2008ના નાણાકીય સંકટ કરતા પણ વધારે ખરાબ હશે કોરોનાથી આવનારી મંદી, પૂરી દુનિયા પર ખતરો

News18 Gujarati
Updated: April 4, 2020, 5:29 PM IST
2008ના નાણાકીય સંકટ કરતા પણ વધારે ખરાબ હશે કોરોનાથી આવનારી મંદી, પૂરી દુનિયા પર ખતરો
પ્રતિકાત્મક તસવીર

હવે આપણે મંદીના સમયમાં છીએ. આ સ્થિતિ વર્ષ 2008-09ના નાણાકીય સંકટ કરતા પણ વધારે ખરાબ છે.

  • Share this:
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે (IMF) શુક્રવારે કહ્યું કે, કોરોના વાયરસ મહામારીએ દુનિયાભરની અર્થવ્યવસ્થા માટે સંકટની સ્થિતિ ઉભી કરી દીધી છે. IMFએ કહ્યું કે, પુરી દુનિયા માટે આ સ્થિતિ 2008ની નાણાકીય સ્થિતિ કરતા પણ વધારે ખરાબ થઈ શકે છે. IMFએ આને માનવતા માટે અંધકારમય સમય કહ્યો છે.

વિકાસશિલ દેશોને સપોર્ટની જરૂરત

IMFની પ્રબંધ નિર્દેશ, ક્રિસ્ટેલિકના જોર્જિંવાએ કહ્યું કે, એડવાન્સ ઈકોનોમિએ આગળ આવી ઈમર્જિંગ માર્કેટ્સને સપોર્ટ કરવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, આવું કરવાથી વિકાસશિલ દેશ પોતાની અર્થવ્યવસ્થાના પડકાર સાથે-સાથે આ મહામારીમાંથી પણ બહાર આવી શકશે.

1 દશક પહેલા નાણાકીય સંકટ કરતા ગણો મોટો ગંભીર પડકાર

તેમણે કહ્યું કે, આ સંકટ પહેલાના અન્ય સંકટો જેવો નથી. લગભગ 400 રિપોર્ટર્સને એક વીડિયો કોન્ફરન્સ દ્વારા તેમણે કહ્યું કે, આપણે પહેલા પણ વૈશ્વિક અર્થવ્યવસ્થાના સંકટને જોયું છે. હવે આપણે મંદીના સમયમાં છીએ. આ સ્થિતિ વર્ષ 2008-09ના નાણાકીય સંકટ કરતા પણ વધારે ખરાબ છે.

વિશ્વ બેન્કોને પણ મંદીની આશંકાઆ દરમિયાન વિશ્વ બેન્કના પ્રેસિડન્ટ ડેવિડ માલપાસે પણ આ વાતની હામી ભરતા પોતાની એક લિંક્ડઈન પોસ્ટમાં કહ્યું કે, કોવિડ-19 મહામારીથી સ્વાસ્થ્ય સમસ્યાઓના આગળ એક વૈશ્વિક મંદીને પણ જોઈ રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, શુક્રવાર સાંજ સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, પુરી દુનિયામાં 10 લાખથી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચુક્યા છે. વૈશ્વિક સ્તર પર આનાથી અત્યાર સુધીમાં 53000થી વધારે લોકોના મોત થઈ ચુક્યા છે.

ગરીબ દેશો પાસે એક વર્ષ સુધી દેવું ન વસુલવાની કવાયત

જોર્જિવાએ કહ્યું કે, વિશ્વ બેન્ક અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સાથે મળી IMF એ વાત પર વિચાર કરી રહ્યું છે કે, ચીન સહિત કેટલીક મોટી અર્થવ્યવસ્થાવાળા દેશો નાના દેશો પાસેથી ઓછામાં ઓછા એક વર્ષ માટે દેવું વસુલ ન કરે. તેમણે કહ્યું કે, આ મામલા પર ચીનનું વલણ સકારાત્મક છે અને આગામી અઠવાડીયામાં ચીન વિશેષ પ્રસ્તાવો પર કામ કરશે, તેમણે કહ્યું કે, આગામી બે અઠવાડીયાની અંદર વિશ્વ બેન્ક અને જી-20 સમૂહ વચ્ચે ઓનલાઈન બેઠક થશે.
First published: April 4, 2020, 5:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading