Home /News /business /

હ્યુન્ડાઈ, ઓડી અને મર્સિડીઝ સહિતની અન્ય ટોપ કાર્સની લોન્ચિંગ પર કોરોનાનું ગ્રહણ

હ્યુન્ડાઈ, ઓડી અને મર્સિડીઝ સહિતની અન્ય ટોપ કાર્સની લોન્ચિંગ પર કોરોનાનું ગ્રહણ

    નવી દિલ્લી:  ભારતમાં કોરોનાની બીજી લહેરમાં ખૂબ જ ખરાબ પરિસ્થિતિ જોવા મળી રહી છે. દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે દેશના અનેક રાજ્યોમાં સંપૂર્ણ અને આંશિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. જેની અસર વ્યવસાયો પર પણ થઈ રહી છે. કોરોનાને કારણે કાર લોન્ચિંગ પણ ડિલે થઈ રહ્યું છે. જેના કારણે કાર મેન્યુફેક્ચર્સ નવી કાર ક્યારે લોન્ચ કરવી તેની યોજના બનાવી રહ્યા છે. કોવિડ-19ના કેસમાં સતત વધારો થવાથી ઘણી નવી કારનું લોન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યું છે.

    મારુતિ સુઝુકી સેલેરિયો

    કોરોનાને કારણે ન્યુ મારુતિ સુઝુકી સેલેરિયો કાર લોન્ચિંગની તારીખ આગળ વધારવામાં આવી છે. આ નવું મોડેલ મે 2021માં માર્કેટમાં લોન્ચ થવાનું હતું, પરંતુ હવે કાર લોન્ચિંગ 2021ના વચ્ચેના સમયગાળમાં થવાની શક્યતા છે.

    સ્કોડા ઓક્ટાવિયા

    સ્કોડા ઓક્ટાવિયા માર્કેટમાં આવતા હજુ થોડા દિવસનો સમય લાગી શકે છે. લોકોને આશા છે કે આ નવા મોડેલની ઇન્ટેરિયર અને એક્ટેરિયર ડિઝાઈન અત્યાધુનિક હશે. આ કાર એપ્રિલ 2021માં લોન્ચ થવાની આશા હતી, પરંતુ તે હવે મે 2021માં લોન્ચ થઈ શકે છે.

    જાણો Made in India Apps વિશે જે વોટ્સએપ અને ટ્વિટરને આપી રહી છે ટક્કર


    હ્યુન્ડાઈ અલ્કાઝર

    આ કાર હ્યુન્ડાઈની પોપ્યુલર SUV ક્રેટા પર આધારિત છે, આ કારમાં વ્હીલ મોટા (ક્રેટાથી 150 mm મોટા) હશે. આ કાર 29 એપ્રિલના રોજ લોન્ચ થવાની હતી, પરંતુ હવે તે મે મહિનામાં લોન્ચ થઈ શકે છે.

    મર્સિડીઝ બેન્ઝ GLA

    જર્મન કાર મેન્યુફેક્ચરર મર્સિડીઝ એપ્રિલ 2021ના અંતમાં અથવા મે મહિનાની શરૂઆતમાં બેન્ઝ GLA કારનું બીજુ મોડેલ લોન્ચ થવાની હતી, પરંતુ કોરોનાને કારણે લોન્ચિંગની તારીખ આગળ વઘારવામાં આવી છે. મર્સિડીઝ SUV રેન્જ મલ્ટીપલ એન્જિન વેરિએન્ટમાં જોવા મળશે. 1- FWD and AWD સાથે 190hp, 2- 2.0 લિટર ટર્બો ડિઝલ એન્જિન આવશે, 1.3 પેટ્રોલ એન્જિન 163hp પાવર સાથે આવશે. પર્ફોર્મન્સ ઓરિયન્ટેડ AMG GLA 35 4મેટીક 306hp પાવર સાથે, 2.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન ભારતમાં લોકોને ખૂબ પસંદ આવશે.

    જૂના ફોન નંબરથી પણ ચોરાઈ શકે છે તમારો પર્સનલ ડેટા, જાણો કેવી રીતે બચી શકાય


    ઔડી ઈ-ટ્રોન

    ઓડી ઈ-ટ્રોન પ્રીમિયમ ઈલેક્ટ્રીક કાર માર્કેટ ટેક ઓવર કરવાની તૈયારી કરી રહી છે. ઔડીએ ભારતીય બજારોમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. મે 2021 સુધીમાં કાર બજારમાં આવી ગઈ હોત, પરંતુ કોરોનાને કારણે જૂન 2021 સુધી લોન્ચિંગ સ્થગિત કરવામાં આવ્યું છે. ઔડી ઈ-ટ્રોન 95kWh બેટરી ધરાવે છે. મોટર 408hp પાવર ઉત્પન્ન કરે છે તથા કંપનીએ દાવો કર્યો છે કે આ કાર 5.7 સેકન્ડમાં 0-100Kmની સ્પીડ પર દોડી શકે છે.
    First published:

    Tags: COVID-19, Launch, કોરોના, લોન્ચ

    આગામી સમાચાર