Home /News /business /

દેશના 130 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવા માટે ખર્ચ કરવા પડશે 5000 કરોડ રૂપિયા- Zydus Cadila

દેશના 130 કરોડ લોકોને કોરોના વેક્સીન આપવા માટે ખર્ચ કરવા પડશે 5000 કરોડ રૂપિયા- Zydus Cadila

પંકજ પટેલે જણાવ્યું કે કોરોના વેક્સીન એક ખૂબ મુશ્કેલ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે, આ કારણે વેક્સીન બનાવવાનો ખર્ચ ઘણો વધી જશે

પંકજ પટેલે જણાવ્યું કે કોરોના વેક્સીન એક ખૂબ મુશ્કેલ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે, આ કારણે વેક્સીન બનાવવાનો ખર્ચ ઘણો વધી જશે

    નવી દિલ્હીઃ ફાર્મા કંપની ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ આર. પટેલ (Zydus Cadila Chairman Pankaj R Patel)એ કહ્યું છે કે દેશમાં દરેક વ્યક્તિ સુધી કોરોનાની વેક્સીન (Covid-19 Vaccine) પહોંચાડવા માટે જે સુવિધાઓની જરૂર છે, તેની પર પાંચ હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડી શકે છે. તેઓએ કહ્યું કે ભારતમાં કોરોના વેક્સીનનું મોટાપાયે ઉત્પાદન કરવા માટે વધારાની સુવિધાઓની જરૂર પડશે. કોરોના મહામારીનો એકમાત્ર ઉપાય વેક્સીન જ નથી, આપણે ઉપચારના નવી પદ્ધતિઓની શોધ કરવાની છે. પંકજ પટેલે જણાવ્યું કે કોરોના વેક્સીન એક ખૂબ મુશ્કેલ પ્લેટફોર્મ સાબિત થઈ રહ્યું છે, આ કારણે વેક્સીન બનાવવાનો ખર્ચ ઘણો વધી જશે.

    વેક્સીન એકમાત્ર સમાધાન નથી- પંકજ પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે કોરોના મહામારીને નિયંત્રિત કરવા માટે વેક્સીન એકમાત્ર સમાધાન નથી. આપણને વેક્સીન તો જોઈએ જ અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના હિસાબથી આપણે કેટલાક નવા સુધાર કરવાની જરૂર છે.

    ઝાયડસ કેડિલાના ચેરમેન પંકજ આર. પટેલ (ફાઇલ તસવીર)


    તેઓએ કહ્યું કે, મને લાગે છે કે હાલ દુનિયાભરમાં જે રીતે વેક્સીનના ટ્રાયલ હાથ ધરવામાં આવી રહ્યા છે તે હિસાબથી 100 ટકા લોકોમાં કોરોનાથી બચાવી ઇમ્યુનિટી ડેવલપ થવાની આશા નથી.

    આ પણ વાંચો, COVID-19 મહામારીના 8 મહિના બાદ પણ ICU બેડ દર્દીઓ માટે સૌથી મોટો પડકાર

    ખર્ચ કરવા પડશે 5000 કરોડ રૂપિયા- પંકજ પટેલે જણાવ્યું કે, જો ભારતે પોતાના 130 કરોડથી વધુની વસ્તી માટે કોરોના વેક્સીનના ડોઝ તૈયાર કરવા છે તો ઉત્પાદન ક્ષમતાને વધારવા માટે 5000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જરૂરિયાત છે. ઝાયડસ કેડિલાના પટેલે જણાવ્યું કે કોરોના વેક્સીનને તૈયાર કરવાની પ્રક્રિયા જટિલ છે. તેથી બીજી વેક્સીનની તુલનામાં તેને તૈયાર કરવામાં વધુ ખર્ચ થશે.

    આ પણ વાંચો, મોદી સરકારે ખેડૂતોને ગણાવ્યા Farm Billના ફાયદા, ‘જૂઠાણા’ અને ‘સત્ય’ વચ્ચેનો ભેદ જણાવ્યો

    કોવિડ વેક્સીન પર આયોજિત એક ચર્ચામાં પંકજ પટેલે જણાવ્યું કે, આપણે એ બાબતે વિચાર કરવો પડશે કે વેક્સીન તૈયાર કરવાની ક્ષમતા ઊભી કરવા માટે ધન ક્યાંથી લાવીશું?
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Business news, Corona vaccine, Corona vaccine news, Coronavirus in India, Covid 19 vaccine, COVID-19, Vaccine, કોરોના વાયરસ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन