Home /News /business /Credit Card: ક્રેડિટ કાર્ડનું બિલ છેલ્લી તારીખ સુધી નથી ભરી શક્યા? તો ચિંતા નહીં આ ટ્રિકથી પેનલ્ટીથી બચી જશો
Credit Card: ક્રેડિટ કાર્ડનું બિલ છેલ્લી તારીખ સુધી નથી ભરી શક્યા? તો ચિંતા નહીં આ ટ્રિકથી પેનલ્ટીથી બચી જશો
એસબીઆઈની ઘણા ખાતાધારકોના ખાતામાંથી 147થી લઈને 295 રૂપિયા કાપી લીધા છે. આવું એટલા માટે થયું કારણ કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યુવાનો, ગોલ્ડ, ડેબિટ/એટીએમ રાખનારા ગ્રાહકો પાસેથી જુદા-જુદા ચાર્જ વસૂલ કરે છે.
Credit Card: જો તમે નક્કી તારીખે તમારું ક્રેડિટ કાર્ડ પેમેન્ટ કરી શક્યા નથી તો ચિંતા કરવાની જરૂર નથી. તમને દંડ કરવામાં આવશે નહીં. જોકે આ માટે કેટલાક નિયમો અને શરતો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નક્કી તારીખ પૂરી થયા પછી પણ કોઈ પણ ચાર્જ વગર ચૂકવણી કરવાનો વિકલ્પ આપ્યો છે.
Credit Card Penalty: જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમારે દર મહિને વીજળી બિલ સહીતના ઘણા બીલની ચુકવણી કરવાની રહેતી હશે. તેમાં જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ ડ્યુ ડેઈટ પર ભરવાનું ભૂલી ગયા છો તો તમારે પેનલ્ટી ભોગવવી પડતી હોય છે. પરંતુ નવા નિયમો અનુસાર તમે આ પેનલ્ટીથી બચી શકો છો. આરબીઆઇએ આ સંદર્ભે અમુક નિયમો બનાવ્યા છે કે જે તમને આ પેનલ્ટીથી બચાવી લેશે.
આરબીઆઇએ જણાવ્યું છે કે, ડ્યુ ડેઈટના ત્રણ દિવસ પછી જ પેનલ્ટી વસૂલી શકાશે. મતલબ એમ કે જો તમે સમયસર પેમેન્ટ કરવાનું ચુકી જાવ છો તો ત્યારબાદ ત્રણ દિવસમાં પેમેન્ટ કરીને પેનલ્ટીથી બચી જશો.
ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ માટે 21 એપ્રિલ 2022 એ જાહેર થયેલ માસ્ટર ડાયરેક્શન મુજબ, આરબીઆઇ એ કહ્યું કે કાર્ડ આપનારી ક્રેડિટ કંમ્પનીઓને કારણે ક્રેડિટ કાર્ડ એકાઉન્ટને પાસ્ટ ડ્યુ તરીકે સ્વીકારવામાં આવશે. કોઈ પણ પેનલ્ટી ત્યારે જ લગાવવામાં આવશે જયારે જયારે ચુકવણીની અંતિમ તારીખ પછી પણ ત્રણ દિવસ વીતી ગયા હોય. એટલા માટે જો તમે ત્રણ દિવસની અંદર પેમેન્ટ કરી દયો છો તો તમે આ પેનલ્ટી માંથી બચી શકો છો.
જો તમે ક્રેડિટ કાર્ડ પેમેન્ટ અંતિમ તારીખે કરવાનું ચુકી જાવ છો તો તમને ત્રણ દિવસનો સમય મળે છે. જેમાં તમેં એક્સ્ટ્રા પેનલ્ટીથી પણ બચી શકો છો. જો તમે ત્રણ દિવસમાં પેમેન્ટ કરી દયો છો તો તમારા ક્રેડિટ સ્કોર પણ તેની કોઈ અસર પડશે નહિ.
આપવા પડે છે વધુ રૂપિયા
સામાન્ય રીતે બેંક અથવા ક્રેડિટ કાર્ડ કંપની નક્કી સમયથી વધુ સમય પસાર થયા બાદ એક્સ્ટ્રા ફી લેતી હોય છે. જેને લેઇટ ફી તરીકે વસુલવામાં આવે છે. ચુકવણીની રકમ જેટલી હોય છે તેના આધારે આ રકમ લેવામાં આવતી હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર