Home /News /business /Credit Card Bill: તમારા ક્રેડિટ કાર્ડનાં બિલમાં પણ હોઈ શકે છે ગરબડ, આ રીતે લાવો ઉકેલ

Credit Card Bill: તમારા ક્રેડિટ કાર્ડનાં બિલમાં પણ હોઈ શકે છે ગરબડ, આ રીતે લાવો ઉકેલ

ક્રેડિટ કાર્ડ (પ્રતીકાત્મક તસવીર)

Credit Card bill: ક્રેડિટ કાર્ડ બિલમાં એડ્રેસ, તમારું નામ, કાર્ડની લિમિટ, યુઝ્ડ લિમિટ, છેલ્લી પેમેન્ટ, ડ્યુ ડેટ, મિનિમમ ડ્યુ રકમ, ડેટ અને મિનિમમ ડ્યુ રકમ, ડેટ અને રકમ સાથે તમામ ટ્રાન્ઝેક્શન, તમારા ક્રેડિટ કાર્ડમાં જમા થયેલા રિવોર્ડ પોઈન્ટ્સ સહિત અન્ય બાબતોની તપાસ કરો.

વધુ જુઓ ...
નવી દિલ્હી: આજે મોટાભાગના લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ (Use of credit Card) કરે છે. પરંતુ તેઓ તે વાતથી અજાણ હોય છે કે તેના બિલમાં ભૂલો પણ હોઇ શકે છે, જે તેમને નાણાંકીય રીતે મોંઘી પડી શકે છે. જો તમે તે વાતથી અજાણ છો કે આવી ભૂલોને કઇ રીતે શોધવી. તો ચિંતા ન કરશો! આજે અમે તમને જણાવીશું કે ક્રેડિટ કાર્ડ બિલ્સ રહેલી કોઇ ભૂલને કઇ રીતે શોધવી, જેથી તમે વધારે પૈસાની ચૂકવણી (Extra Payment) ન કરી બેસો.

બિલ્સમાં આટલી વાતો તપાસો


ક્રેડિટ કાર્ડના બિલમાં તમારે અમુક મહત્વપૂર્ણ બાબતો તપાસવી જોઈએ, તે જાણ્યા વિના તમે ભૂલો શોધી શકતા નથી. ક્રેડિટ કાર્ડ બિલમાં એડ્રેસ, તમારું નામ, કાર્ડની લિમિટ, યુઝ્ડ લિમિટ, છેલ્લી પેમેન્ટ, ડ્યુ ડેટ, મિનિમમ ડ્યુ રકમ, ડેટ અને મિનિમમ ડ્યુ રકમ, ડેટ અને રકમ સાથે તમામ ટ્રાન્ઝેક્શન, તમારા ક્રેડિટ કાર્ડમાં જમા થયેલા રિવોર્ડ પોઈન્ટ્સ સહિત અન્ય બાબતોની તપાસ કરો.

તમારા ક્રેડિટ કાર્ડ બિલ તપાસો


સમયસર અને નિયમિતપણે તમારા ક્રેડિટ કાર્ડના બીલ તપાસવાથી તમને નવા ટ્રાન્ઝેક્શન યાદ રાખવામાં અને તરત જ ભૂલો શોધવામાં મદદ મળી શકે છે. કેટલીકવાર કાર્ડ કંપની એક અલગ વેપારી નામ બતાવે છે, જ્યાં તમે કાર્ડનો ઉપયોગ કર્યો હતો. જ્યારે વેપારી જુદાં જુદાં વ્યવસાય અને બેંક ખાતાના નામનો ઉપયોગ કરે છે ત્યારે આવું થઈ શકે છે. તમે તમારા ક્રેડિટ કાર્ડ કસ્ટમર કેરનો સંપર્ક કરીને આવી બાબતોને સરળતાથી ઉકેલી શકો છો.

આ પણ વાંચો: Credit Card: તમારે પણ લેવુ છે ક્રેડિટ કાર્ડ તો આ રીતે કરો અરજી

કાર્ડ કંપની દ્વારા લગાવવામાં આવતા ચાર્જ


જો તમે તમારા કાર્ડ પર લાગુ થતા દરેક ચાર્જથી અજાણ છો, તો તમે બિલમાં ભૂલો શોધી શકશો નહીં. તેથી કાર્ડ લીધા બાદ તેના પર લાગતા તમામ ચાર્જીસ વિશે જાણકારી કાર્ડ કંપની પાસેથી મેળવો.

ટર્મ્સ એન્ડ કન્ડિશન વિશે જાણો


દરેક ક્રેડિટ કાર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ એન્ડ કંડિશન્સ (MITC) ધરાવે છે જે તેને લાગુ પડે છે. તેમાં વ્યાજ અને ચાર્જની ગણતરી કેવી રીતે કરવી, વ્યાજમુક્ત ક્રેડિટ સમયગાળો, વાર્ષિક ફી વગેરે જેવી માહિતી શામેલ છે. જો તમને આવા નિયમો અને શરતો વિશે ખબર ન હોય, તો તમે ભૂલો શોધી શકશો નહીં.

આ પણ વાંચો: Credit Card: ક્રેડિટ કાર્ડ મેળવવા કયા ડોક્યુમેન્ટની પડે છે જરૂર, આ રહી યાદી

કાર્ડ અને ક્રેડિટ રિપોર્ટની માહિતીની સરખામણી


ક્રેડિટ બ્યુરોને જાણ કરવામાં આવેલી માહિતીમાં ભૂલો તમારા ક્રેડિટ સ્કોરને નકારાત્મક અસર કરી શકે છે. કાર્ડ કંપનીએ તમારું એડ્રેસ, ક્રેડિટ લિમિટ, રિપેમેન્ટ હિસ્ટ્રી જેવી માહિતીનો રિપોર્ટ યોગ્ય રીતે ક્રેડિટ બ્યૂરોને કરવો જોઈએ. ક્રેડિટ કાર્ડ બિલમાં થતી કોઇ પણ ભૂલનું પરીણામ વધારે ચૂકવણી હોઇ શકે છે. તેથી જો આવું કંઇ પણ તમારા ધ્યાનમાં આવે તો તેને રીપોર્ટ કરી સોલ્વ કરો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Bank, આરબીઆઇ, ક્રેડિટ કાર્ડ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन