ફાયદા અને જોખમો સમજોઃ ક્રેડિટ કાર્ડમાં એરપોર્ટ લોન્જ, પ્રાયોરિટી ચેક ઇન અને વીમા સહિતના ફાયદા પણ મળે છે. પણ આવા કાર્ડમાં વર્ષેદાડે 1000થી 2000ની ફી ભરવી પડે છે. આવા કાર્ડના ઉપયોગ સમયે તેમાં લાગતો છૂપો ચાર્જ અને રિવોર્ડ પોઇન્ટની ગણતરી કરવી જરૂરી છે. જેનાથી વધુ લાભ થશે અને વધારાના ભારણથી બચી શકાશે. (પ્રતિકાત્મક તસવીર)
ઓનલાઈનથી લઈને ઓફલાઈન શોપિંગ સુધી તમામ ક્રેડિટ કાર્ડ્સ પર ઘણી બધી ઓફર્સ તમારા પૈસા બચાવવાનો દાવો કરે છે. ક્રેડિટ કાર્ડથી તમે EMI પર વસ્તુઓ ખરીદી શકો છો. આ સગવડતા જોખમી નીવડી શકે છે.
આજના સમયમાં ક્રેડિટ કાર્ડથી (CreditCard) ખરીદી કરવાનું કલ્ચર માત્ર શહેરો પૂરતું જ સીમિત ના રહેતા ગામડાઓમાં પણ શરૂ થયું છે. તેના ઘણા ફાયદા છે. ઘણી કંપનીઓ ક્રેડિટ કાર્ડ સાથે હેડફોન, સ્માર્ટ ઘડિયાળ જેવી ભેટ પણ આપી રહી છે. ત્યારે સવાલ થાય કે આનાથી ક્રેડિટ કાર્ડ કંપનીને શું ફાયદો થતો હશે? આ સાથે તમને શું લાભ છે તે પણ સમજવું પડે.
ક્રેડિટ કાર્ડના ફાયદામાં છુપાયેલા છે મોટા ગેરફાયદા!
ઓનલાઈનથી લઈને ઓફલાઈન શોપિંગ સુધી તમામ ક્રેડિટ કાર્ડ્સ પર ઘણી બધી ઓફર્સ તમારા પૈસા બચાવવાનો દાવો કરે છે. ક્રેડિટ કાર્ડથી તમે EMI પર વસ્તુઓ ખરીદી શકો છો. આ સગવડતા જોખમી નીવડી શકે છે. ઘણા ક્રેડિટ કાર્ડ્સ 3 હપ્તામાં પેમેન્ટ કરવાની સુવિધા આપે છે. ધ્યાનમાં રાખો, જો તમે નો કોસ્ટ EMI ન લો તો પણ થોડી બેદરકારી તમને દેવાની જાળમાં ફસાવી શકે છે.
કેવી રીતે લોકો ક્રેડિટ કાર્ડથી દેવાની જાળમાં ફસાઈ જાય છે?
ડેટ ટ્રેપ એટલે દેવાની માયાજાળ. જે ક્ષમતા કરતાં વધુ ખરીદી કરતાં લોકોને ફસાવે છે. મનુષ્યની ઈચ્છાઓ અમર્યાદિત છે, પરંતુ આવકના સ્ત્રોત મર્યાદિત છે. ઘણીવાર લોકો એક મહિનામાં કેટલી EMI આવશે એ જોઈને જ સામાન ખરીદે છે. પણ ધીમે ધીમે તેઓ વધુ પડતી ખરીદી કરી લે છે. અંતે તે પ્રોડક્ટ્સની EMI મળીને પગારનો મોટો હિસ્સો ખાવા લાગે છે.
ધારો કે તમે જાન્યુઆરી મહિનામાં 60 હજાર રૂપિયાની કિંમતનો મોબાઇલ 12 મહિનાની નો કોસ્ટ EMI પર ખરીદ્યો તો, દર મહિને 5 હજાર રૂપિયા ચૂકવવા પડશે. આગલા મહિને તમે નો કોસ્ટ EMI પર 30 હજારનું રેફ્રિજરેટર પણ ખરીદ્યું, જેનો હપ્તો રૂ. 2,500 છે. આગામી માર્ચ મહિનામાં હોળીના અવસરે 1 લાખનું ફર્નિચર પણ ખરીદ્યું. એટલે કે તમારી EMI 8333 રૂપિયાની આસપાસ હશે. માત્ર 3 મહિના પછી, તમારી કુલ આવકમાંથી, લગભગ રૂ. 15,800 EMIમાં જવા લાગશે. આ EMI આગામી 9 મહિના સુધી ભરવાની રહેશે.
પછી પડશે મોટી તકલીફ
આ દરમિયાન બાળકની શાળાની ફી, પેટ્રોલ, દૂધ, શાકભાજી, રાશન, મોબાઇલ બિલ, વીજળી બિલ માટે પૈસા ખર્ચવા પડશે. તમે કોઈ વ્યાજ ચૂકવ્યા વિના દેવાની જાળમાં ફસાઈ જશો. જેમ તમારી પાસે પૈસાની અછત હશે, તેમ તમે બેંક ને ગમે તેટલું વ્યાજ ચૂકવવા તૈયાર થઈ જશો.
હવે સમજો કે બેંકો કેવી રીતે EMI થી પણ વ્યાજ વગર કમાણી કરે છે
બેંક તમને ક્રેડિટ કાર્ડ ની સાથે ગિફ્ટ આપે છે. કેટલાક કાર્ડ દરેક ટ્રાન્ઝેક્શનને 3 મહિના સુધીના નો કોસ્ટ EMIમાં રૂપાંતરિત કરી રહ્યાં છે. જેમ જેમ તમે વધુ ને વધુ EMI માટે આ કાર્ડનો ઉપયોગ કરો છો, તેમ તેમ દેવાની જાળમાં ફસાઈ જાઓ છો. આ રીતે, હવે બેંક વસૂલ કરી નફો કમાય છે. ઘણી વખત તમારે એક લોન ચૂકવવા માટે બીજી અનેક લોન લેવી પડે છે, જેના પરિણામે વ્યાજ સાથે EMI વધુ થઈ જાય છે.
ક્રેડિટ કાર્ડ EMI દેવાની જાળમાંથી કેવી રીતે બહાર નીકળવું
જો તમે EMIની જાળમાં ફસાવો તો સૌથી પહેલા તમારા ખર્ચા પર કાપ મુકો અને તમારી કમાણી વધારવાના ઉપાયો વિશે વિચારો.
ક્રેડિટ કાર્ડથી કેવી રીતે ફાયદો થશે?
ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ લોકો માટે છે જેઓ દર મહિને તેમના કાર્ડનું આખું બિલ ચૂકવે છે. એટલે કે, તમારી પાસે કાર્ડ પર કોઈ EMI ન હોવી જોઈએ. નો કોસ્ટ EMI પણ ન હોવી જોઈએ. આવા લોકોને કાર્ડ લેતી વખતે કેશબેક, રિવોર્ડ પોઈન્ટ્સ અને ગિફ્ટ્સનો લાભ પણ મળે છે.
ચાંદી અપાવનાર વ્યૂહરચના
જો તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા માટે ચોક્કસ વ્યૂહરચના બનાવો, તો ક્યારેય દેવાની જાળમાં ફસાશો નહીં. આ માટે તમારી પાસે એક અલગ બેંક ખાતું હોવું જોઈએ. તેમાંથી તમે તમારા દરેક કાર્ડનું બિલ ચૂકવો. જ્યારે પણ તમે કોઈ વસ્તુ ખરીદો, ભલે તે EMI પર હોય કે ન હોય, તે પ્રોડક્ટની કિંમતની સંપૂર્ણ રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરો. કોઈપણ વસ્તુ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે પહેલા ખાતામાં કેટલા પૈસા છે. તમારી પાસે હોય તેટલા પૈસા વડે ખરીદી કરો અને તમારા ક્રેડિટ કાર્ડ બિલ ભરવાના ખાતામાંથી ક્યારેય પૈસા ઉપાડો નહીં. તમારે આટલું જ કરવાનું છે, જેથી તેના તમામ લાભો મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર