Home /News /business /ડ્યૂ ડેટ પછી પણ વગર પેનલ્ટીએ ભરી શકો છો ક્રેડિટ કાર્ડનું બિલ, આ છે RBIના નિયમ
ડ્યૂ ડેટ પછી પણ વગર પેનલ્ટીએ ભરી શકો છો ક્રેડિટ કાર્ડનું બિલ, આ છે RBIના નિયમ
ગભરશો નહીં, ડ્યૂ ડેટ પછી પણ ક્રેડિટ કાર્ડ બિલની થઈ શકશે ચૂકવણી! જાણી લો RBIનો નિયમ
Credit Card Due Date Payment:ઘણીવાર એવું થાય છે કે તમે ડ્યુ ડેટ પર ક્રેડિટ કાર્ડનું બિલ ભરી નથી શકતા અથવા તો અચાનક કોઈ ખર્ચ આવી જવાના કારણે તમે બિલ નથી ભરી શક્યા તેવામાં ડરવાની જરુર નથી તમે કોઈ પેનલ્ટી વગર ડ્યુ ડેટ પછી પણ ચૂકવણી કરી શકો છો.
આજકાલ મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ક્રેડિટ કાર્ડના ઉપયોગથી બેન્કમાં બેલેન્સ ના હોય તો પણ ચૂકવણી કરી શકાય છે. તમે સરળતાથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો અને તેના અનેક ફાયદા પણ છે. ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરવા માટે ડ્યૂ ડેટ હોય છે. બિલ આવ્યા બાદ જણાવેલ તારીખ સુધીમા ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરવાની રહે છે. આ પ્રકારે કરવામાં ના આવે તો ભારે પેનલ્ટી ચૂકવવી પડી શકે છે અને ક્રેડિટ સ્કોર ખરાબ થવાનું પણ જોખમ રહે છે.
અનેક વાર ડ્યૂ ડેટ આવી જાય તેમ છતાં લોકો ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરવાનું ભૂલી જાય છે. આ પરિસ્થિતિમાં ક્રેડિટ સ્કોર ખરાબ થવાનો ડર રહે છે. ડ્યૂ ડેટ જતી રહે તે બાદ પણ પેનલ્ટી ચૂકવ્યા વગર ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરી શકાય છે અને તમારે ક્રેડિટ સ્કોર પણ ખરાબ થતો નથી. આ અંગે RBIના નિયમમાં શું જણાવવામાં આવ્યું છે? તે અંગે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
RBIએ ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી અંગે નવો નિયમ લાગુ કર્યો હતો. જેમાં ડ્યૂ ડેટ પછી પણ પેનલ્ટી વગર ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરવાની જોગવાઈ છે. આ નિયમ અનુસાર ક્રેડિટ કાર્ડ હોલ્ડર ડ્યૂ ડેટ પછી પણ 3 દિવસ સુધી પેનલ્ટી ચૂકવ્યા વગર ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી કરી શકે છે. ડ્યૂ ડેટ પછીના ત્રણ દિવસમાં વધારાનો ચાર્જ ચૂકવ્યા વગર બિલનું પેમેન્ટ કરી શકાય છે.
રિઝર્વ બેન્કના નિયમ અનુસાર ડ્યૂ ડેટ પછીના 3 દિવસ સુધી ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી કરવામાં આવે તો વધારાનો ચાર્જ ચૂકવવાનો રહેતો નથી. પ્રકારે કરવાથી ક્રેડિટ સ્કોર પર અસર થતી નથી. આ પરિસ્થિતિમાં જો તમે ડ્યૂ ડેટ સુધીમાં ક્રેડિટ કાર્ડ બિલ ભરી શકતા નથી અથવા પૈસાની વ્યવસ્થા થઈ શકતી નથી, તો ડ્યૂ ડેટ પછીના 3 દિવસ સુધી ચિંતા કરવાની જરૂર નથી.
મોટી પેનલ્ટી ચૂકવવી પડશે
ડ્યૂ ડેટના 3 દિવસ પછી પણ ક્રેડિટ કાર્ડ બિલનું પેમેન્ટ ન કરો તો કંપની તમારી પાસેથી પેનલ્ટી વસૂલ કરશે. પેનલ્ટીની રકમ તમારા ક્રેડિટ કાર્ડ પર આધાર રાખે છે. જો તમારું બિલ વધુ હોય તો વધુ પેનલ્ટી ચૂકવવાની રહેશે અને ઓછું બિલ હશે તો ઓછી પેનલ્ટી ચૂકવવાની રહેશે. સ્ટેટ બેન્ક 500 રૂપિયાથી લઈને 1 હજાર રૂપિયાના બિલ 400 રૂપિયા પેનલ્ટી વસૂલે છે. 1 હજારથી 10 હજાર રૂપિયા સુધીની રકમ પર 750 રૂપિયા અને 10 હજાર રૂપિયાથી 25 હજાર રૂપિયા સુધીના બિલ પર 950 રૂપિયા પેનલ્ટી વસૂલ કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર