Home /News /business /

RBI rules: 1 જાન્યુઆરીથી ઓનલાઈન શૉપિંગ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે- જાણો વિગત

RBI rules: 1 જાન્યુઆરીથી ઓનલાઈન શૉપિંગ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડની જરૂર નહીં પડે- જાણો વિગત

ઓનલાઇન શોપિંગ (પ્રતીકાત્મક તસવીર)

Tokenization payment system: ટોકનાઇઝેશન એક એવી વ્યવસ્થા છે જેમાં કાર્ડને એક ટોકન (ખાસ નંબર) સાથે સ્વાઇપ કરવામાં આવે છે. જેના પગલે ખૂબ જ આસાનીથી ખરીદી કરી શકાય છે.

    મુંબઇ. RBI rules: નવા વર્ષ એટલે કે પહેલી જાન્યુઆરીથી તમારી પસંદગીની ઓનલાઈન શોપિંગ વેબસાઇટ જેવી કે Amazon, Flipkart, Myntra અને BigBasket પરથી ખરીદી વધુ સરળ બની જશે. આ માટેનો શ્રેય ભારતીય મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve bank of India)ને જાય છે. આરબીઆઈ પહેલી જાન્યુઆરીથી નવી પેમેન્ટ વ્યવસ્થા લાગૂ કરશે. જેનાથી તમારી ગુપ્ત વિગતો પણ વધારે સુરક્ષિત બનશે. પહેલી જાન્યુઆરીથી હવે તમારે ઓનલાઈન શોપિંગ (Online shopping) માટે તમારા ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો 16 આંકડાનો નંબર યાદ રાખવાની જરૂરિયાત નહીં રહે. રિઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે તમે નવી પેમેન્ટ સિસ્ટમ 'tokenization'થી કોન્ટેક્ટલેસ પેમેન્ટ્સ (contactless payments) કરી શકશો.

    શું છે આરબીઆઈની નવી ટોકેનાઇઝેશન સિસ્ટમ?

    ટોકનાઇઝેશન એક એવી વ્યવસ્થા છે જેમાં કાર્ડને એક ટોકન (ખાસ નંબર) સાથે સ્વાઇપ કરવામાં આવે છે. જેના પગલે ખૂબ જ આસાનીથી ખરીદી કરી શકાય છે. આ ઉપરાંત તમારી વ્યક્તિગત માહિતી પણ સુરક્ષિત રહે છે. આ વ્યવસ્થામાં કોન્ટેક્ટલેસ બેન્કિંગ માટે સર્વર સાઇડ CVV નંબરની પણ જરૂરિયાત નહીં રહે. જેનાથી સમગ્ર નેટવર્ક વધારે સુરક્ષિત બનશે. ખૂબ જ સરળ ભાષામાં સમજીએ તો જેવી રીતે હાલ UPI આઈડીની વ્યવસ્થા ચાલુ છે તેવી જ રીતે કાર્ડ માટે એક ટોકન નંબર આપવામાં આવશે. વ્યક્તિએ ખરીદી માટે 16 આંકડાનો નંબર આપ્યા વગર ફક્ત ટોકન નંબર આપવાનો રહેશે. જેનાથી કાર્ડનો ઉપયોગ જે વેબસાઇટ પર થઈ રહ્યો હોય તેના પર તમારા કાર્ડની વિગતો સેવ રહેતી નથી. બીજી તરફ ટોકન નંબર પરથી કાર્ડની વિગતો મેળવવી શક્ય નહીં બને. આથી કાર્ડ ધારકોને ઓનલાઇન ફ્રોડ સામે સુરક્ષા મળશે.

    કાર્ડ ધારકોને શું ફાયદો થશે?

    ટોકનાઇઝેશનથી કાર્ડ ધારકની સંવેદનશીલ માહિતી લીક નહીં થઈ શકે. ટોકનાઇઝેશનથી ખરીદી વધારે સરળ અને સુરક્ષિત બનશે. હાલની વ્યવસ્થા પ્રમાણે વિવિધ વેબસાઇટ અને એપ્સ તમારા કાર્ડની વિગતો સેવ રાખે છે. ટોકનાઇઝ્ડ કાર્ડ માટે હવેથી કાર્ડ આપનારી બેંક નવું ઇન્ટરફેસ પૂરું પાડશે. જેમાં કાર્ડ મેમ્બર્સને એવો વિકલ્પ પણ મળશે કે તે પોતાના ટોકન ગમે ત્યારે ડિલિટ કરી શકશે.

    ટોકનનો ઉપયોગ કેવી રીતે કરવો?

    ટોકનાઇઝેશન સંપૂર્ણ રીતે ફ્રી રહેશે. યૂઝર્સ ગમે એટલે કાર્ડને ટોકનાઈઝ કરી શકશે. હાલ ડોમેસ્ટિક કાર્ડને આ નિયમ લાગૂ પડશે. હાલ આ વ્યવસ્થા વિદેશી કાર્ડને લાગૂ પાડવામાં આવી નથી. શોપિંગ વેબસાઇટમાં ચેક આઉટ પેજ પર યૂઝર્સે તેમની વિગતો સબમિટ કરીને ટોકનાઇઝેશન વિકલ્પની પસંદગી કરવી પડશે. ટોકનાઇઝેશનને પગલે યૂઝર્સે પેમેન્ટ વખતે ખૂબ ઓછી વિગત દાખલ કરવી પડશે.

    આ પણ વાંચો: SBI Credit Card: એસબીઆઈના આ ક્રેડિટ કાર્ડ સાથે વેલકમ ગિફ્ટ તરીકે મળશે 4,999 રૂપિયાની સ્માર્ટવોચ

    ફ્રોડ થાય તો શું થાય?

    જો કોઈ ઓનલાઇન ફ્રોડ થાય છે તો હેકર ટોકન પરથી સરળતાથી કાર્ડધારકની વિગતો મેળવી શકશે નહીં. કારણ કે કાર્ડનું રિવર્સ એન્જીનિયરિંગ સરળતાથી ક્રેક ન થઈ શકે તે પ્રકારનું હશે. એટલે કે ટોકન પરથી કાર્ડની માહિતી મેળવવાનું કામ અઘરું બની જશે. જેવી રીતે UPI આઈડી પરથી બેંક ખાતા ધારકની માહિતી મેળવવાનું કામ સરળ નથી તેવી રીતે ટોકન પરથી કાર્ડની વિગત મેળવી શકાશે નહીં.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bank, Debit card, Shopping, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ

    આગામી સમાચાર