3.5 કરોડ લોકોના ખાતામાં DBT સ્કીમ દ્વારા સીધા ખાતામાં પૈસા નાખવાની તૈયારી!

News18 Gujarati
Updated: March 24, 2020, 8:26 PM IST
3.5 કરોડ લોકોના ખાતામાં DBT સ્કીમ દ્વારા સીધા ખાતામાં પૈસા નાખવાની તૈયારી!
તમને એ પણ જણાવી દઈએ કે, કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ પાસે 3.5 કરોડ વર્કરનું રજિસ્ટ્રેશન છે.

તમને એ પણ જણાવી દઈએ કે, કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ પાસે 3.5 કરોડ વર્કરનું રજિસ્ટ્રેશન છે.

  • Share this:
કોરોના વાયરસના કારણે થયેલા લોક ડાઉનના કારણે સામાન્ય લોકોને વધારે પરેશાની ન થાય તે માટે સરકાર વારંવાર નવા પગલા ભરી રહી છે. આ માહોલમાં કન્સ્ટ્રક્શન વર્કરને રાહત માટે સરકાર માટે સરકારે એડવાઈઝરી જાહેર કરી છે. શ્રમ મંત્રાલયે પણ રાજ્યોને કન્સ્ટ્રક્શન સેસના પૈસાથી કન્સ્ટ્રક્શન વર્કરને રાહત આપવાનું કહ્યું છે. રાજ્યોને કન્સ્ટ્રક્શન વર્કરના ખાતામાં DBT ્દવારા પૈસા નાખવાની અપીલ કરી છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા 48 કલાકમાં દિલ્હી, હરિયાણા, પંજાબ અને તામિલનાડુ સરકારે આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તામિલાનાડુ તરફથી તમામ રાશકાર્ડ ધારકોને મફતમાં ચોખા, ખાંડ આપવામાં આવશે. આ સાથે જ 1000 રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે.

હવે શું થશે - શ્રમ મંત્રાલયે રાજ્ય સરકારોને જરાહત રકમ નક્કી કરવાનું કહ્યું છે. શ્રમ મંત્રીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને ચિટ્ઠી લખી છે. રાજ્યો પાસે કન્સ્ટ્રક્શન સેસ તરીકે 52 હજાર કરોડ રૂપિયા જમા છે, અને ઘણા સમયથી આ રકમનો કોઈ ઉપયોગ નથી થયો. તમને એ પણ જણાવી દઈએ કે, કન્સ્ટ્રક્શન વેલફેર બોર્ડ પાસે 3.5 કરોડ વર્કરનું રજિસ્ટ્રેશન છે.

- કરોના વાયરસના કારણે નાણામંત્રી નિર્મલા સિતારમને 2018-19 માટે ઈનકમ ટેક્સ રિટર્નની ડેડલાઈન વધારી 30 જૂન 2020 કરી દીધી છે. આ સાથે જ 30 જૂન સુધી ડિલેડ પેમેન્ટના વ્યાજદરને 12 ટકાથી ઘટાડી 9 ટકા કરવામાં આવ્યા.

- આ સાથે ટીડીએસની ડિપોઝિટ વ્યાજદર 18 ટકાથી ઘટાડી 9 ટકા કરી દેવામાં આવી. ટીડીએસ ફાઈલિંગની અંતિમ તારીખ 30 જૂન 2020 જ રહેશે.

- આધાર-પેન લિંક કરવાની ડેડલાઈનને પણ વધારી 30 જૂન 2020 કરી દેવામાં આવી છે- (પ્રકાશ પ્રિયદર્શી, સંવાદદાતા, CNBC આવાજ)
First published: March 24, 2020
વધુ વાંચો
अगली ख़बर