અદાર પૂનાવાલાએ કહ્યું, ‘કોવિડ-19 સામે જંગ લડવા ભારતમાં ડિસેમ્બર સુધીમાં આવી શકે છે વેક્સીન’

News18 Gujarati
Updated: October 30, 2020, 9:35 AM IST
અદાર પૂનાવાલાએ કહ્યું, ‘કોવિડ-19 સામે જંગ લડવા ભારતમાં ડિસેમ્બર સુધીમાં આવી શકે છે વેક્સીન’
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEOએ કહ્યું કે, ભારતમાં બે ડૉઝવાળી કોરોના વેક્સીન હશે, જેનો ડૉઝ 28 દિવસના અંતરાળમાં આપવામાં આવી શકે છે

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEOએ કહ્યું કે, ભારતમાં બે ડૉઝવાળી કોરોના વેક્સીન હશે, જેનો ડૉઝ 28 દિવસના અંતરાળમાં આપવામાં આવી શકે છે

  • Share this:
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વેક્સીન ક્યાં સુધીમાં આવશે? સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India- SII)ના સીઇઓ અદાર પૂનાવાલાએ તેને લઈને અગત્યની જાણકારી આપી છે. અદાર પૂનાવાલા (Adar Poonawalla)એ કહ્યું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા કોવિડ-19 વેક્સીન (Covid-19 vaccine) માટે ઇમરજન્સી લાઇસન્સ માટે એપ્લાય કરી શકે છે, જે યૂનાઇટેડ કિંગડમમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકાના ઉમેદવારોના પરીક્ષણના પરિણામો પર આધારિત છે.

News18ને આપેલા એક વિશેષ ઇન્ટરવ્યૂમાં પૂનાવાલાએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ સુરક્ષાની ચિંતા નથી, પરંતુ વેક્સીનના લૉન્ગ ટર્મ પ્રભાવોને સમજવામાં બે-ત્રણ વર્ષ લાગશે. દુનિયાની સૌથી મોટી વેક્સીન બનાવનારી કંપનીના સીઇઓએ જણાવ્યું કે શૉટને સસ્તા ભાવે લોકોને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેને યૂનિવર્સલ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામમાં સામેલ કરવાના પ્રયાસો પણ કરવામાં આવશે.

2020ના અંત સુધી કોવિડ-19 વેક્સીન તૈયાર થવાની શક્યતા છે? વેક્સીનેશન અભિયાન ક્યારે શરૂ થઈ શકે છે?

અદાર પૂનાવાલાએ કહ્યું કે આ વર્ષના અંત સુધી કોવિડ-19ની વેક્સીન તૈયાર કરવા વિશે કોઈ પ્રકારની ટિપ્પણી ઉતાવળ ગણાશે. તેઓએ કહ્યું કે તેની વેક્સીન ઇમ્યૂનોજેનિક અને પ્રભાવોત્પાદક પુરવાર કરવામાં પરીક્ષણોની સફળતા પર નિર્ભર કરે છે. જો અમે ઇમરજન્સી લાઇસન્સ માટે એપ્લાય કરીએ છીએ તો જાન્યુઆરી સુધી અમારા ટ્રાયલ સમાપ્ત થઈ જવા જોઈએ અને પછી અમે યૂકે ટ્રાયલ માટે જાન્યુઆરીમાં ભારતમાં લૉન્ચ કરી શકીએ છીએ.

આ પણ વાંચો, દરેક નાગરિકને મળશે કોરોના વેક્સીન, કોઈ વંચિત નહીં રહે- વડાપ્રધાન મોદી

તેઓએ જણાવ્યું કે, બ્રિટનમાં વેક્સીનના એડવાન્સ ટ્રાયલ ચાલી રહ્યા છે. જો બ્રિટને ડેટા શૅર કર્યો તો ઇમરજન્સી ટ્રાયલ માટે સ્વાસ્થ્ય મંત્રાલયમાં અરજી કરવામાં આવશે. મંત્રાલયથી મંજૂરી મળતાં તે જ ટેસ્ટ ભારતમાં પણ કરવામાં આવી શકે છે. પૂનાવાલાએ કહ્યું કે, આ તમામ સફળ રહે તો ડિસેમ્બરના મધ્ય સુધી ભારતની પાસે કોરોના વાયરસની વેક્સીન ઉપલબ્ધ થઈ શકે છે.પરીક્ષણથી કયા ડેટા જોવા મળી રહ્યા છે? શું ડેટા પોઝિટિવ છે? શું આ સિંગલ ડોઝ વેક્સીન છે?

અદાર પૂનાવાલાએ કહ્યું કે, હાલના આંકડાઓથી જાણી શકાય છે કે આ વેક્સીન (કોવિશિલ્ડ)થી સંબંધિત કોઈ ચિંતા નથી. અત્યાર સુધી હજારો લોકોએ તેને ભારત અને વિદેશોમાં સુરક્ષાની ચિંતા રાખ્યા વગર રાખી છે. જોકે વેક્સીનના લાંબા પ્રભાવો શું છે તેના વિશે જાણવામાં બેથી ત્રણ વર્ષ લાગશે. તેઓએ કહ્યું કે બે ડૉઝવાળી વેક્સીન હશે, જેનો ડૉઝ 28 દિવસના અંતરાળમાં આપવામાં આવી શકે છે.

વેક્સીનની કિંમત શું રહેશે?

અમે વેક્સીનના ભાવ વિશે સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ અને તેની પુષ્ટિ પણ ટૂંક સમયમાં થશે. અદાર પૂનાવાલાએ કહ્યું કે કોરોનાની વેક્સીન ઘણી સસ્તી હશે.

આ પણ વાંચો, PAK: જ્યારે કાશ્મીર મુદ્દે ચાલી રહેલા ઇન્ટરનેશનલ વેબિનારમાં ગૂંજવા લાગ્યા ‘જય શ્રીરામ’ના નારા

યુનિવર્સલ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવી રહેલી વેક્સીન પર આપનો શું મતે છે?

આ પ્રશ્નનો જવાબ આપતા અદાર પૂનાવાલાએ કહ્યું કે, કોરોના મહામારી વૈશ્વિક બંધનું કારણ બની છે, તેથી આ બીમારી માટે એક વેક્સીનનું અગત્યતા દર્શાવી છે. મારું માનવું છે કે તેને યૂનિવર્સલ ઇમ્યૂનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ લાવવી જોઈએ.
Published by: Mrunal Bhojak
First published: October 30, 2020, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading