Home /News /business /Credit Card New Rules: 7 દિવસમાં કાર્ડ બંધ નહિ થાય તો બેંકએ ગ્રાહકોને દરરોજના રૂ. 500 ચૂકવવા પડશે

Credit Card New Rules: 7 દિવસમાં કાર્ડ બંધ નહિ થાય તો બેંકએ ગ્રાહકોને દરરોજના રૂ. 500 ચૂકવવા પડશે

ક્રેડિટ કાર્ડ મેળવવા આ ડોક્યુમેન્ટની પડે છે જરૂર

Credit Card New Rules: નવાં નિયમ અનુસાર, કાર્ડધારકોને હેલ્પલાઈન નંબર, ઈ-મેઈલ આઈડી, ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ (IVR), વેબસાઈટ પર લિંક, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ-એપ અથવા કોઈપણ અન્ય મોડ દ્વારા કાર્ડ બંધ કરવાની અરજી આપવાની સુવિધા આપવી પડશે.

વધુ જુઓ ...
ગ્રાહકો તરફથી વારંવારની ફરિયાદને અંતે હવે રેગ્યુલેટરી ઓથોરિટી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ અને ખાસ કરીને ક્રેડિટ કાર્ડ બંધ કરવાના નિયમોમાં ધરખમ ફેરફાર કર્યા છે. સેન્ટ્રલ બેંકે ક્રેડિટ અને ડેબિટ કાર્ડને જારી કરવા અને ઓપરેશન અને ક્લોઝર અંગેના નિયમો કડક બનાવા મુખ્ય દિશાનિર્દેશો આપ્યાં છે, જે આ વર્ષે 1 જુલાઈથી અમલમાં આવશે.

21મી એપ્રિલે આરબીઆઇએ પ્રેસનોટમાં કહ્યું હતું કે, બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ના સેક્શન 35A અને સેક્શન 56ની સાથે
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934ના ચેપ્ટર IIIB દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને ભારતીય રિઝર્વ બેન્ક જાહેર હિતમાં જરૂરી અને યોગ્ય દિશા-નિર્દેશા જાહેર કરી રહી છે. ક્રેડિટ કાર્ડ સંબંધિત આ દિશાનિર્દેશોની જોગવાઈઓ દેશમાં કાર્યરત દરેક શિડ્યુઅલ બેંક (પેમેન્ટ બેંકો, રાજ્ય સહકારી બેંકો અને જિલ્લા કેન્દ્રિય સહકારી બેંકો સિવાય) અને તમામ નોન-બેંકિંગ ફાઈનાન્સ કંપનીઓ (NBFCs)ને લાગુ પડશે.

નવા નિયમ અનુસાર ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટેની કોઈપણ અરજીને ક્રેડિડ કાર્ડ ઈશ્યુ કરનાર કંપનીઓએ સાત કામકાજી દિવસોમાં પુરી કરવી પડશે. જોકે, આ નિયમ કાર્ડધારક દ્વારા તમામ લેણાંની ચૂકવણીને આધીન છે. કાર્ડધારકોને હેલ્પલાઈન નંબર, ઈ-મેઈલ આઈડી, ઈન્ટરએક્ટિવ વોઈસ રિસ્પોન્સ (IVR), વેબસાઈટ પર લિંક, ઈન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ-એપ અથવા કોઈપણ અન્ય મોડ દ્વારા કાર્ડ બંધ કરવાની અરજી આપવાની સુવિધા આપવી પડશે.

આરબીઆઈએ તેની માર્ગદર્શિકામાં જણાવ્યું કે, ક્રેડિટ કાર્ડ બંધ થયા પછી કાર્ડધારકને ઈમેલ, એસએમએસ વગેરે દ્વારા તરત જ કાર્ડ બંધ થવા વિશે જાણ કરવી જરૂરી રહેશે. કાર્ડ ઈશ્યુઅર દ્વારા 7 દિવસમાં કાર્ડ બંધ કરવામાં નહિ આવે તો ગ્રાહકને પ્રતિ દિવસ રૂ. 500નો દંડ વિલંબ પેટે ચૂકવવાપાત્ર થશે.

આ પણ વાંચો-બે-ત્રણ અઠવાડિયામાં બે આંકડામાં રિટર્ન માટે RIL સહિત આ શેર ખરીદો, જાણો કારણ

ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ બંધ કર્યા પછી ક્રેડિટ કાર્ડ એકાઉન્ટ્સમાં ઉપલબ્ધ કોઈપણ ક્રેડિટ બેલેન્સ કાર્ડધારકના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. કાર્ડ ઇશ્યુઅર્સ પાસે જો ગ્રાહકોની બેંક વિગતો ન હોય તો કાર્ડધારકના બેંક ખાતાની વિગતો મેળવવી જોઈએ, તેમ આરબીઆઈએ ઉમેર્યું હતુ.

InActive Credit Card માટે નિયમ :

જો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ એક વર્ષથી વધુ સમય માટે કરવામાં આવ્યો નથી તો કાર્ડધારકને જાણ કર્યા પછી કાર્ડ બંધ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જો 30 દિવસના સમયગાળામાં કાર્ડધારક તરફથી કોઈ જવાબ ન મળે તો કાર્ડ ઈશ્યુઅર દ્વારા બાકી લેણાંની ચૂકવણીની પતાવટ શક્ય હોય તો તે કરીને કાર્ડ એકાઉન્ડ બંધ કરવાનું રહેશે. આ સિવાય એકાઉન્ટ બંધ થયાની માહિતી પણ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીએ 30 દિવસની અંદર અપડેટ કરવાની રહેશે.

આ પણ વાંચો: ઘરેલૂ બ્રોકરેજ હાઉસ ICICI સિક્યોરિટીઝ આ રિયલ્ટી સ્ટૉક્સ પર બુલિશ

આ સિવાય કાર્ડ ઈશ્યુઅર કંપનીએ તેમની વેબસાઇટ અને અન્ય માધ્યમો દ્વારા ગ્રાહકોની વિવિધ કેટેગરીઓ પાસેથી વસૂલાતા વ્યાજદર અને અન્ય ચાર્જિસ જાહેર કરવા પડશે.
First published:

Tags: Bank Rules, IVR, ક્રેડિટ કાર્ડ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો