નંબર પર અને BPCL ગ્રાહકો RSP લખી 9223112222 નંબર પર મોકલી જાણકારી મેળવી શકો છો. તો, HPCLનાં ગ્રાહકો HPPrice લખી 9222201122 નંબર પર મોકલી ભાવ મેળવી શકો છો.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર