આજથી શરૂ થશે ટિકિટોનું બુકિંગ, કાલથી દોડશે આ ટ્રેનો, જાણો સમગ્ર વિગત

News18 Gujarati
Updated: May 11, 2020, 8:20 AM IST
આજથી શરૂ થશે ટિકિટોનું બુકિંગ, કાલથી દોડશે આ ટ્રેનો, જાણો સમગ્ર વિગત
આજ સાંજે 4 વાગ્યાથી IRCTC પર શરૂ થશે ઓનલાઇન બુકિંગ, મુસાફરી સમયે માસ્ક પહેરવું ફરજિયાત

આજ સાંજે 4 વાગ્યાથી IRCTC પર શરૂ થશે ઓનલાઇન બુકિંગ, મુસાફરી સમયે માસ્ક પહેરવું ફરજિયાત

  • Share this:
નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways)એ રવિવારે કહ્યું કે તેમની યોજના 12 મેથી ચરણબદ્ધ રીતે પેસેન્જર ટ્રેન સેવાઓ શરૂ કરવાની છે, અને શરૂઆતમાં પસંદગીના રૂટો પર 15 જોડી ટ્રેનો (અપ-ડાઉન મળીને 30 ટ્રેનો) દોડાવવામાં આવશે. સાથોસાથ રેલવેએ કહ્યું કે આ ટ્રેનોમાં સીટો રિઝર્વ (Reserved Seats) કરાવનારા મુસાફરોને પ્રસ્થાન સમયથી ઓછામાં ઓછા એક કલાક પહેલા રેલવે સ્ટેશન પહોંચવું પડશે.

ભારતીય રેલવેએ કહ્યું કે શરૂઆતમાં તમામ 15 રાજધાની ટ્રેનો (Rajdhani Trains)ના રૂટ પર એરકન્ડીશન્ડ સેવાઓ શરૂ થશે અને તેનું ભાડું સુપર-યાસ્ટ ટ્રેનો જેટલું હશે.

નવી દિલ્હીથી આ સ્થળોએ જશે ટ્રેનો

રેલવે તરફથી મળેલી જાણકારી પ્રમાણે આ ટ્રેન દિલ્હીથી ડિબ્રુગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભૂવનેશ્વર, સિકંદરાબાદ, ચૈન્નાઈ, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ અને જમ્મુ માટે દોડશે.

અધિકારીએ જણાવ્યું કે શ્રમિક ટ્રનોથી ઊંધું આ ટ્રેનોના ડબ્બામાં તમામ 72 સીટો પર બુકિંગ થશે અને તેનું ભાડું કોઈ પણ પ્રકારની છૂટની શક્યતા નથી. ઉલ્લેખનીય છે કે શ્રમિક સ્પેશલ ટ્રેનોમાં એક ડબ્બામાં મહત્તમ 54 મુસાફરોને પ્રવાસ કરવાની મંજૂરી છે.

કોવિડ-19ને ધ્યાને લઈ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના કારણે 25 માર્ચથી જ તમામ પેસેન્જર ટ્રેન સેવાઓ બંધ છે.આ સમયે શરૂ થશે બુકિંગ

જાણકારી પ્રમાણે સ્ટેશનો ઉપર ટિકિંગ બુકિંગ કાઉન્ટર બંધ રહેશે. અને પ્લેટફોર્મ ટિકિટ સહિત કોઈ પણ ટિકિટ કાઉન્ટર આપવામાં નહીં આવે. આ બુકિંગ માત્ર આઈઆરસીટીસીની વેબસાઈટથી કરવામાં આવશે. આ બુકિંગ સાંજે 4 વાગ્યાથી શરૂ થશે.

રેલવે મંત્રી પીયુષ ગોયલે ટ્વીટ ઉપર લખ્યું છે રેલવે વારાફરથી પેસેન્જર ટ્રેન ચાલુ કરવાનું વિચારી રહી છે. જેને 12 મેથી શરૂ કરશે. શરુઆતમાં 15 જોડી સ્પેશિયલ ટ્રેન ચાલું કરવામાં આવશે. આ ટ્રેન નવી દિલ્હીથી શરૂ થશે અને દેશના અલગ અલગ સ્ટેશનો સુધી જશે.

અન્ય રૂટો ઉપર પણ દોડશે ટ્રેનો

ભારતીય રેલવેનું કહેવું છે કે આ 15 જોડી ટ્રેનો બાદ તેઓ અન્ય રૂટો ઉપર પણ વિશેષ ટ્રેનો દોડાવશે. તેમનું કહેવું છે કે 20000 ડબ્બા કોવિડ-19 દેખભાળ કેન્દ્ર તરીકે આરક્ષિત કરવા અને પ્રવાસી શ્રમિકોને ગંતવ્ય સુધી પહોંચાડવા માટે રોજ લગભગ 300 શ્રમિક સ્પેશલ ટ્રેનો દોડાવવા માટે અનામમત રાખ્યા બાદ કોચીની ઉપલબ્ધતાના આધારે અન્ય રૂટો પર અન્ય રૂટો પર પ્રવાસી સેવાઓ શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો, કોરોનાના કારણે BCCIને નુકસાન, હવે ટેસ્ટ અને ટી20 માટે મેદાન પર ઉતારશે બે ટીમ ઈન્ડિયા!

માસ્ક પહેરવું ફરજિયાત

કોઈપણ મુસાફરને યાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તે માટે યાત્રીઓને ફેસ માસ્ક પહેરવું ફરજિયાત કર્યું છે. રેલવે તરફથી કહેવામાં આવ્યું છે કે સ્ટેશન ઉપર દરેક યાત્રીઓને ડિપાર્ચર દરમિયાન સ્ક્રીનિંગથી પસાર થવું પડશે. યાત્રીઓમાં સંક્રમણનું કોઈપણ લક્ષણ નહીં હોય તો જ યાત્રીઓને મંજૂરી આપવામાં આવશે.

ભારતમાં લાગુ છે લોકડાઉનનો ત્રીજું ચરણ

કોરોના વાયરસ સંકટના કારણે દેશભરમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. જે 17 મે સુધી ચાલું રહેશે. 17 મે બાદ લોકડાઉનના સમયને વધારવું છે. આની આગળની રણનીતિ શું હશે તે વડાપ્રધાન મોદી 11 મેના દિવસે વીડિયો કોન્ફરન્સિંગથી બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિચાર વિમર્શ કરશે.

આ પણ વાંચો, લૉકડાઉન લંબાયું તો સમગ્ર જિલ્લામાં કામકાજ પર નહીં લાગે પ્રતિબંધ! સરકારનો આ છે પ્લાન
First published: May 11, 2020, 8:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading