નવી દિલ્હી. આજકાલ બજારમાં આઈપીઓ(IPO)ની ભારે હલચલ છે. એક IPO ચાલુ હોય ત્યાં બીજી કંપની ભરણું લઈને બજારમાં પ્રવેશે છે. એકબાદ એક આઈપીઓની વણઝાર લાગી રહી છે. આ જ યાદીમાં એક દિગ્ગજ કંપની ક્રાફ્ટ્સમેન ઓટોમેશન(Craftsman Automation)નો આઈપીઓ આ સપ્તાહે બંધ થયો હતો. હવે રોકાણકારો તેના અલોટમેન્ટ(Allotment)ની રાહ જોઈ રહ્યાં છે.
Craftsman Automation કંપની વિશે જાણવા જેવું
ક્રાફ્ટ્સમેન ઓટોમેશનની સ્થાપના 1986માં તમિલનાડુ (Tamil Nadu)ના કોઈમ્બતુર (Coimbatore)માં થઈ હતી. તે પાવર ટ્રેનો સહિત ઓટોમોટિવ સેગમેન્ટ માટે અન્ય ઘણા પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. આ સિવાય તે ઈન્ડસ્ટ્રીયલ અને એન્જિનિયરિંગ પ્રોડક્ટ સેગમેન્ટ્સ માટે એલ્યુમિનિયમ પ્રોડકટ્સ પણ બનાવે છે.
31 ડિસેમ્બર, 2020 ના રોજ પૂરા થયેલા 9 મહિનામાં કંપનીનો ચોખ્ખો નફો રૂ. 50.66 કરોડ અને આવક 1022.79 કરોડ રૂપિયા હતી.
IPO વિશે માહિતી :
15મી માર્ચે ખુલેલો આ ઓટોમેશન સેક્ટરની કંપનીઓનો આઈપીઓ 17મી માર્ચે બંધ થયો હતો. 824 કરોડના આ IPOની પ્રાઈસ બેન્ડ 1488-1490 પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. આ ઈશ્યૂમાં 154 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યૂ થશે, જ્યારે કંપનીના વર્તમાન પ્રમોટરો 45,21,450 શેરના ઓફર ફોર સેલ(OFS) કરશે. આ ઈશ્યૂની લોટ સાઈઝ 10 શેરની છે. એક્સિસ કેપિટલ અને IIFL સિક્યોરિટી આ ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.
IPO સબસ્ક્રિપ્શન પર એક નજર :
ક્રાફ્ટ્સમેન ઓટોમેશને બજારમાંથી 824 કરોડ ઉભા કરવા જાહેર ભરણું બહાર પાડ્યું હતુ. 3 દિવસની ઓફરને અંતે IPO કુલ 3.82 ગણો ભરાયો હતો,જેમાં ક્યુઆઈબી (QIBs) કેટેગરી 5.21 ગણી, NII કેટેગરી 2.84 ગણી અને રીટેલ કેટેગરી(RII) 3.44 ગણી ભરાઈ હતી.
અલોટમેન્ટ બાદ કંપની અને રજિસ્ટ્રાર તરફથી અરજીકર્તાને મેસેજ અને મેઇલ આવે છે, પરંતુ મેસેજ અને મેઈલ મોડો આવતો હોવાથી રજિસ્ટ્રારની વેબસાઈટ પર જઈને અરજીકર્તા અલોટમેન્ટ ચેક કરી શકે છે.
તો આવો જાણીએ ક્યાં ચેક કરવું Craftsman Automation IPOનું Allotment Status :
>> સૌથી પહેલાં રજિસ્ટ્રારની વેબસાઇટ https://kcas.kfintech.com/ipostatus/ પર જાઓ.
>> લેન્ડિંગ પેજ પર તમારો આઈપીઓ (Craftsman Automation) પસંદ કરો.
જો તમે એપ્લિકેશન નંબર પસંદ કરો છો, તો NON-ASBA અથવા ASBA પસંદ કરો.
>> હવે એપ્લિકેશન નંબર લખો.
>> DPID/Client ID કેસમાં NSDL/CDSL પસંદ કરો અને DPID અને Client ID દાખલ કરો.
>> ત્યારબાદ તમારો PAN નંબર દાખલ કરો.
>> ત્યાર બાદ CAPTCHA એડ કરીને Enter દબાવો અથવા Submit બટન ક્લિક કરો.
>> તમારી સ્ક્રીન પર અલોટમેન્ટ સ્ટેટ્સ આવી જશે કે તમને શેર લાગ્યા છે કે નહીં.
>> રજિસ્ટ્રારની વેબસાઇટ સિવાય તમે બીએસઈ(BSE)ની વેબસાઇટ પર પણ સ્ટેટ્સ ચેક કરી શકો છો.
>> BSE પર સ્ટેટ્સ જોવા માટે ઇશ્યૂ પ્રકાર(ઇક્વિટી) અને ઇશ્યૂ નામ (Craftsman Automation), એપ્લિકેશન નંબર અને પાન નંબર દાખલ કરો.
>> હવે તમે Search બટન પર ક્લિક કરતા એલોટમેન્ટનું સ્ટેટ્સ જાણી શકશો.
નોંધનીય છે કે, Craftsman Automationના આઈપીઓમાં 22મી તારીખે અલોટમેન્ટ થશે અને 24મી તારીખે તમારા ડીમેટ ખાતામાં શેર જમા થશે. 25મી તારીખે શેર BSE અને NSE પર લિસ્ટ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર