Crackers Ban: દુકાનદાર કહ્યું, દરેક દુકાનમાં પડ્યો છે 5 થી 10 લાખનો માલ, તેનું શું કરીએ?

Crackers Ban: દુકાનદાર કહ્યું, દરેક દુકાનમાં પડ્યો છે 5 થી 10 લાખનો માલ, તેનું શું કરીએ?
પ્રતિકાત્મક તસવીર

અનેક શહેરોમાં વેપારીઓએ ગ્રીન ફટાકડા પણ લાવીને રાખ્યા હતા. ત્યારે તે માલનું શું તે સવાલ વેપારીઓના મનમાં ફરી રહ્યો છે.

  • Share this:
    ગુજરાતમાં ફટાકડા પર આ દિવાળીએ પ્રતિબંધ મૂકાશે કે કેમ તે મામલે હજી જાહેરાત નથી કરી. પણ ભારતભરમાં એક પછી એક જે રીતે રાજ્યો આ દિવાળી પર ફટાકડા પર પ્રતિબંધ મૂકી રહ્યા છે તેના કારણે ફડાકટાના વેપાર સાથે જોડાયેલા લોકોની મુશ્કેલી બમણી થઇ છે. એક તો લોકડાઉન અને કોરોના કાળના પહેલા જ તેમની કમર તોડી છે. અને હવે આ પ્રતિબંધ તેમની મુશ્કેલી વધારશે. વર્ષમાં દિવાળી ટાણે એક કે બે મહિનામાં કમાણી કરતા આ વેપાર સાથે જોડાયેલા લોકોની ફટાકડા પર બેન લાગવાથી મુશ્કેલી વધી છે. દિલ્હી જેવા અનેક શહેરોમાં વેપારીઓએ ગ્રીન ફટાકડા પણ લાવીને રાખ્યા હતા.

    ત્યારે તે માલનું શું તે સવાલ વેપારીઓના મનમાં ફરી રહ્યો છે. દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો છે. ફડાકડાના હોલસેલ વેપારી રાજેશ જણાવ્યું કે અને હાલ દિલ્હીની દરેક ફટાકડાની દુકાનમાં 5 થી 10 લાખનો માલ પડ્યો છે. અને હવે જ્યારે વેચાણની વાત આવી તો સરકાર કહે છે કે ફટાકડા પર બેન છે. અમારા લાખો રૂપિયાના ભરપાઇ કોણ કરશે. અમે તો ગ્રીન ફટાકડા પણ લાવ્યા તો સરકારે હવે આ મુદ્દો પકડ્યો!



    વળી ફડાકડાના શોખીન પણ આ વાતથી નાખુશ છે. આવા જ એક ખરીદારે કહ્યું કે દિવાળીમાં બાળકો તો ફટાકડાની માંગણી કરે છે. તેવામાં બાળકોને કેવી રીતે મનાવવા. જો કે કેટલાક લોકોએ વધતા પ્રદૂષણને લઇને સરકારના આ નિર્ણયને યોગ્ય પણ ઠેરવ્યું છે.

    વધુ વાંચો : Bribe Case : જયપુરમાં એક અધિકારીના ઘરથી ACBને મળી 47 લાખ રૂપિયા કેશ

    ઉલ્લેખનીય છે કે ફટાકડા પર બેનને લઇને ગુરુવારે અનજીટીમાં સુનવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ફટાકડાની કંપનીના એસોશિએશન કહ્યું હતું કે ફટાકડા વેપાર સાથે 10 હજાર લોકો જોડાયેલા. જો ફટાકડા પર બેન લાગશે તો અમે બધા બેરોજગાર થઇ જઇશું, આ પર એનજીટીએ કહ્યું હતું કે આપણી જીવનનો ઉત્સવ મનાવીએ છીએ મોતનો નહીં.

    આ વાત પછી દિલ્હી સરકારે દિલ્હીમાં ફટાકડા વેચવા અને ખરીદવા બંને પર બેન લગાવ્યો છે. રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ સ્થિતિ આજ છે. જેથી આ રાજ્યના ફડાકડાના વેપારીઓની સ્થિતિ બગડી છે.અને આ વેપાર સાથે જોડાયેલા લોકોની મુશ્કેલી વધી છે.
    Published by:Chaitali Shukla
    First published:November 06, 2020, 18:36 IST

    ટૉપ ન્યૂઝ