Lockdownમાં દુકાનદારો બેફામ લૂંટ ચલાવે તો, ઘરે બેઠા અહીં કરી શકશો ફરિયાદ

News18 Gujarati
Updated: March 25, 2020, 7:08 PM IST
Lockdownમાં દુકાનદારો બેફામ લૂંટ ચલાવે તો, ઘરે બેઠા અહીં કરી શકશો ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

લોકો સામન ખરીદીને ઘરમાં ભરવા લાગ્યા છે જેથી આવનારા દિવસોમાં કોઈ મુશ્કેલીઓ ન પડે. આ તકનો લાભ ઉઠાવીને અનેક જગ્યાએ દુકાનદારો મનમાની ચાલાવી રહ્યા છે. ગ્રાહકો પાસેથી મનમાની રીતે ભાવ વસૂલી રહ્યા છે. જો તમે પણ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો તમે ઘરે બેઠા સરકારને ફરિયાદ કરી શકો છો.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસના (coronavirus) કારણે દેશભરમાં 14 એપ્રિલ સુધી લોકડાઉન (lockdown)છે. ગભરાહટમાં લોકો સામન ખરીદીને ઘરમાં ભરવા લાગ્યા છે જેથી આવનારા દિવસોમાં કોઈ મુશ્કેલીઓ ન પડે. આ તકનો લાભ ઉઠાવીને અનેક જગ્યાએ દુકાનદારો મનમાની ચાલાવી રહ્યા છે. ગ્રાહકો પાસેથી મનમાની રીતે ભાવ વસૂલી રહ્યા છે. જો તમે પણ આ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો તો તમે ઘરે બેઠા સરકારને ફરિયાદ કરી શકો છો.

ફરિયાદ કરવાની સરળ રીત

1- કન્ઝ્યુમર અંગેની ફરિયાદ consumerhelpline.gov.in જઈને ઓનલાઈન કરી શકો છો.

2- કન્ઝ્યુમર ટોલ ફ્રી નંબર 14404 અથવા 1800-11-4000 ઉપર ફોન કરીને ફરિયાદ નોંધાવી શકશો.
3- કન્ઝ્યુમર 8130009809 નંબર ઉપર એસએમએસ મોકલીને ફરિયાદ કરી શકશો. SMS મળ્યા પછી કન્ઝ્યુમરને ફોન કરવામાં આવશે. અને તેની ફરિયાદ નોંધવામાં આવશે.

શું છે તમારો અધિકાર- સુરક્ષાનો અધિકાર એટલે કે યોગ્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવાનો અધિકારી છે. જો કોઈ વસ્તુઓ કે સેવા કન્ઝ્યુમરના જીવન અને સંપત્તિ માટે ખતરનાક છે તો તેની સામે સુરક્ષા મેળવવાનો અધિકાર છે.

- માહિતીનો અધિકાર એટલે કે કન્ઝ્યુમરને વસ્તુઓ અને સેવાઓની ગુણવત્તા, માત્રા, શક્તિ, શુદ્ધતા, માપદંડ અને કિંમત અંગે માહિતી મેળવવાનો અધિકાર છે. જો કોઈ દુકાનદાર અને સપ્લાયર કે પછી કંપની તમને વસ્તુ કે સામાન અંગે યોગ્ય જાણકારી ન આપે તો તમે તેની સામે કેસ કરી શકો છો.

- પસંદ કરવાનો અધિકાર એટલે કે કન્ઝ્યુમરને વસ્તોઓ અને સેવાઓ પસંદ કરવાનો અધિકાર છે. ગ્રાહક પોતાની પસંદની સેવાઓ અને વસ્તુઓ પસંદ કરી શકે છે. કોઈપણ કન્ઝ્યુમર કોઈ વિશેષ વસ્તુઓ કે સેવાઓ લેવા માટે બાધ્ય ન કરી શકાય.

સરકારની છે નજર
જો કોઈ દુકાનદાર સામાનોનું કાળા બજાર કરે કે પછી પોતાની મનમાની કરી ઉઘાડી લૂંટ ચલાવે તો સરકાર પણ કડક કાર્યવાહી કરવાના મૂડમાં છે. કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાન પ્રમાણે સરકાર તરફથી આવા લોકો ઉપર નજર છે. જરૂર પડશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે.
First published: March 25, 2020, 7:08 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading