નવી દિલ્હી: સામાન્ય માણસ માટે રાહતના સમાચાર છે. જણાવી દઈએ કે, દેશમાં છૂટક ફુગાવો ડિસેમ્બર મહિનામાં 5.72 ટકાના 12 મહિનાના નીચલા સ્તરે આવી ગયો હતો. રિટેલ ફુગાવો એક વર્ષમાં સૌથી નીચો હતો. નવેમ્બર 2022માં તે 5.88 ટકા હતો. ડિસેમ્બર 2021માં રિટેલ ફુગાવાનો દર 5.66 ટકા હતો.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા ગુરુવારે છૂટક ફુગાવાના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. આ સતત ત્રીજો મહિનો છે જ્યારે છૂટક ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, આ સતત બીજો મહિનો છે જ્યારે ફુગાવાનો દર RBI દ્વારા નિર્ધારિત 2 થી 6 ટકાની રેન્જમાં રહ્યો છે.
ડિસેમ્બરમાં ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો
છૂટક મોંઘવારી દરમાં ઘટાડો મુખ્યત્વે ખાદ્યપદાર્થોના ભાવમાં નરમાઈને કારણે છે. ખાદ્ય ફુગાવાનો દર ડિસેમ્બર મહિનામાં ઘટીને 4.19 ટકા પર આવી ગયો, જે અગાઉના મહિનામાં 4.67 ટકા હતો. ડિસેમ્બર મહિનામાં શાકભાજીના ભાવમાં 15 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. નવેમ્બરમાં તેમાં 8 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
જણાવી દઈએ કે, નવેમ્બર 2022માં દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં (Industrial Production) 7.1 ટકાનો વધારો થયો છે. આ અગાઉ ઓક્ટોબર મહિનામાં તેમાં ઘટાડો થયો હતો. ગુરુવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા અનુસાર, નવેમ્બર 2021માં ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક એટલે કે IIP (IIP) એક ટકા વધ્યો હતો. NSOના ડેટા અનુસાર નવેમ્બર 2022માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 6.1 ટકાનો વધારો થયો છે. બીજી તરફ નવેમ્બરમાં ખાણકામ ઉત્પાદનમાં 9.7 ટકા અને વીજળી ઉત્પાદનમાં 12.7 ટકાનો વધારો થયો છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર