Covid-19 Vaccine: એક હજાર રૂપિયાથી ઓછી હશે કોરોના વેક્સીનની કિંમત!

News18 Gujarati
Updated: July 23, 2020, 9:00 PM IST
Covid-19 Vaccine: એક હજાર રૂપિયાથી ઓછી હશે કોરોના વેક્સીનની કિંમત!
પ્રતિકાત્મક તસવીર

દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે આગામી વર્ષની શરુઆતમાં વેક્સીન લોન્ચ થઈ શકે છે. પરંતુ આ બધા વચ્ચે સામાન્ય લોકોમાં વેક્સીનની કિંમતો અંગે હલચલ થઈ રહી છે.

  • Share this:
નવી દિલ્હીઃ દુનિયાભરમાં અત્યારના સમયમાં કોરોના વેક્સીનના (Covid-19 Vaccine) આશરે 140 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. જેમાંથી અનેક વેક્સીનના હ્યુમન ટ્રાયલ (Human Trials) થવાના શરૂ થઈ ચૂક્યા છે. દાવાઓ કરવામાં આવી રહ્યા છે કે આગામી વર્ષની શરુઆતમાં વેક્સીન લોન્ચ (Vaccine Launch) થઈ શકે છે. પરંતુ આ બધા વચ્ચે સામાન્ય લોકોમાં વેક્સીનની કિંમતો અંગે હલચલ થઈ રહી છે. માનવામાં આવી રહ્યું છે કે કોઈપણ દેશ વેક્સીન શોધે પરંતુ કિંમત સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને રાખવામાં આવશે.

પાર્ટનર ફર્મના સીઈઓ બોલ્યા
ભારતની ફાર્મા કંપની સીરમ ઈસ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) ઓક્સફોર્ડે (Oxford) કોરોના વેક્સીનમાં પાર્ટનર છે. આ કંપનીના સીઈઓ અદર પૂનાવાલા છે. ધ ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સમાચારમાં પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે અત્યારે વેક્સીનની કિંમત અંગે કંઈપણ કહેવું ઉતાવળ ગણાશે. પરંતુ અમે પ્રયત્ન કરીશું કે આની કિંમત એક હજારથી ઓછી રાખવામાં આવે.

સીરમ ઈન્સ્ટીટ્યૂ ઓફ ઈન્ડિયા
અદર પૂનાવાલાના પિતા ડો. સાઈરસ પૂનાવાલાએ જ સીરમ ઈન્સ્ટિટ્યૂટની સ્થાપના વર્ષ 1966માં કરી હતી. આ કંપની પૂનાવાલા ગ્રૂપનો ભાગ છે.અદર પૂનાવાલાએ યુનાઈટેડ કિંગડમની યુનિવર્સિટી ઓફ વેસ્ટમિનિસ્ટરથી અભ્યાસ કર્યો છે.

આ પણ વાંચોઃ-corona effect: રાજકોટમાં સમાજનું ઘડતર કરનાર શિક્ષક જ ઘરનું ગુજરાન ચલાવવા શાકભાજી વેચવા મજબૂરઅદર પૂનાવાલાએ પોતાના પિતાની કંપની 2001માં જોઈન કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટને આગળ ધપાવવા માટે ઈન્ટરનેશનલ ગ્રોથ વધારવા માટે તેમનું મોટું યોગદાન છે. 2011માં કપનીના સીઈઓ બન્યા હતા.

આ પણ વાંચોઃ-Photos: સુરતમાં દારૂ ભરેલી ગાડીનો ટ્રક સાથે અકસ્માત, યુવકને બચાવવાના બદલે લોકોએ કરી દારૂની લૂંટ

આ પણ વાંચોઃ-બાપની મજબૂરીઃ બળકોના ઓનલાઈન અભ્યાસ માટે પિતાએ ગાય વેચીને ખરીદ્યો સ્માર્ટફોન

100 કરોડ વેક્સીન બનાવવાનો પ્રોજેક્ટ
પૂણેની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિાયે પહેલા ઓક્સફોર્ડના પ્રોજેક્ટમાં કોલોબ્રેશન કરી રાખ્યું છે. જો ઓક્સફોર્ડની વેક્સીન સફળ થાય તો તે ભારતમાં તેની ઉપલબ્ધીમાં કોઈ તકલીફ નહીં આવે. આ કંપનીએ AstraZeneca નામની કંપની સાથે ટાઈઅપ કરી રાખ્યું છે. જે ઓક્સફોર્ડ યુનિવર્સિટી સાથે મળીને વેક્સીન તૈયાર કરી રહી છે.

ઓક્સફોર્ડનો પ્રોજેક્ટ સફળ થયાની સાથે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા વેક્સીન 100 કરોડ ડોઝ તૈયાર કરશે. જેમાં 50 ટકા ભાગ ભારત માટે હશે. 50 ટકા ગરીબ અને મધ્યમ આવકવાળા દેશો માટે હશે.
Published by: ankit patel
First published: July 23, 2020, 9:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading