આજે જ કરી લો આ કામ, નહીં તો સોમવારે બંધ થઈ જશે આપનું ડેબિટ-ક્રેડિટ કાર્ડ

News18 Gujarati
Updated: March 15, 2020, 1:37 PM IST
આજે જ કરી લો આ કામ, નહીં તો સોમવારે બંધ થઈ જશે આપનું ડેબિટ-ક્રેડિટ કાર્ડ
પ્રતીકાત્મક તસવીર

જો તમે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો આજે કોઈ પણ રીતે આ કામ તો પૂરું કરવું જ પડશે

  • Share this:
નવી દિલ્હી : જો તમે ડેબિટ કાર્ડ (Debit Card) અને ક્રેડિટ કાર્ડ (Credit Card)નો ઉપયોગ કરો છો તો આજે આપે કોઈ પણ રીતે આ કામ તો પૂરું કરવું જ પડશે, કારણ કે 16 માર્ચથી આપના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર આ સુવિધા બંધ થઈ જશે. મૂળે, 16 માર્ચથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર મળનારી ઑનલાઇન (Online) અને કૉન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન (Contactless Transactions) સર્વિસ બંધ થઈ જશે. આ સુવિધાને ચાલુ રાખવા માટે જરૂરી છે કે તમે તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડથી આજે જ એકવાર ઑનલાઇન અને કૉન્ટેક્સલેસ ટ્રાન્જેક્શન કરી લો.

15 જાન્યુઆરી 2020ના રોજ એક સ્ટેટમેન્ટમાં રિઝર્વ બેંક (RBI)એ કાર્ડ ઇશ્યૂ કરનારી આ કંપનીને કહ્યું કે, જો કોઈ પણ કાર્ડનો ઉપયોગ લાંબા સમયથી ઑનલાઇન લેવડ-દેવડ માટે નથી કરવામાં આવ્યો તો તેને અનિવાર્ય રીતે બંધ કરી દેવું જોઈએ.

આ પણ વાંચો, Coronaને લઈ રેલવેનો મોટો નિર્ણય : AC કોચમાંથી પડદા હટાવ્યા, બ્લેન્કેટ નહીં અપાય

કૉન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન શું હોય છે?

આ ટેક્નોલોજીની મદદથી કાર્ડ હોલ્ડરને ટ્રાન્જેક્શન માટે સ્વાઇપ કરવાની જરૂર નથી રહેતી. પૉઇન્ટ ઑફ સેલ (POS) મશીનથી કાર્ડને સ્પર્શ કરવાથી પેમેન્ટ થઈ જાય છે. પિન નાખ્યા વગર 2000 રૂપિયા સુધીનું ટ્રાન્જેક્શન કરી શકાય છે. કૉન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડમાં બે ટેકનીકનો ઉપયોગ કરવામાં આવે છે 'નિયર ફિલ્ડ કોમ્યુનિકેશન' અને 'રેડિયો ફ્રીકવન્સી આઇડેન્ટિફિકેશન' (RFID). જ્યારે આ પ્રકારના કાર્ડને આ ટેકનીકથી સજ્જ કાર્ડ મશીનની પાસે લાવવામાં આવે છે, તો પેમેન્ટ આપ-મેળે થઈ જાય છે. જો ડેબિટ અને ક્રેડિટ કાર્ડધારકોએ કૉન્ટેક્ટલેસ ટ્રાન્જેક્શન કે ઑનલાઇન ટ્રાન્જેક્શન નથી કર્યું તો એવા કાર્ડ યૂઝર માટે આ સર્વિસ 16 માર્ચે બંધ થઈ જશે.

આ પણ વાંચો, શિકાર માટે ઘાસની અંદર ઘાત લગાવીને કેટલા વાઘ છુપાઈને બેઠા છે? શોધી આપો
First published: March 15, 2020, 1:37 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading