Home /News /business /

કોરોનાના કારણે અર્થતંત્ર પર લટકતી તલવાર: બેકારીનો દર ચરમસીમાએ પહોંચે તેવી દહેશત, નવા પોલમાં તારણ

કોરોનાના કારણે અર્થતંત્ર પર લટકતી તલવાર: બેકારીનો દર ચરમસીમાએ પહોંચે તેવી દહેશત, નવા પોલમાં તારણ

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના મત મુજબ, 23 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં ભારતનો બેરોજગારીનો દર એક વર્ષના ઉચ્ચતમ સ્તર 14.73% સુધી પહોંચી ગયો છે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના મત મુજબ, 23 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં ભારતનો બેરોજગારીનો દર એક વર્ષના ઉચ્ચતમ સ્તર 14.73% સુધી પહોંચી ગયો છે.

ભારતનો આર્થિક આઉટલુક ફરી નબળું પડ્યું છે. કોરોનાના કારણે તે અસર વધુ ઘેરી બની શકે છે. પરિણામે આગામી વર્ષમાં રોજગારીની હાલત વધુ ખરાબ થઈ શકે તેવું રોયટર્સના પોલમાં સામે આવ્યું છે.

કોરોના વાયરસની અસર આર્થિક પ્રવૃત્તિ પર પડી છે. કોરોના વાયરસને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન અને નિયંત્રણોના કારણે અનેક લોકોએ નોકરી, રોજગાર ગુમાવ્યા છે. અગાઉ સકારાત્મક રહેલા અર્થશાસ્ત્રીઓ પણ હવે વિચાર બદલી રહ્યા છે.

20થી 27મે સુધીના સર્વેક્ષણમાં જાણવા મળ્યું કે, ચાલુ ત્રિમાસિકમાં આઉટલુક ઘટીને 21.6 ટકા થયો. ચાલુ નાણાકીય વર્ષ માટે તે સરેરાશ 9.8 ટકા છે. એક મહિના પહેલાના તે 23 ટકા અને 10.4 ટકાથી નીચે રહ્યો છે. ત્યારે આગામી નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા 6.7 ટકા વધવાનું અનુમાન લગાવાયું હતું. જોકે તેના પહેલા તે 6.5 ટકાનું રખાયું હતું.

PNB Scam: ડોમિનિકા કોર્ટમાં વકીલનો દાવો, મેહુલ ચોક્સીને ટોર્ચર કરવામાં આવ્યો, અપહરણનો પ્રયત્ન થયો

એકતરફ આ વર્ષના અંતે સ્વસ્થ વૃદ્ધિના આંકડાના સંકેત મળ્યા ત્યારે તમામ 29 અર્થશાસ્ત્રીઓએ વધુ પ્રશ્નના જવાબમાં આઉટલુક નબળો, વધુ ઘટાડાની સાંભવના અથવા નાજુક રહે તેવી ચેતવણી આપી છે. કોઈ મજબૂત રિકવરી અને ત્યારબાદ અપગ્રેડની આશા નહોતી.

રાબોબેંકના અર્થશાસ્ત્રી વાઉટર વૈન ઇજ્કેલેનબર્ગએ જણાવ્યું હતું કે, બીજી લહેર પહેલા ભારતની રિકવરી મજબૂત દેખાતી હતી. જેથી કેસની સંખ્યા ઘટે ત્યારબાદ રિકવરી ઉછળશે તેવો વિશ્વાસ હતો. જોકે, આ વર્ષે અસરકારક રહેવા માટે રસીકરણ કાર્યક્રમ ઝડપી બનાવવો પડશે. કોરોના વાયરસના કેસમાં ઉછાળા રિકવરી પર ડેમોકલ્સની તલવારની જેમ લટકે છે. જ્યાં સુધી દેશની મોટાભાગેની વસ્તીનું રસીકરણ ના થઇ જાય ત્યાં સુધી નવી લહેર અને ત્યારબાદ આવનારા લોકડાઉનનો ખતરો રહે છે.

હવે ગુજરાતીમાં પણ એન્જીનિયરીંગ કરી શકાશે, અનેક વિદ્યાર્થીઓનાં થશે સપના પૂરાં

ધીમું રસીકરણ અર્થવ્યવસ્થામાં ગાબડું પડી શકે છે. સૌથી ખરાબ સ્થિતિમાં પણ ગત વર્ષની ઘેરી મંદી બાદ ચાલુ નાણાંકીય વર્ષમાં અર્થવ્યવસ્થાની સરેરાશ વૃદ્ધિ 6.8 ટકાની રહેશે.

કેપિટલ ઇકોનોમીક્સના એશિયાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ગૈરેથ લેદરે કહ્યું કે, આશા રાખીએ કે અર્થવ્યવસ્થા ત્યાં ન પહોંચે. આપણી સામે હજુ વધુ એક લહેર છે. ત્યારબાદ સરકારને કદાચ ખબર પડે કે, અર્થવ્યવસ્થાનું લોકોડાઉન પહેલા કરવું જોઈએ, બાદમાં નહીં. જ્યાં સુધી ભારતમાં રસીકરણ ધીમું રહેશે ત્યાં સુધી આર્થિક બાબતો સામે લહેરનો ખતરો રહેશે.

સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમી (CMIE)ના મત મુજબ, 23 મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં ભારતનો બેરોજગારીનો દર એક વર્ષના ઉચ્ચતમ સ્તર 14.73% સુધી પહોંચી ગયો છે.

શું આગામી વર્ષમાં ભારતમા બેરોજગારીની સ્થિતિ ખરાબ થશે? તે પ્રશ્નના જવાબમાં 85 ટકાથી વધુ એટલે કે, 29માંથી 25 વ્યક્તિએ તેને વધુ જોખમ ગણાવ્યું હતું. જ્યારે અન્ય 4એ જોખમ ઓછું ગણાવ્યું હતું.

ING ખાતે એશિયાના વરિષ્ઠ અર્થશાસ્ત્રી પ્રકાશ સકપાલે જણાવ્યું હતું કે, અર્થવ્યવસ્થાને ડિમાન્ડ શોક લાગશે. જેનાથી કેટલીક કાયમી માંગ નાશ પામી શકે છે. જેથી બજારમાં નોકરીઓ ઓછી થશે, બેકારીનો દર આવતા વર્ષમાં વધી જશે.

સુશીલના હાથમાં ડંડો અને સાથે બદમાશો, લોહીલુહાણ હાલતમાં હતો સાગર, તે રાતનો વીડિયો વાયરલ

રિઝર્વ બેંક ઇન્ડિયાએ લિકવિડીટીના ઉપાયો સહિતની મોનિટરી પોલિસીને ઢીલી રાખી છે. જે આ નાણાકીય વર્ષ માટે સરળ રહે તેવી અપેક્ષા હતી.

આર્થિક સુધારાને વેગ આપવા વધુ રાજકોષીય પ્રોત્સાહનની માંગ વધી છે. ત્યારે આરોગ્ય સંકટના કારણે ઉભા થયેલા પડકારોનો જવાબ આપવા માટે સરકાર પાસે મર્યાદિત અવકાશ છે.

રાબોબેંકના ઇજકેલેનબર્ગે જણાવ્યું કે, જો ભારત સરકાર ખર્ચમાં વધારો કરશે તો તે આર્થિક આઉટપુટમાં થનારા ટૂંકા ગાળાના નુકસાનને અટકાવશે. પરંતુ તેનાથી લાંબા ગાળે ઋણની સ્થિરતા પર વધુ દબાણ પડશે. વધુ રાજકોષીય પ્રોત્સાહનની વાત આવે ત્યારે ભારતના પીલીસી મેકર ગડમથલ અનુભવે છે.
First published:

Tags: Coronavirus, COVID-19, Economy, Jobs, ભારત

આગામી સમાચાર