Home /News /business /

પેટ્રોલનો ભાવ 5 વર્ષમાં સૌથી વધારે, ડીઝલ પણ અત્યાર સુધીમાં સૌથી મોંઘુ

પેટ્રોલનો ભાવ 5 વર્ષમાં સૌથી વધારે, ડીઝલ પણ અત્યાર સુધીમાં સૌથી મોંઘુ

    ડિઝલ અને પેટ્રોલના ભાવ સતત નવી ઉંચાઇઓ સુધી જઇ રહ્યાં છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 74 રૂપિયા 8 પૈસા પ્રતિ લીટર થઇ ગઇ છે. જે સપ્ટેમ્બર 2014 પછીની સૌથી વધારે કિંમત છે. આ રીતે ડિઝલની કિંમત દિલ્હીમાં 65 રૂપિયા 31 પૈસા પ્રતિ લીટર થઇ ગઇ છે. ડિઝલ આટલું મોંઘુ પહેલા ક્યારેય ન હતું. મહાનગરોમાં સૌથી વધારે ખરાબ હાલત મુંબઇની છે જ્યાં પેટ્રોલની કિંમત 81 રૂપિયા 93 પૈસા પ્રતિલીટર થઇ ગયું છે.

    પેટ્રોલ અને ડિઝલના વધતા ભાવનું કારણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની વધતી કિંમત છે. હવે આની કિંમત રોજ બદલાઇ રહી છે. ક્રૂડ ઓઇલની કિંમત જેમ જેમ વધે કે ઘટે છે તેમ તેમ પેટ્રોલ અને ડિઝલ પણ મોંઘુ કે સસ્તુ થાય છે. ગત વર્ષના જૂનમાં સરકારી કંપનીઓ-આઈઓસી, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન અને હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશનના રેટ સાથે જોડાયેલ 15 વર્ષની જૂની પ્રેક્ટિશને બંધ કરતા રોજ નવા રેટની નવી પ્રેક્ટિશ શરૂ કરી છે. આ પહેલા દર મહિનાની પહેલી અને 16મી તારીખના રેટ રિવાઇઝ થતાં હતાં.

    સરકાર પેટ્રોલ અને ડિઝલને પણ જીએસટીમાં લાવવાનો વિચાર કરી રહ્યાં છે અને તેના પર સહમતિ પણ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ અત્યારે આ સંભવ નથી થઇ રહ્યું. આવુ જો થાય તો થોડી ઘણી કિંમતોને નિયંત્રણ કરવી સંભવ છે.

    જોકે ઇરાન પર યુએસ અને ઇયુ દ્વારા ફરી પ્રતિબંધ લગાવવાની સંભાવનાઓ અને સીરિયામાં વધતા સંઘર્ષથી ક્રૂડની સપ્લાઇ વધારે ઓછી થઇ શકે છે. જેનાથી ક્રૂડ ઓઇલની કિંમતોમાં અને આવક થવાની આશંકા સેવાઇ રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Diesel, Petrol

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन