મુંબઈમાં 3 એકર જમીન 2238 કરોડમાં વેચાઈ, દેશનો સૌથી મોંઘો સોદો

પ્રતિકાત્મક તસવીર

સેન્ટ્રલ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ પાસે 3 એકર જમીનના ટુકડા માટે થયેલી હરાજીમાં જાપાનની કંપની સુમિતોમો કોર્પોરેશને સૌથી ઊંચી બોલી લગાવી

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : મુંબઈમાં દેશનો સૌથી મોટો જમીન સોદો થયો છે. આ સોદામાં સેન્ટ્રલ મુંબઈમાં આવેલો જમીનનો એક ટુકડો કરોડો રૂપિયામાં વેચાયો છે. બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષમાં 3 એકર જમીન 2,238 કરોડમાં વેચાઈ છે. મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા હરાજી કરાઈ, આ હરાજીમાં જાપાનની મલ્ટીનેશનલ કંપની સુમિતોમો કૉર્પોરેશને સૌથી મોંધી બોલી લગાવી હતી.

  પ્રક્રિયા શરૂ
  એમએમઆરડીના કાર્યકારી નિર્દેશક જિલીપ કાવથકરે જણાવ્યું હતુંકે જાપાનની કંપનીએ સૌથી ઊંચી બોલી લગાવી હતી. હાલમાં ઔપચારિક પ્રક્રિયા શરૂ છે, પ્રક્રિયા પુરી થયા બાદ જ કઈ નિર્ણય લઈ શકાય છે. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં કેટલો સમય થશે તે કહેવું મુશ્કેલ છે.

  આ પણ વાંચો :  કાશ્મીરની સમસ્યા માટે નેહરુ જવાબદારઃ અમિત શાહ, સંસદમાં હોબાળો

  દેશનો સૌથી મોંઘો સોદો
  અત્યાર સુધી દેશમાં થયેલા સોદામાં સૌથી મોંઘો સોદો એક એકર માટે રૂપિયા 745 કરોડમાં થયો હતો. જોકે, સત્તાવાર રીતે આ સોદા વિશે કોઈ માહિતી આપવા તૈયાર નથી પરંતુ બજારના સૂત્રોના મતે આ સોદો દેશનો સૌથી મોંઘો સોદો છે.

  10 લાખ સ્ક્વેર ફીટમાં નિર્માણ
  અધિકારીઓના જણાવ્યા મુજબ સુમિતોમો કૉર્પોરેશન આ જમીન ખરીદવમાં સફળ થયું છે. કંપની અહીંયા નિયમો મુજબ 10 લાખ સ્ક્વેર ફીટમાં નિર્માણ કરી શકશે. કંપની એક હજાર સ્ક્વેર ફીટના 1000 ફ્લેટનું નિર્માણ કરી શકે છે.
  Published by:Jay Mishra
  First published: