Home /News /business /Credit Card Tips: ક્રેડિટ કાર્ડનો ઉપીયોગ કરતા લોકોએ આ 3 ભૂલો ન કરવી, થઇ શકે છે મોટું નુક્સાન
Credit Card Tips: ક્રેડિટ કાર્ડનો ઉપીયોગ કરતા લોકોએ આ 3 ભૂલો ન કરવી, થઇ શકે છે મોટું નુક્સાન
(પ્રતિકાત્મક તસવીર)
Credit Card Tips: સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ મર્યાદાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. આ તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ કંપનીઓ 30 ટકાથી ઉપરના ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયોને દેવાની નિશાની માને છે.
નવી દિલ્હી: જો દેશમાં ક્રેડિટ કાર્ડ (Credit Card)નો ઉપયોગ વધી રહ્યો છે, તો ચોક્કસપણે તેમાં ભૂલની શક્યતાઓ પણ વધી રહી છે. જો તમે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરશો તો તે ફાયદાકારક બને છે. જોકે, જો તમે તેનો બેજવાબદારીપૂર્વક ઉપયોગ કરો છો તો તમે દેવાની જાળમાં ફસાઈ શકો છો. જો તમે પણ તેનો ઉપયોગ કરો છો તો જાણો કઇ ભૂલો તમને ભારે પડી શકે છે.
ATMથી રોકડ ઉપાડવી
ક્રેડિટ કાર્ડ દ્વારા ATMમાંથી રોકડ ઉપાડવાનું ટાળવું જોઈએ. ખરેખરમાં ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવા પર ક્રેડિટ પીરિયડ મળતો નથી. તમારા કાર્ડ પર વસૂલવામાં આવેલ વ્યાજ દર એટીએમમાંથી પૈસા ઉપાડવાના દિવસથી શરૂ થાય છે.
સંપૂર્ણ ક્રેડિટ કાર્ડ મર્યાદાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ. આ તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે. સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડ કંપનીઓ 30 ટકાથી ઉપરના ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયોને દેવાની નિશાની માને છે. ખરેખરમાં ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો (CUR) ક્રેડિટ સ્કોર પર મોટી અસર કરે છે. તમારો ક્રેડિટ ઉપયોગ ગુણોત્તર તમે તમારા ક્રેડિટ કાર્ડનો કેટલો ઉપયોગ કરો છો તેના પર આધાર રાખે છે.
માત્ર મિનિમમ એમાઉન્ટ ડ્યૂનું પેમેન્ટ કરવું
જ્યારે કાર્ડધારકો માત્ર લઘુત્તમ બાકી રકમ ચૂકવે છે ત્યારે તેમને વિલંબિત ચુકવણી ચાર્જ ચૂકવવાની જરૂર નથી. લઘુત્તમ બાકી રકમ વપરાશકર્તાઓના બાકી બિલની થોડી ટકાવારી (સામાન્ય રીતે 5%) છે. જો કે, આ તમારા દેવાની રકમમાં ઝડપથી વધારો કરી શકે છે કારણ કે દૈનિક ધોરણે અવેતન રકમ પર ફાઇનાન્સ ચાર્જ વસૂલવામાં આવે છે. તે નોંધવું યોગ્ય છે કે ક્રેડિટ કાર્ડ્સ પર ફાઇનાન્સ ચાર્જ સામાન્ય રીતે વાર્ષિક 40% કરતા વધુ હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર