રોહન સિંહ, નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે (Central Government) તમામ એરલાઇન્સને સફર દરમિયાન મુસાફરોને ભોજન પીરસવા માટે મંજૂરી આપી દીધી છે. ફ્લાઇટમાં ભોજન પીરસવાની મંજૂરી મળતાં જ એરલાઇન્સે (Airlines) હવે તૈયારીઓ શરુ કરી દીધી છે. પરંતુ હવે મેન્યૂ પહેલાથી ઘણું બદલાઈ ગયું છે. હવે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ (Domestic Flights Meals)માં મુસાફરોને પ્રી-પેક્ટ સ્નેક્સ, મીલ અને બેવરેજિસ મળી શકશે. IndiGo, Air India, SpiceJet તમામે ભોજનના મેન્યૂમાં કેટલાક ફેરફાર કર્યા છે. આવો જાણીએ કઈ એરલાઇન્સના મેન્યૂમાં શું છે.
સરકારી આદેશ મુજબ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં હૉટ મીલ પણ મળી શકશે. આ ઉપરાંત સરકાર તરફથી કોરોના વાયરસને રોકવાની દિશામાં થોડી સખ્તાઈ પણ વર્તવામાં આવી છે. મૂળે, ડાયરેક્ટ્રોરેટ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જો કોઈ મુસાફર સફર દરમિયાન માસ્ક પહેરવાનો ઇન્કાર કરે છે તો તેનું નામ એરલાઇન દ્વારા નો-ફ્લાય લિસ્ટમાં પણ મૂકી શકાય છે.
IndiGo મેન્યૂ- લાઇટ મીલનું ઓપ્શન- IndiGoના મેન્યૂમાં વેજ અને નોનવેજ સેન્ડવીચની સાથે કુકીઝ કે કેશ્યૂ બોક્સનો વિકલ્પ છે. પરંતુ સ્નેક્સ માટે પ્રી બુકિંગ જરૂરી છે.
Air India મેન્યૂ- ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ગરમ ભોજન, ડ્રિન્સ્ મળશે. ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં લાઇટ મીલ પીરસવામાં આવશે. નોનવેજ અને સ્પેશલ મીલની સુવિધા નથી.
SpiceJet મેન્યૂ- 13 સપ્ટેમ્બરથી મીલ સર્વિસ શરૂ થશે. માત્ર પ્રી બુકિંગનું ઓપ્શન છે. સેન્ડવીચ, નૂડલ્સ ઉપરાંત છોલે, પરોઠા મળશે. બેવરેજની પણ પૂરી રેન્જ છે. તેની સાથે જ ગુડીઝ બેગનો પણ વિકલ્પ છે.
Vistara મેન્યૂ- આગામી સપ્તાહથી મીલ સર્વિસ શરૂ થશે. પ્રીપેક્ડ મીલ અને બેવરેજનું ઓપ્શન મળશે.
ડોમેસ્ટિક ફ્લાઇ્ટસ માટે આ રહેશે નિયમ: અત્યાર સુધી મુસાફરો માટે મીલ સર્વિસ નહોતી. મુસાફર ફ્લાઇટની અંદર કંઈ પણ ખાઈ નહોતા શકતા. નવા SOP બાદ એરલાઇન્સ પ્રી-પેક્ડ સ્નેક્સ/મીલ્સ/ડ્રિન્સ્ા મુસાફરોને પીરસી શકશે. આ ઉપરાંત ભોજનની સામગ્રી માત્ર ડિસ્પોજેબલ પ્લેટ, કટલરી અને ગ્લાસમાં આપી શકાશે, જેને ફરી ઉપયોગમાં નહીં લઈ શકાય. ક્રૂ મેમ્બર્સ મુસાફરોને ભોજન પીરસશે તો તેમને દરેક વખતે પોતાના હાથના ગ્લોવ્ઝ બદલવા પડશે. આ દરમિયાન પેસેન્જર ઓન બોર્ડ એન્ટરટેઇમેન્ટ પણ લઈ શકશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર