Home /News /business /Multibagger stock: એક વર્ષમાં 184% વળતર આપનારો આ શેર આવતા અઠવાડિયે કરશે બોનસ ઇશ્યૂની જાહેરાત, શું તમારી પાસે છે?
Multibagger stock: એક વર્ષમાં 184% વળતર આપનારો આ શેર આવતા અઠવાડિયે કરશે બોનસ ઇશ્યૂની જાહેરાત, શું તમારી પાસે છે?
મલ્ટીબેગર શેર
Multibagger stock Cosmo Films: કોસ્મો ફિલ્મ્સના શેરે આ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી 43 ટકા વળતર આપ્યું છે. આ મલ્ટીબેગર શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 184 ટકા વળતર આપ્યું છે.
મુંબઇ. Multibagger stock: 2021-22ના વર્ષમાં આપણને અનેક મલ્ટીબેગર સ્ટૉક્સ (Multibagger stocks) જોવા મળ્યા છે. Cosmo Films આવે જ એક શેર છે. કોસ્મો ફિલ્મ્સે તાજેતરમાં જાહેરાત કરી છે કે બોર્ડ બેઠક આગામી 9મી મેના રોજ યોજાનાર છે. આ બેઠક દરમિયાન કંપની શેર ધારકોને બોનસ ઇક્વિટી શેર (Bonus shares) જાહેર કરવાના પ્રસ્તાવ પર ચર્ચા-વિચારણા કરી શકે છે. આ ઉપરાંત બોર્ડ બેઠક દરમિયાન 31 માર્ચ, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિકના ઑડિટ પરિણામ પર ચર્ચા કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોસ્મો ફિલ્મ્સના શેરે આ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધી 43 ટકા વળતર આપ્યું છે. આ મલ્ટીબેગર શેરે છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 184 ટકા વળતર આપ્યું છે.
કંપનીની પ્રોફાઇલ
કોસ્મો ફિલ્મ્સ ભારતની એક લીડિંગ BOPP ફિલ્મ ઉત્પાદ અને સપ્લાયર કંપની છે. કોસ્મ ફિલ્મ્સની સ્થાપના વર્ષ 1981માં થઈ હતી. કંપની પેકેજિંગ, લેમિનેશન, લેબલિંગના કામમાં ઉપયોગમાં લેવામાં આવતી સ્પેશિયાલિટી ફિલ્મ્સ બનાવવામાં મહારથ ધરાવે છે. કંપની BOPP, CPP જેવી ફિલ્મો બનાવે છે. કંપની બહુ ઝડપથી BOPET ફિલ્મ બિઝનેસમાં ઉતરવાની છે.
શેરની કિંમત
છઠ્ઠી મેના રોજ ટ્રેડિંગ દરમિયાન કોસ્મો ફિલ્મ્સનો શેર 100.30 એટલે કે 5.20 ટકા વધીને 2027.55 રૂપિયાના સ્તર પર બંધ થયો હતો. ગત ટ્રેડિંગ સેશનમાં શેરનો ડે લૉ 1,871 રૂપિયા અને ડે હાઇ 2,059 રૂપિયા હતો. આ શેરની 52 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટી 2,142 રૂપિયા અને 52 અઠવાડિયાની સૌથી નીચેની સપાટી 672.50 રૂપિયા છે. શેરનું વર્તમાન વોલ્યૂમ 2,88,244 છે. કંપનીની માર્કેટ કેપ 3,684 કરોડ રૂપિયા છે.
અદાણી વિલ્મર (Adani Wilmar) શેરમાં શુક્રવારે પણ લોઅર સર્કિટ ફટકારી હતી. છઠ્ઠી મેના રોજ સવારે શેર રૂ. 34ના ઘટાડા સાથે ખૂલ્યો હતો અને ઇન્ટ્રાડેમાં રૂ. 660 ની હાઈ પર પહોંચ્યો હતો. જોકે, શેર તેજીને ટકાવી શક્યો ન હતો અને તેની શરૂઆતના ભાવથી નીચે સરકીને 5 ટકાની નીચલી સર્કિટ (Adani wilmar stock hit lower circuit)ને હીટ કરતો જોવા મળ્યો હતો. આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger stock) છેલ્લા 6 ટ્રેડિંગ સેશનથી સતત નીચે જઈ રહ્યો છે અને આ સમયગાળામાં લગભગ 23 ટકા ઘટ્યો છે. (વાંચો સંપૂર્ણ અહેવાલ...)
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી વિગત ફક્ત જાણકારી માટે છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર