Multibagger stock: આ સ્ટૉકે ત્રણ વર્ષમાં આપ્યું 800% વળતર, સંજીવ ભસીને આપી ખરીદીની સલાહ
Multibagger stock: આ સ્ટૉકે ત્રણ વર્ષમાં આપ્યું 800% વળતર, સંજીવ ભસીને આપી ખરીદીની સલાહ
મલ્ટીબેગર સ્ટોક
Cosmo Films stock: છેલ્લા ત્રણ વર્ષમાં કોસ્મો ફિલ્મ્સ શેરે પોતાના રોકાણકારોને 800 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 1 વર્ષમાં તેણે લગભગ 184 ટકા રિટર્ન આપ્યું છે. કેલેન્ડર વર્ષ 2022માં અત્યારસુધી આ શેરે 26 ટકા રિટર્ન આપ્યું છે.
નવી દિલ્હી. રોકાણકારો હંમેશા મલ્ટીબેગર શેર્સ (Multibagger stocks)ની શોધમાં હોય છે. આ એવા શેર્સ હોય છે જેમાં રોકાણકારોને અનેકગણું વળતર મળતું હોય છે. કોસ્મો ફિલ્મ્સ લિમીડેટ (Cosmo Films Ltd) આવો જ એક શેર છે. મીડિયામાં તાજેતરમાં એવા સમાચાર આવ્યા છે કે કંપની મહારાષ્ટ્રના ઔરંગાબાદ સ્થિત CPP ઉત્પાદન પ્લાન્ટની ક્ષમતા વધારવા માટે 140 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. કંપની આ પ્લાનની ઉત્પાદન ક્ષમતાને વધારીને 25,000 મેટ્રિક ટન (MT) પ્રતિ વર્ષ કરવા માંગે છે. છેલ્લા ત્રણ વર્ષમાં કોસ્મો ફિલ્મ્સ શેરે (Cosmo Films stock) પોતાના રોકાણકારોને 800 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 1 વર્ષમાં તેણે લગભગ 184 ટકા રિટર્ન આપ્યું છે.
કંપનીએ શું કહ્યું?
કંપનીએ એક્સચેન્જને આપેલી માહિતીમાં કોસ્મો ફિલ્મ્સના સીઈઓ પંકજ પોદારે કહ્યુ છે કે, આખી દુનિયામાં પેકેજિંગ ફિલ્મના રિસાઇકલિંગ અને સસ્ટેનેબિલિટી પર ખૂબ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સસ્ટેનેબિલિટીની જરૂરિયાને પૂર્ણ કરવા માટે CPPના મોનો રિયલ સ્ટ્રક્ચર અને BOPP સૌથી વધારે પસંદ કરવામાં આવતા સ્ટ્રક્ચર છે. કંપનીની વર્તમાન CPP ક્ષમતા પોતાની 100 ટકા તાકાતથી કામ કરી રહી છે. આથી કંપની વધી રહેલી માંગને પૂર્ણ કરવા માટે પોતાની વર્તમાન પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
આ ઉપરાંત કંપની બીજી અન્ય ગ્રોથ યોજનાઓ પર પણ કામ કરી રહી છે. જેમાં સ્પેશિયલાઇઝ્ટ BOPET લાઇન, BOPP લાઇન સંબંધિત યોજનાઓ સામેલ છે. તેને ધ્યાનમાં રાખીને જ 140 કરોડ રૂપિયાની વિસ્તારની યોજના બનાવવામાં આવી છે. કંપનીએ આ નાણાની વ્યવસ્થા આંતરિક સ્ત્રોત અને લોન લઈને કરશે. આશા છે કે કંપની આગામી બે વર્ષમાં મોટી ઉત્પાદન ક્ષમતા સાથે કામ કરવા લાગશે.
કોસ્મો ફિલ્મ્સનું રિટર્ન
છેલ્લા ત્રણ વર્ષમાં કોસ્મો ફિલ્મ્સ શેરે પોતાના રોકાણકારોને 800 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે છેલ્લા 1 વર્ષમાં તેણે લગભગ 184 ટકા રિટર્ન આપ્યું છે. કેલેન્ડર વર્ષ 2022માં અત્યારસુધી આ શેરે 26 ટકા રિટર્ન આપ્યું છે.
કોસ્મો ફિલ્મ્સના દેખાવ પર વાત કરતા IIFL Securities ના સંજીવ ભસીને CNBC-TV18 ને જણાવ્યું કે, Cosmo Films અને Uflex આ બંને એવા સેર છે જે 375 રૂપિયાના આસપાસના સ્તર પર છે. આ બંને સ્ટૉક્સ અમારા પોર્ટફોલિયોમાં સામેલ છે.
(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય વ્યક્તિગત અથવા જે તે બ્રોકરેજ હાઉસનો છે, ન્યૂઝ18 ગુજરાતી કે તેના મેનેજમેન્ટનો નહીં. શેર બજારમાં રોકાણ જોખમોને આધિન છે. રોકાણ પહેલા સર્ટિફાઇડ બજાર નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.)
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર