Home /News /business /

Credit Card લેવાનો કરી રહ્યાં છો વિચાર? જાણો મહત્ત્વની વાતો, હંમેશા ફાયદામાં રહેશો

Credit Card લેવાનો કરી રહ્યાં છો વિચાર? જાણો મહત્ત્વની વાતો, હંમેશા ફાયદામાં રહેશો

ક્રેડિટ કાર્ડનો ઉપયોગ

Credit card: દેશમાં મોટાભાગના લોકો હવે ક્રેડિટ કાર્ડના ઉપયોગને પ્રાધાન્ય આપે છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2021માં ભારતમાં 64 મિલિયન ક્રેડિટ કાર્ડ ધારકો હતા.

મુંબઈ: કેટલાક લોકો જે નિશ્ચિત પગાર ધરાવે છે, તે લોકો મોટાભાગે બેન્ક પાસેથી ક્રેડિટ કાર્ડ (Credit card) લેતા હોય છે. ક્રેડિટ કાર્ડમાં ઘણી બધી છૂટછાટ અને રિવોર્ડ પોઈન્ટ (Reward Points) પણ મળે છે. સાથે જ બાય નાઉ પે લેટર (buy now and pay later) જેવા લાભ પણ મળતા હોય છે. ક્રેડિટ કાર્ડને કારણે ડિજિટલ ટ્રાન્જેક્શન (Digital transaction) પણ સરળ અને ઝડપી બને છે. દેશમાં મોટાભાગના લોકો હવે ક્રેડિટ કાર્ડના ઉપયોગને પ્રાધાન્ય આપે છે. રિપોર્ટ્સ અનુસાર વર્ષ 2021માં ભારતમાં 64 મિલિયન ક્રેડિટ કાર્ડ ધારકો હતા. કોવિડ 19ના સમય દરમિયાન અને પછી લોકો ક્રેડિટ કાર્ડના વપરાશ તરફ વળ્યાં છે. ક્રેડિટકાર્ડ પર મળતા ડિસ્કાઉન્ટને કારણે લોકો હવે ક્રેડિટ કાર્ડ પસંદ કરતા થયા છે.

ક્રેડિટ કાર્ડ વિશે મહત્ત્વની વાતો

જો તમે પણ રેગ્યુલર ટ્રાન્ઝેક્શન કરવા માટે ક્રેડિટ કાર્ડ લેવાનો વિચાર કરી રહ્યાં છે, તો તમારે કેટલીક બાબતો જેવી કે કાર્ડની બિલિંગ સાઇકલ, ડ્યુ ડેટ અને મિનિમમ પેમેન્ટ કેલ્ક્યુલેશન ધ્યાનમાં રાખવાની જરૂર છે.

એક્સપેન્ડિચર પેટર્ન, વપરાશ, ક્રેડિટ જેવી અન્ય કેટલીક બાબતો ક્રેડિટ કાર્ડના બિલિંગ સાઇકલ પર આધારિત હોય છે. જો તમે એક કરતા વધુ ક્રેડિટ કાર્ડ ધરાવતા હોવ તો તમારે દરેક કાર્ડના બિલિંગ સાઇકલ પર ધ્યાન આપવાની જરૂર છે. જ્યારે તમારા ક્રેડિટ કાર્ડની બિલિંગ સાઇકલ પૂરું થઈ જાય છે, ત્યારે તમામ જરૂરી માહિતી અને નંબર જનરેટ થાય છે.

કેટલા દિવસની હોય બિલિંગ સાઇકલ?

કોઈપણ ક્રેડિટ કાર્ડમાં બિલિંગ સાઇકલ 28થી 32 દિવસ હોય છે. આ બાબત સંપૂર્ણપણે બેન્ક પર આધાર રાખે છે. જે દિવસથી તમારું ક્રેડિટ કાર્ડ એક્ટિવ થાય છે, તે દિવસથી બિલિંગ સાઇકલના દિવસોની ગણતરી શરૂ થાય છે. દરેક વખતે ક્રેડિટ કાર્ડ બિલિંગ સાઇકલના પૂર્ણ થવા પર બેન્ક તરફથી તમને એક સ્ટેટમેન્ટ મોકલવામાં આવે છે.

ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટ

આ ક્રેડિટ કાર્ડ સ્ટેટમેન્ટમાં તમામ ટ્રાન્ઝેક્શન, કેશ વિથડ્રો, ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલા ચાર્જ, વ્યાજ, અન્ય ચાર્જ અથવા ટ્રાન્ઝેક્શન વગેરે બાબતો દર્શાવવામાં આવે છે. બેન્ક દ્વારા આ ગણતરી કરી તમને ઈ મેઈલ અથવા પોસ્ટ મારફતે આ સ્ટેટમેન્ટ મોકલવામાં આવે છે.

આ સ્ટેટમેન્ટમાં તમારા બિલનું પેમેન્ટ કરવા માટેની ડ્યુ ડેટ પણ જણાવવામાં આવે છે. જણાવી દઈએ કે તમે આખું પેમેન્ટ કરવાને બદલે ક્રેડિટ કાર્ડ બિલની લધુત્તમ રકમ પણ ચૂકવી શકો છો. આ ડ્યુ ડેટ બેન્ક દ્વારા તમને સ્ટેમેન્ટ મોકલવાના 21થી 25 દિવસની હોય છે.

આ પણ વાંચો: શું તમે ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો? આ ક્રેડિટ કાર્ડ્સ પર મળી રહી છે આકર્ષક ટ્રાવેલ ઑફર્સ

મિનિમમ ડ્યુ

જો તમે નથી ઈચ્છતા કે તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થાય તો તમારે આ બિલની મિનિમમ અમાઉન્ટ ભરવાની રહેશે. તમારુ કાર્ડ ચાલું રાખવા માટે અને કોઈપણ લેટ ફી ન ભરવી પડે તે માટે મિનિમમ અમાઉન્ટ ભરવું ફરજીયાત છે. જોકે, બિલની સંપૂર્ણ અમાઉન્ટ એકસાથે ચૂકવવાની સલાહ વધુ પ્રમાણમાં આપવામાં આવે છે. આવું એટલા માટે કે મિનિમમ અમાઉન્ટ ચૂકવ્યા પછી બાકી રહેતી રકમ પર બેન્ક દ્વારા વ્યાજ વસૂલવામાં આવે છે, જે પ્રમાણમાં વધુ હોય છે. આ વ્યાજ વાર્ષિક 48 ટકા સુધી હોઈ શકે છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ

આગામી સમાચાર