Home /News /business /ક્રેડિટ કાર્ડનું બિલ અન્ય ક્રેડિટ કાર્ડથી ચૂકવી શકાય કે નહીં? જાણો શું છે ઉપાય

ક્રેડિટ કાર્ડનું બિલ અન્ય ક્રેડિટ કાર્ડથી ચૂકવી શકાય કે નહીં? જાણો શું છે ઉપાય

ક્રેડિટ કાર્ડ્સ પાવરફૂલ ફાઇનાન્સિયલ ટૂલ છે. તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ (Uses of Credit Cards) કરીને પૈસા બચાવી (Save Money) શકો છો. તમારા તમામ ખર્ચને ક્રેડિટ કાર્ડમાં ટ્રાન્સફર (Transfer expenditures to credit cards) કરીને, તમે એર માઇલ્સ, હોટલ પોઇન્ટ્સ, ગિફ્ટ વાઉચર્સ અને કેશબેક જેવા રીવોર્ડ્સ (Rewards & Cashback in Credit Cards) મેળવી શકો છો.

ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પૈસાના અભાવે આપણે ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવી શકતા નથી. ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં આપણે ઘણી મુસીબતોનો સામનો કરીએ છીએ. આવી સ્થિતિમાં તમે અહીં જણાવેલ ઉપાય કરી શકો છો.

ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે પૈસાના અભાવે લોકો ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવી શકતા નથી. ક્રેડિટ કાર્ડનું બિલ ભરવામાં ઘણી સમસ્યાઓ આપણી સામે આવે છે. જેને લીધે ઘણીવાર વ્યાજ અને દંડ સહિત સંપૂર્ણ ચુકવણી કરવી પડે છે. તેમ છત્તા આગામી મહિનામાં સંપૂર્ણ રકમ ચૂકવ્યા બાદ પણ તમારો ક્રેડિટ સ્કોર બગડી શકે છે. એ પણ સંભવ છે કે આવતા મહિને બિલની રકમ વધી જાય અને તમે ફરીથી પેમેન્ટ કરી શકશો નહીં.

આવી સ્થિતિમાં બીજા ક્રેડિટ કાર્ડ વડે ચુકવણી કરી શકાય?


અહીં જવાબ છે હા. તમે એક ક્રેડિટ કાર્ડનું બિલ બીજા ક્રેડિટ કાર્ડમાંથી બેલેન્સ ટ્રાન્સફર સહિતની કેટલીક રીતે ચૂકવી શકો છો. ઘણી બેંકો તેમના પસંદ કરેલા કેટલાક ક્રેડિટ કાર્ડ્સ પર બેલેન્સ ટ્રાન્સફરની સુવિધા આપે છે. તેનો અર્થ એ છે કે એક કાર્ડથી બીજા કાર્ડમાં ખર્ચવામાં આવેલી રકમ ટ્રાન્સફર કરવાની મંજૂરી આપવી. આ માટે જરૂરી છે કે અન્ય કાર્ડની ક્રેડિટ લિમિટ ખર્ચ કરવામાં આવેલી રકમ કરતાં વધુ હોય.

આ પણ વાંચો: આ મહિલાએ તો ગજબની હિંમત દાખવી, 35 હજારનો પગાર મૂકીને કર્યો બિઝનેસ, આજે કમાય છે લાખોમાં

જે બેંકના કાર્ડમાંથી તમે બેલેન્સ ટ્રાન્સફર લો છો, તે બેંક તમારી પાસેથી પ્રોસેસિંગ ફી અને GST વસૂલે છે. આ સુવિધામાં, ક્રેડિટ કાર્ડ ગ્રાહકોને બાકી રકમ ચૂકવવા માટે ફરીથી બફર સમયગાળો મળે છે, જેના માટે તમારે કોઈ વ્યાજ ચૂકવવું પડતું નથી.

કેશ એડવાન્સ


જો બેલેન્સ ટ્રાન્સફર તમારા માટે વિકલ્પ નથી, તો તમે તમારા ક્રેડિટ કાર્ડનું બિલ રોકડમાં ચૂકવી શકો છો. આ માટે તમે કેશ એડવાન્સના વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. કટોકટીની સ્થિતિમાં આ રૂપિયા કામમાં આવી શકે છે પરંતુ તમારે તેના પર ચાર્જ ચૂકવવો પડશે. કેશ એડવાન્સમાં, તમે તમારા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ATMમાંથી પૈસા ઉપાડી શકો છો.


ઈ-વોલેટ દ્વારા ક્રેડિટ કાર્ડ પેમેન્ટ


ક્રેડિટ કાર્ડ બિલ પેમેન્ટ ઈ-વોલેટ દ્વારા કરી શકાય છે. તમે ક્રેડિટ કાર્ડ દ્વારા ઈ-વોલેટમાં પૈસા મૂકી શકો છો અને બાદમાં તેને બેંક ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો. પછી તમે ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવી શકો છો. આ પદ્ધતિ એટીએમમાંથી પૈસા ઉપાડવાની અગાઉની પદ્ધતિનું ડિજિટલ સંસ્કરણ છે. તેનો ફાયદો એ છે કે તમારે ATMમાં જઈને ક્રેડિટ કાર્ડમાંથી રોકડ ઉપાડવાની અને બેંક ખાતામાં જમા કરવાની જરૂર નથી. આ પ્રક્રિયામાં પણ તમારે ઈ-વોલેટ પ્રમાણે ચાર્જ ચૂકવવો પડશે.
First published:

Tags: Business news, Credit card interest rate, Credit Cards

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો