બિલ ગેટ્સ સાથે છૂટાછેડા બાદ મળનારી અખૂટ સંપત્તિ ક્યાં ખર્ચ કરશે મેલિન્ડા ગેટ્સ, મળ્યો આ જવાબ

મેલિન્ડા ગેટ્સની ફાઇલ તસવીર (Image Credits: AFP)

મહિલા સશક્તિકરણ, કોવિડ વેક્સીન- છૂટાછેડા બાદ મેલિન્ડા ગેટ્સ પોતાની સંપત્તિને આવી રીતે ખર્ચશે

  • Share this:
નવી દિલ્હી. બિલ ગેટ્સ (Bill Gates) અને મેલિન્ડા ગેટ્સ (Melinda Gates)એ તાજેતરમાં જ 27 વર્ષના લગ્નજીવન બાદ છૂટાછેડા (Divorce) લીધા છે. છૂટાછેડા લીધા બાદ બંને બિલ એન્ડ મિલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન (Bill & Melinda Gates Foundation) હેઠળ સેવાનું કામ કરે છે. આ ફાઉન્ડેશન વિશ્વમાં સૌથી મોટી ચેરિટેબલ ફાઉન્ડેશનમાંથી એક છે. તેમણે સેવાનું કામ એકસાથે ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. માઈક્રોસોફ્ટના કો-ફાઉન્ડર અને વિશ્વના સૌથી ધનિક માણસ સાથે ડાયવોર્સ બાદ પણ મેલિન્ડા દુનિયાની ધનિક વ્યક્તિઓમાંથી એક રહેશે અને ભવિષ્યમાં સેવાના કાર્યો માટે તેનો ઉપયોગ કરવાની આશા રાખવામાં આવે છે.

CNN રિપોર્ટ અનુસાર મેલિન્ડાના કામને જોતા લાગી રહ્યું છે કે તે ભવિષ્યમાં તે સેવાનું કામ કરશે. રિપોર્ટ દર્શાવે છે કે તે તેના કાર્યક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોઈ શકે છે.

આ પણ વાંચો, મોટો ખુલાસો- રંગીન મિજાજના છે બિલ ગેટ્સ, ઘરે યોજાતી હતી સ્ટ્રિપ પાર્ટીઝ

મહિલા સશક્તિકરણ: મેલિન્ડા સ્ત્રી અને પુરુષ વચ્ચે વર્તાઈ રહેલી અસમાનતા માટે ખૂબ જ આગળ પડતુ કામ કરે છે અને મહિલા સશક્તિકરણ માટે કાર્યરત છે. મહિલા અને પુરુષ વચ્ચેનો ભેદ દૂર કરવા માટે મિલિન્ડાએ 2015માં પિવોટલ વેન્ચર્સ કંપની લોન્ચ કરી હતી. કંપની મહિલા કેન્દ્રિત પ્રયાસોમાં મદદ કરે છે અને પબ્લિક ઓફિસ ચલાવવા માટે મહિલાને પ્રોત્સાહિત કરે છે. મેલિંડા મહિલાઓને ગર્ભનિરોધક વિશે જાગૃત કરે છે અને તેને ગરીબી વિરોધી અસ્ત્ર ગણાવે છે.

આ પણ જુઓ, ICU બેડ ન મળ્યો છતાં કોરોનાને મ્હાત આપી રહી છે 30 વર્ષીય યુવતી, ખુદ ડૉક્ટરે શૅર કર્યો વીડિયો

કોવિડ-19 વેક્સીન: વૈશ્વિક મહામારી કોરોનાને કારણે અનેક અનેક લોકોના જીવ ગયા છે, તેની સામે માત્ર લોકોને વેક્સીનની મદદથી બચાવી શકાય છે. મેલિન્ડાએ કહ્યું છે કે દરેક વ્યક્તિએ વેક્સીન લેવી જોઈએ, જો માત્ર અધિક આવક ધરાવતા દેશોમાં જ માત્ર રસીકરણ કરવામાં આવશે, તો બીમારીમાં ફરીથી ઉછાળો આવી શકે છે. મેલિન્ડાએ દુનિયાના અનેક ભાગોમાં રસીકરણ કાર્યક્રમ કરવાની આશા રાખી છે.

આ પણ વાંચો, કોરોનાથી મરતી માતા માટે લાચાર દીકરાએ વીડિયો કૉલ પર ગાયું- ‘તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...’ ડૉક્ટર-નર્સો રડી પડ્યાં

માનસિક સ્વાસ્થ્ય: મેલિન્ડા અનેક માનસિક સ્વાસ્થ્ય કાર્યક્રમ સાથે જોડાયેલ છે, જેના પરથી કહી શકાય કે તેણી આ વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. અગાઉ તે ‘સાઉન્ડ ઈટ આઉટ’ અને ‘અપસ્વિંગ ફંડ ફોર એડોલેસન્ટ્સ મેન્ટલ હેલ્શ’ જેવી પહેલ સાથે સંકળાયેલ હતી. જે ગયા વર્ષે શરૂ કરવામાં આવી હતી.

પેઈડ લીવ: મેલિન્ડા ગેટ્સ પિવોટલ વેન્ચર્સ યુએસ નેશનલ કેમ્પેઈન સાથે પેઈડ લીવ માટે કામ કરી રહી છે. CNN અનુસાર, 2016માં કોમ્પ્રેહેન્સિવ ફેડરલ પેઈડ લિવ પોલિસી લાવવા માટે $65 મિલિયનનું રોકાણ કર્યું છે. 2019માં તેણે દર્શાવ્યું કે USA એક માત્ર એવો દેશ છે જેની પાસે પેઈડ ફેમિલી લીવ માટે સરકારી ફંડ નહોતું. ઘણા અબજોપતિઓ આ ક્ષેત્રે આવનારા મહિના અને વર્ષોમાં કામ કરવાની આશા રાખી રહ્યા છે.
First published: