રાજ્ય આજે 13 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 10, કચ્છ જિલ્લામાં 02 અને વડોદરા જિલ્લાનો 01 દર્દી સરકારી ચોપડે સાજો થયો છે જેના કારણે રાજ્યનો રિકવરી રેટ 99.10 ટકાએ સ્થિર છે.
દિલ્હી હાઇકોર્ટે વીમા કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ કોવિડ-19ના દર્દીઓના બિલ 30થી 60 મિનિટમાં પાસ કરે
નવી દિલ્હી. ઇશ્યોરન્સ રેગ્યુલેટર એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI)એ વીમા કંપનીઓને (Insurance Companies) નિર્દેશ આપ્યા છે કે તેઓ કોવિડ-19 (Covid-19)થી સંબંધિત કોઈ હેલ્થ ઇશ્યોરન્સ ક્લેમના જમા કરાવવાના કલાકની અંદર સેટલ કરી દે. જેના કારણે દર્દીઓને ઝડપથી ડિસ્ચાર્જ કરી શકાય. IRDAIનો આ નિર્દેશ દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court)ના એક આદેશ બાદ આવ્યો. 28 એપ્રિલે કોર્ટે IRDAIને વીમા કંપનીઓને તાત્કાલિક નિર્દેશ જાહેર કરવા માટે કહ્યું હતું.
મૂળે, 28 એપ્રિલે દિલ્હી હાઇકોર્ટે વીમા કંપનીઓને આદેશ આપ્યો છે કે તેઓ કોવિડ-19ના દર્દીઓના બિલ 30થી 60 મિનિટમાં પાસ કરે. કોર્ટે કહ્યું કે વીમા કંપનીઓ બિલને મંજૂર કરવા માટે 6-7 કલાક ન લઈ શકે, કારણ કે તેનાથી દર્દીઓને ડિસ્ચાર્જમાં વિલંબ થાય છે. બીજી તરફ, હૉસ્પિટલમાં બેડની જરૂરિયાતવાળા લોકોને ઘણી રાહ જોવી પડે છે.
IRDAIએ તમામ વીમા કંપનીઓને કહ્યું છે કે આ વિશે તમામ સંબંધિત પક્ષોને જાણકારી આપવામાં આપી દો કે કોવિડ દર્દીના હૉસ્પિટલમાં દાખલ થવા પર અને તમામ જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા બાદ એક કલાકની અંદર કેશલેસ ક્લેમનું સેટલમેન્ટ કરવામાં આવે.
IRDAIએ કહ્યું કે, હૉસ્પિટલોમાં દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં વિલંબ થવાથી જરૂરિયાતવાળા દર્દીને દાખલ કરવામાં વિલંબ થાય છે અને દર્દી પરેશાન થઈ રહ્યા છે. વીમા કંપનીઓ તથા ટીપીએ બિલોની ચૂકવણીમાં વિલંબ થઈ રહ્યો છે. આ કારણે હૉસ્પિટલ પ્રશાસન મજબૂરીમાં 8થી 10 કલાક સુધી દર્દીને બેડ પર જ રાખે છે અને જરૂરિયાતવાળા દર્દી બેડથી વંચિત રહે છે. IRDAIના આ નિર્દેશ બાદ દર્દીઓની ભરતી પ્રક્રિયા અને ડિસ્ચાર્જમાં ઝડપ આવશે.
" isDesktop="true" id="1092328" >
આ પહેલા IRDAIનો એવો નિર્દેશ હતો કે બે કલાકની અંદર કેશલેસ ક્લેમ સેટલ કરવામાં આવે. IRDAIએ પોલિસીધારકોને પોતાની વીમા કંપનીઓને આવી વિસંગતતા વિશે તાત્કાલિક જાણ કરવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે વીમા કંપનીઓ સંબંધિત રાજ્ય સરકારોની સાથે હૉસ્પિટલો વિશે ફરિયાદ નોંધી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર