નાણા મંત્રી આજે સાંજે 4 વાગ્યે રજૂ કરશે વિશેષ 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની બ્લૂ પ્રિન્ટ

નાણા મંત્રી આજે સાંજે 4 વાગ્યે રજૂ કરશે વિશેષ 20 લાખ કરોડ રૂપિયાના રાહત પેકેજની બ્લૂ પ્રિન્ટ
આ રાહત પેકેજમાં કયા વર્ગને કેટલી રાહત મળશે? સૌથી વધુ આશા શ્રમિક વર્ગ અને ઉદ્યોગ જગતને

આ રાહત પેકેજમાં કયા વર્ગને કેટલી રાહત મળશે? સૌથી વધુ આશા શ્રમિક વર્ગ અને ઉદ્યોગ જગતને

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસના સંકટની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ મંગળવારે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી જે દેશના કુલ GDPના 10 ટકા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) આજે સાંજે 4 વાગ્યે આ રાહત પેકેજમાં કયા વર્ગને કેટલી રાહત મળશે તેની બ્લૂ પ્રિન્ટ રજૂ કરશે. સૌથી વધુ આશા આ પેકેજથી શ્રમિક વર્ગ અને ઉદ્યોગ જગતને છે.

  ઉદ્યોગ જગતે મંગળવારે કહ્યું હતું કે વડાપ્રધાન નરેનદ્ર મોદીના 20 લાખ કરોડ રૂપિયાના પ્રોત્સાહક પેકેજની જાહેરાત સમયની જરૂરિયાત હતી. ઉદ્યોગ મંડળોનું કહેવું છે કે તેનાથી કોવિડ-19 મહામારી અને તેને રોકવા માટે લાગુ પ્રતિબંધોથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને પુનઃ બેઠી કરવામાં મદદ મળશે અને આર્થિક વૃદ્ધિને નવી ગતિ મળશે.

  દેશના કુલ GDPનું 10 ટકા પેકેજ

  નાણાકીય પેકેજ વિશે પીએમે કહ્યું કે, સરકારના હાલના નિર્ણય, રિઝર્વ બેંકની જાહેરાતો મેળવીને આ પેકેજ લગભગ 20 લાખ રૂપિયા કરોડનું હશે જે દેશના GDPનું 10 ટકા ેછ. સીતારમણ ટૂંક સમયમાં તેના વિશે વિસ્તારથી જાણકારી આપશે.

  આ પણ વાંચો, Fact Check: દિવસમાં 3 વાર હર્બલ ચા પીવાથી કોરોનાથી ઇમ્યૂન થઈ શકાય?

  ‘ભારત ફરી વૃદ્ધિના માર્ગ પર આવશે’

  ઉદ્યોગ મંડળ CIIના મહાનિદેશક ચંદ્રજીત બેનર્જીએ કહ્યું કે, વડાપ્રધાને જમીન, શ્રમ, રોકડ અને કાયદાઓને સરળ બનાવવા વિશે વાત કરી, અમે તેને આવકારીએ છીએ. આ અર્થવ્યવસ્થા માટે મુખ્ય પડકાર છે. આ ચાર ક્ષેત્રોમાં સુધારોથી સંકટના આ સમયમાં આર્થિક વૃદ્ધિને નવી ગતિ મળશે. ફિક્કીની અધ્યક્ષ સંગીતા રેડ્ડીએ કહ્યું કે પાંચ આધાર અર્થવ્યવસ્થા, મૂળભૂત માળખું, વસ્તી અને માંગને મજબૂત કરવાથી ભારત ફરીથી સતત વૃદ્ધિના માર્ગે આવશે. અમને આશા છે કે નાણા મંત્રી નિર્મલા સીતારમણ જ્યારે પેકેજની રૂપરેખા જાહેર કરશે, ગરીબો અને જરૂરિયાત વાળા લોકો, MSMI અને ઉદ્યોગ તથા સામાન્ય લોકોની જરૂરિયાતોનું સમાધાન થશે. ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જમીન, શ્રમ અને રોકડ પર ભાર મૂકવાની જરૂર છે.

  આ પણ વાંચો, ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો આ બાબતોનું ધ્યાન નહીં રાખો તો ભારે કિંમત ચૂકવવી પડશે!
  Published by:News18 Gujarati
  First published:May 13, 2020, 07:44 am

  ટૉપ ન્યૂઝ