લોકડાઉન વચ્ચે એક સારા સમાચાર! આ કંપની 25 ટકા વધારે આપશે સેલરી

News18 Gujarati
Updated: April 7, 2020, 3:32 PM IST
લોકડાઉન વચ્ચે એક સારા સમાચાર! આ કંપની 25 ટકા વધારે આપશે સેલરી
પ્રતિકાત્મક તસવીર

કંપનીના માઈક્રોફાયનાન્સ વ્યાપાર સાથે ઓછામાં ઓછી 70,000 મહિલાઓ જોડાયેલ છે. આ એક સંયુક્ત બિઝનેસ છે, તેથી પગાર વધારાના નિર્ણયનો લાભ તેમને પણ થશે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ(Coronavirus-Covid-19) ના પગલે દેશમાં ચાલી રહેલ લૉકડાઉન(Lockdown in India)થી આર્થિક ગતિવિધિઓ પર રોક લાગી ગઈ છે. આ કારણથી જ ઘણી કંપનીઓ પોતાનો ખર્ચ ઓછો કરવા માટે કર્મચારીઓના પગાર પર કાપ(Salary Cut) મૂકી રહી છે, પરંતુ કેરળની એક કંપનીએ આ મુશ્કેલીભર્યાં સંજોગોમાં પણ પોતાના કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

કેરળની બૉબી ચેમ્મનૂર ગ્રુપ (Boby Chemmanur Group)નામની કંપનીએ કર્મચારીઓને આર્થિક મદદ(Boby Chemmanur International Jewellers - Chemmanur Group ) કરવા માટે તેમના પગારમાં 25 ટકાનો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે, બૉબી ચેમ્મનૂર ગ્રુપ કંપનીના પાંચ લાખ કર્મચારીઓમાંના ઘણા એવા કર્મચારી છે, જેઓ કમિશનના આધારે કામ કરે છે. કંપનીના માઈક્રોફાયનાન્સ વ્યાપાર સાથે ઓછામાં ઓછી 70,000 મહિલાઓ જોડાયેલ છે. આ એક સંયુક્ત બિઝનેસ છે, તેથી પગાર વધારાના નિર્ણયનો લાભ તેમને પણ થશે.

ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા પ્રમાણે, કેરળની બૉબી ચેમ્મનૂર ગ્રુપ નામની કંપનીએ કર્મચારીઓને આર્થિક મદદ કરવા માટે તેમના પગારમાં 25 ટકાનો વધારો આપવાનો નિર્ણય કર્યો છે. કેરળની આ કંપની જ્વેલરી સેક્ટર ઉપરાંત ફાયનાન્સ, રિસોર્ટ, ટૂર એન્ડ ટ્રાવેલ્સ જેવા વ્યવસાયમાં કાર્યરત છે.

આ પણ વાંચો - 2008ના નાણાકીય સંકટ કરતા પણ વધારે ખરાબ હશે કોરોનાથી આવનારી મંદી, પૂરી દુનિયા પર ખતરો

કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે કરવામાં આવેલ લૉકડાઉનને ધ્યાનમાં રાખી કંપનીના ઘણા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની સુવિધા પણ આપવામાં આવી છે. આ લોકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો કરે અને સ્વાસ્થય વિભાગના નિર્દેશોનું પાલન કરે.

કંપનીના ચેરમેન બૉબી ચેમ્મનૂર તરફથી જારી કરવામાં આવેલ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, મને મારી કંપનીમાં કામ કરતા પાંચ લાખ કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ એક્ટિવ પાર્ટનરની જેમ કામ કરી કંપનીની વિવિધ શાખાઓના વિકાસમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
First published: April 7, 2020
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading